બ્રેકિંગ ન્યુઝ

logo
logo

22 એપ્રિલથી 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'ના કલાકાર સોઢીનો સંપર્ક કટ

logo

અમેરિકામાં રોડ અકસ્માતમાં આણંદની 3 ગુજરાતી મહિલાઓના મોત, સમાજમાં શોકની લાગણી

logo

લોકસભા ચૂંટણી 2024: બીજા તબક્કાનું મતદાન પૂર્ણ, UPમાં સૌથી ઓછું મતદાન તો ત્રિપુરામાં થયું બમ્પર વોટિંગ

logo

રાજ્યમાં ઉનાળાની ઋતુમાં હવામાન વિભાગની કમોસમી વરસાદની આગાહી, આગામી 24 કલાક માટે સામાન્ય વરસાદની આગાહી, દક્ષિણ, મધ્ય અને ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી

logo

Gujarat BREAKING : સુરત લોકસભા બેઠકના કોંગ્રેસ ઉમેદવાર નિલેશ કુંભાણીને પક્ષમાંથી છ વર્ષ માટે કરાયા સસ્પેન્ડ, ફોર્મ રદ્દ થયા બાદ કોંગ્રેસ દ્વારા કરાઇ કાર્યવાહી

logo

AAPના પૂર્વ નેતા અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા હવે કમળ ખિલવશે, આવતીકાલે જોડાશે ભાજપમાં

VTV / delhi AIIMS denied admitting rjd chief lalu yadav says get treatment in ranchi

સવાલ / એર-ઍમ્બ્યુલન્સથી દિલ્હી આવેલા લાલુ યાદવને AIIMSએ એડમિટ કરવાનો કર્યો ઈનકાર, કારણ છે ચોંકાવનારું

Dhruv

Last Updated: 01:59 PM, 23 March 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

રાષ્ટ્રીય જનતા દળ (RJD) ના ધારાસભ્ય ભાઈ વીરેન્દ્રએ દેશની સૌથી મોટી હોસ્પિટલ ઓલ ઈન્ડિયા ઈન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સ (AIIMS) પર મોટો અને ચોંકાવનારો આક્ષેપ લગાવ્યો છે.

  • લાલુને મંગળવારે રિમ્સથી દિલ્હી AIIMSમાં રિફર કરવામાં આવ્યા હતાં
  • AIIMSએ કહ્યું કે - 'લાલુની તબિયત ઠીક છે'
  • RJDના ધારાસભ્ય ભાઈ વીરેન્દ્રએ AIIMS પર લગાવ્યો ગંભીર આક્ષેપ

વીરેન્દ્રએ કહ્યું કે, 'ભાજપના દબાણમાં બિહારના પૂર્વ મુખ્યમંત્રી અને RJD પ્રમુખ લાલુ યાદવને હોસ્પિટલમાં દાખલ કરવાની ના પાડી દીધી છે.'

એ પહેલાં ચારા કૌભાંડમાં સજા કાપી રહેલા લાલુ યાદવને મોડી સાંજે રાંચીથી એર એમ્બ્યુલન્સ દ્વારા નવી દિલ્હી લાવવામાં આવ્યા હતાં અને રાત્રે એમ્સ ઈમરજન્સીમાં દાખલ કરવામાં આવ્યાં. ત્યારે હવે એવું સામે આવી રહ્યું છે કે, AIIMSએ લાલુ યાદવને વોર્ડમાં ન મોકલ્યા અને આજે સવારે 3.30 વાગે રજા આપી દીધી. જો કે, AIIMSના સૂત્રોએ જણાવ્યું કે, તપાસમાં લાલુ યાદવ સ્વસ્થ જણાયા હતાં.

મેડિકલ બોર્ડની બેઠકમાં લાલુ પ્રસાદ યાદવને દિલ્હી મોકલવાનો નિર્ણય લેવાયો હતો

એ પહેલાં રાંચીમાં આવેલ રાજેન્દ્ર ઇન્સ્ટિટ્યૂટ ઑફ મેડિકલ સાયન્સ (RIMS) મેડિકલ બોર્ડની બેઠકમાં મંગળવારે લાલુ પ્રસાદ યાદવને દિલ્હી મોકલવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. RIMSના ડાયરેક્ટર ડૉ. કામેશ્વર પ્રસાદે કહ્યું હતું કે, લાલુ યાદવની તબિયત બગડી રહી છે અને તેમના હૃદય અને કિડનીને અસર થઈ છે. આથી, તેમને વધુ સારી સારવાર માટે એઈમ્સ દિલ્હી મોકલવામાં આવ્યાં હતાં. RIMS બોર્ડે શોધી કાઢ્યું હતું કે, લાલુ યાદવનું ક્રિએટિનિન લેવલ વધી રહ્યું છે અને તેઓ તેને નિયંત્રિત કરવામાં અસમર્થ છે.

તેમની કિડની માત્ર 15-20 ટકા ક્ષમતા સાથે કામ કરી રહી છે : ડોક્ટર વિદ્યાપતિ

ડોક્ટર વિદ્યાપતિએ જણાવ્યું હતું કે, લાલુ યાદવ બ્લડ સુગર, બ્લડ પ્રેશર, હૃદય રોગ, કિડનીની બીમારી, તણાવ, થેલેસેમિયા, પ્રોસ્ટેટ વૃદ્ધિ, યુરિક એસિડ વધવા અને મગજને લગતી બીમારીઓથી પીડિત છે. માત્ર એટલું જ નહીં, લાલુ નબળી રોગપ્રતિકારક શક્તિ, જમણા ખભાના હાડકામાં દુ:ખાવો, પગના હાડકામાં સમસ્યા અને દ્રષ્ટિની ખામીથી પણ પરેશાન છે. ડૉ. વિદ્યાપતિએ જણાવ્યું હતું કે, તેમની કિડની માત્ર 15-20 ટકા ક્ષમતા સાથે કામ કરી રહી છે.

RJD પ્રમુખ લાલુ પ્રસાદ યાદવની બગડતી તબિયતને ધ્યાનમાં રાખી RIMS મેનેજમેન્ટ દ્વારા બનાવવામાં આવેલા મેડિકલ બોર્ડે મંગળવારે ઈમરજન્સી બેઠક યોજી હતી. જેમાં લાલુના મુખ્ય ડૉક્ટર ડૉ. વિદ્યાપતિની સાથે RIMS નાં ડિરેક્ટર અને સુપરિન્ટેન્ડેન્ટ પણ હાજર હતાં. ડૉક્ટરોએ આ નિર્ણયની જાણ જેલ પ્રબંધનને કરી, જેમણે લાલુને ઉતાવળમાં દિલ્હી લઈ જવાની મંજૂરી આપી દીધી.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ