ધનસુરામાં બે વર્ષનું બાળક ત્રીજા માળેથી પટકાયું, થયો આબાદ બચાવ

By : krupamehta 12:24 PM, 14 September 2018 | Updated : 12:24 PM, 14 September 2018
મોડાસા: અરવલ્લીના ધનસુરામાં 2 વર્ષનુ બાળક ત્રીજા માળથી પટકાયુ છે. જો કે બાળકનો આબાદ બચાવ થયો છે. આ સમગ્ર ઘટના સીસીટીવીમાં સામે આવી છે.

આ અંગે મળતી માહિતી અનુસાર ઉમિયાનગર સોસાયટીમાં 2 વર્ષનું બાળક ત્રીજા માળથી પટકાયુ હતુ. આ બાળક ફ્લેટમાં આવેલી સીડીના વચ્ચે આવેલા ખાચામાંથી સીધુ નીચે સાયકલની સીટ પર બાળક પડતા આબાદ બચાવ થયો છે. આ દરમિયાન બાળકીને માથાના ભાગે ઈજા થઈ હતી. આ સમગ્ર ઘટના CCTVમાં કેદ થઈ હતી. 


જો કે ઘટનાની જાણ થતા સોસાયટીના સભ્યો દોડી આવ્યા હતા અને બાળકોને હોસ્પિટલમાં ખસેડાયો હતી..   Recent Story

Popular Story