પગમાં Gold ના પહેરવાના આ છે કારણ, નારાજ થાય છે દેવતાઓ

By : krupamehta 02:16 PM, 11 January 2019 | Updated : 02:16 PM, 11 January 2019
સોનાના આભૂષણોની ઇચ્છા દરેક લોકોને હોય છે. એની એક અલગ જ ખાસિયત હોય છે. જેને કોઇ નકારી શકતું નથી. સોનાથી બનેલા ઘરેણાં મહિલાઓને ખૂબ પસંદ છે. પરંતુ પગમાં એને પહેરવામાં ના પાડવામાં આવી છે. એ તો તમે પણ જોયું હશે કે લોકો સોનાના આભૂષણ પગમાં પહેરવાથી બચે છે. 
 
હિંદુઓમાં ઘણા પ્રકારની માન્યતા પ્રચલિત છે જેનવે લોકો સદીઓતી માનતા આવ્યા છે. એમાંથી એક માન્યતા એ છે કે પગમાં સોનાથી બનેલી પાયલ કે વેઢ પહેરવી જોઇએ નહીં. આ માન્યતા હોવાની પાછળ કારણ છે કે ભગવાન વિષ્ણુને સોનું ખૂબ પસંદ છે. 

એવું પણ માનવામાં આવે છે કે સોનું ધારણ કરવાથી વિષ્ણુ ભગવાન ખૂબ ખુશ થાય છે. કારણ કે સોનું એમને ખૂબ પસંદ છે એટલા માટે નાભિની નીચે એને ના પહેરવું જોઇએ. પગમાં સોનું પહેરવું એમના અપમાન સમાન છે. એવામાં વ્યક્તિને એમની કૃપા મળતી નથી. 

માતા લક્ષ્મીનો પ્રિય રંગ પીળો છે. સોનાનો રંગ પણ પીળો જ હોય છે એટલા માટે સોનાનું કનેક્શન લક્ષ્મી જી સાથે પણ છે. આ કારણે પણ નાભિ નીચે પહેરવું જોઇએ નહીં એનાથી ધનની દેવી રિસાઇ જાય છે. એવામાં વ્યક્તિને તમામા આર્થિક સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે. 
 Recent Story

Popular Story