બ્રેકિંગ ન્યુઝ
Mehul
Last Updated: 03:11 PM, 11 February 2020
ADVERTISEMENT
આમ આદમી પાર્ટી (Aam Aadmi Party) ના કાર્યકર્તા નાચી-ગાઇ રહ્યા છે અને આ પોસ્ટરને લહેરાવી રહ્યા છે. દિલ્હી (Delhi) માં શાહીન બાગને ભાજપે મુદ્દો બનાવ્યો હતો અને ખુદ કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે પણ આમ આદમી પાર્ટી પર હુમલો બોલ્યો હતો.
ADVERTISEMENT
એક સભામાં અમિત શાહે કહ્યું હતું, 'દિલ્હી વાસીઓ ઇવીએમનું બટન એટલી જોરથી દબાવજો કે વોટ અહીં મળે અને કરંટ શાહીન બાગમાં લાગે.' નાગરિકતા સંશોધન એક્ટ (CAA) ની વિરુદ્ધ પ્રદર્શન કરી રહેલા શાહીન બાગના પ્રદર્શનકારીઓ પર બીજેપી (BJP) નિશાન સાધી રહી છે. અમિત શાહથી લઇને કપિલ મિશ્રા, પરવેશ વર્મા સહિત દરેક નેતા શાહીન બાગના પ્રદર્શનને આમ આદમી પાર્ટી સ્પોન્સર્ડ બતાવી દીધું હતું.
Delhi: Aam Aadmi Party workers celebrate as the party takes big lead in #DelhiPolls2020 trends pic.twitter.com/BZTAAKDOuC
— ANI (@ANI) February 11, 2020
અમિત શાહ (Amit Shah) ના નિશાન પર હતું શાહીન બાગ
કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ (Amit Shah)એ પોતાની ઘણી સભાઓમાં શાહીન બાગ (Shaheen Bagh)ના પ્રદર્શનને રાજનીતિથી પ્રેરિત બતાવ્યો. તેઓએ કહ્યું હતું કે, દિલ્હીના પરિણામો બતાવી દે કે આપ શાહીન બાગ વાસીઓની સાથે છો કે ભારત માતાના નારા લગાવનારની સાથે. ભાજપે 22 જાન્યુઆરી બાદ ચૂંટણી કેમ્પેન મોટા પાયે કર્યું હતું અને શાહીન બાગનો મુદ્દો બનાવ્યો હતો.
મોડલ ટાઉનથી ઉમેદવાર કપિલ મિશ્રાએ પોતાના એક ટ્વિટમાં તો શાહીન બાગ (Shaheen Bagh) ને મીની પાકિસ્તાન બતાવી દીધું હતું, જે બાદ ચૂંટણી પંચે તેમના પર પ્રતિબંધ મુકી દીધો હતો. ત્યારે બીજેપી સાંસદ પ્રવેશ વર્માએ પણ કહ્યું હતું કે આ લોકો આપના ઘરમાં ઘુસી જશે, માં-બહેનો પર રેપ કરશે અને આપને મારશે.
જોકે, બીજેપીના આ ભાષણોની કોઇ અસર ચૂંટણી પરિણામો પર પડતી દેખાઇ રહી નથી. શાહીન બાગ જે ઓખલા વિધાનસભા ક્ષેત્રમાં આવે છે ત્યાં આમ આદમી પાર્ટીના ઉમેદવાર અમાનતુલ્લાહ ખાન જીતી રહ્યા છે, તો ત્યારે આખી દિલ્હીમાં પણ આમ આદમી પાર્ટી 56 બેઠકો પર આગળ છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.