બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / Politics / defended rafale deal to stop it go bofors way former IAF chief BS Dhanoa

નિવેદન / પૂર્વ IAF ચીફ ધનાઓનું મોટુ નિવેદન, કહ્યું કે હું નહોતો ઇચ્છતો કે Rafale ડીલ પણ...

Divyesh

Last Updated: 11:33 AM, 30 July 2020

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ભારતીય વાયુ સેનાના પૂર્વ પ્રમુખ બીએસ ધનોઆએ રાફેલ લડાકૂ વિમાનના ભારતની ધરતી પર ઉતરવાનું સ્વાગત કર્યું. આ સાથે જ કહ્યું કે તેઓને રાજકીય વિવાદ હોવા છતા તેની ખરીદીની ડીલનો બચાવ એટલા માટે કર્યો હતો કે તેઓ ઇચ્છતા નહોતાં કે તેમાં પણ બોફોર્સ જેવું થાય. 1980ના દાયકામાં બોફર્સ તોપ ખરીદને લઇને કથિત રીતે લાંચ (રિશ્વત) આપવામાં આવી હતી અને ત્યાર બાદ રાજકીય વિવાદને લઇને રક્ષા ખરીદી પર ઘણો પ્રભાવ પડ્યો અને નોકરશાહ સેન્ય ખરીદ પર નિર્ણય લેતા પહેલા ભયભીત રહેતા હતા.

એર ચીફ માર્શલ (સેવાનિવૃત્ત) ધનોઆએ કહ્યું કે મે ડીલનો બચાવ એટલા માટે કર્યો હતો કે હું નહોતો ઇચ્છતો કે આ બોફર્સના રસ્તા પર જાય. આપણે રક્ષા ખરીદ પ્રક્રિયાના રાજનીતિકરણ વિરુદ્ધ હતા. આ વાયુસેનાની ક્ષમતાનો સવાલ હતો. 

NDA સરકારે 23 સપ્ટેમ્બર, 2016ના રોજ ફ્રાંસની એયરોસ્પેસ કંપની ધસાલ્ટ એવિએશનની સાથે 36 લડાકૂ વિમાન ખરીદવા માટે 59,000 કરોડ રૂપિયાની ડીલ કરી હતી. જેના અંદાજે ચાર વર્ષ બાદ ભારતને બુધવારે પાંચ રાફેલ લડાકૂ વિમાન મળ્યાં. 

ધનોઆએ કહ્યું, હું ભારતીય વાયુસેના માટે ઘણો ખુશ છું, કારણ કે રાફેલ એરક્રાફટે વાયુસેનાની શક્તિમાં વધારો કર્યો છે. ઉલ્લેખનીય છેકે ધનોઆ પછી ગત વર્ષે સપ્ટેમ્બરમાં વાયુસેનાની કમાન રાકેશ કુમાર સિંહ ભદોરિયાએ સંભાળી છે. 

એર ચીફ માર્શલ (સેવાનિવૃત્ત) અરુપ સાહાએ કહ્યું કે રાફેલનો વાયુસેનામાં સામેલ થવા પર તેની શક્તિમાં વધારો થયો, પરંતુ દેશને ઓછામાં ઓછા 126 રાફેલની જરૂરિયાત છે, જેની કલ્પના પહેલા કરવામાં આવી હતી. તેમના કાર્યકાળમાં આ ડીલ થઇ હતી. 

સાહાએ કહ્યું કે આ એક સારુ વિમાન છે. આ હાલના તબક્કાનું સર્વશ્રેષ્ઠ વિમાનમાંનું એક છે. આ હવાઇ ક્ષેત્રમાં શક્તિ મામલે વાયુસેનાની ક્ષમતાઓને વધારાવા જઇ રહ્યું છે. આપણને આ પ્રકારના કુલ ઓછામાં ઓછા 126 વિમાનની જરૂરિયાત છે. 

સંકળાયેલા મુદ્દાઓ

Former chief BS Dhanoa Rafale deal બીએસ ધનોઆ બોફર્સ રાફેલ ડીલ લાંચ rafale deal
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ