બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / રાજકોટ / Disturbance in Police Beda as District Police Chief suspends three police personnel

રાજકોટ / જીલ્લા પોલીસ વડા દ્વારા ત્રણ પોલીસ કર્મચારીઓને સસ્પેન્ડ કરતા પોલીસ બેડામાં ખળભળાટ

Vishal Khamar

Last Updated: 11:43 PM, 1 February 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

સ્ટેટ મોનિટરીંગ સેલે કરેલ રેડ મામલે જીલ્લા પોલીસ વડાએ 3 પોલીસ કર્મીઓને સસ્પેન્ડ કર્યા. ત્રણેય પોલીસકર્મી જેતપુર શહેર પોલીસ સ્ટેશનમાં બજાવતા ફરજ બજાવતા હતા.

  • જીલ્લા પોલીસ વડાએ ત્રણ પોલીસ કર્મીઓને  કર્યા સસ્પેન્ડ
  • સ્ટેટ મોનિંટરીંગ સેલ દ્વારા કરાયેલ દરોડા મામલે કાર્યવાહિ
  • જેતપુર શહેર પોલીસ સ્ટેશનના 3 કર્મચારીઓ થયા સસ્પેન્ડ

 સ્ટેટ મોનિંટરીંગ સેલ દ્વારા રાજકોટના જેતપુરમાં રેડ કરી દેશી દારૂની ભઠ્ઠી ઝડપી હતી. જે મામલે જીલ્લા પોલીસ વડાએ કાર્યવાહિ હાથ ધરતા 3 પોલીસ કર્મીઓને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. ત્યારે ત્રણેય પોલીસ કર્મચારીઓ જેતપુર શહેર પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા હતા. સ્ટેટ મોનિંટરીંગ સેલે કરેલ રેડમાં દારૂ બનાવવાના સાધનો સહિત 41 હજાર 130 નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો.

કોને કોને સસ્પેન્ડ કર્યા
જીલ્લા પોલીસ વડા દ્વારા જેતપુર શહેર પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા નિલેશ મકવાણા, ધનુભા જાડેજા અને જગદીશ ઘુધલને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. ત્યારે થોડા સમય પહેલા જ સ્ટેટ મોનિંટરીંગ સેલ દ્વારા રેડ કરવામાં આવતા દેશી દારૂ બનાવવાના સાધનો સહિત કુલ રૂ.41,130 નાં મુદ્દામાલ પણ ઝડપ્યો હતો. જીલ્લા પોલીસ વડા દ્વારા એકાએક ત્રણ પોલીસ કર્મીઓને સસ્પેન્ડ કરવામાં આવતા પોલીસ બેડામાં ખળભળાટ મચી જવા પામ્યો હતો.

એક મહિના પહેલા મોટો દારૂનો જથ્થો ઝડપાયો હતો

ઉલ્લેખની છે કે રાજકોટમાં એક મહિના પહેલા જ સ્ટેટ મોનિંટરીંગ સેલ દ્વારા હિરાસર એરપોર્ટ નજીક જી.આઈ.ડી.સી.માંથી મોટા પ્રમાણમાં દારૂ ઝડપ્યો હતો.  ત્યારે સ્ટેટ મોનિટરીંગ સેલ રેડ કરતા રાજકોટ પોલીસ  ઉંઘતી ઝડપાઈ જવા પામી હતી.
 

સંકળાયેલા મુદ્દાઓ

Policeman State Monitoring cell rajkot રાજકોટ રેડ સસ્પેન્ડ rajkot
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ