DDC election last wish fulfilled pakistan refugee on voting first time
ભાવુક થયા /
DDC ચૂંટણીઃ 1947ના વિભાજન બાદથી રહેતા પાકિસ્તાની શરણાર્થીઓ મતદાન કરી ભાવુક થયા, કહ્યું - અંતિમ ઇચ્છા...
Team VTV09:30 AM, 05 Dec 20
| Updated: 09:39 AM, 05 Dec 20
જમ્મૂમાં જિલ્લા વિકાસ પરિષદ (DDC)ના ત્રીજા તબક્કાની ચૂંટણીમાં મતદાન પછી પોતાની આંગળી પર લાગેલી સ્યાહીને જોઇને 87 વર્ષના લાલ ચંદ અને તેમની 82 વર્ષની પત્ની ત્રિવિતાની આંખો ભીની થઇ ગઇ. દંપતિએ કહ્યું કે જીવનમાં એકવાર મતદાન કરવાની અમારી ઇચ્છા આજે પુરી થઇ ગઇ.
ઉલ્લેખનીય છે કે લાલચંદ અને તેમની પત્ની પશ્ચિમ પાકિસ્તાની શરણાર્થી (Pakistan Refugees)છે, જે 1947ના વિભાજન દરમિયાન ભારતમાં આવી ગયા હતા.
ગત વર્ષે 5 ઓગસ્ટના રોજ કેન્દ્ર દ્વારા સંવિધાનની કલમ 370ને દૂર કર્યા બાદ અંદાજે 1.50 લાખ અન્ય લોકોને જમ્મૂ-કાશ્મીરમાં સ્થાનિક ચૂંટણીમાં મતદાન કરવાની યોગ્યતા પ્રાપ્ત થઇ છે.
14 વર્ષની ઉંમરમાં 1947માં પશ્ચિ પાકિસ્તાનથી ભાગીને લાલચંદે કહ્યું કે મે મારા જીવનમાં પહેલી વખત મતદાન કર્યું છે. તેઓએ કહ્યું કે અમારી અંતિમ ઇચ્છા પુરી થઇ ગઇ છે. તેમના ગામ ચક જાફરમાં ઘણા અન્ય પશ્ચિમ પાકિસ્તાનના શરણાર્થિઓના ઘરમાં ઉત્સવ જેવો માહોલ જોવા મળ્યો.
પાકિસ્તાનના શરણાર્થી એકશન કમિટીના અધ્યક્ષ લાબા રામ ગાંધીએ કહ્યું, અમે આ ચૂંટણીમાં મતદાન કરીને ઘણા ખુશ છીએ. આ દેશ માટે એક સંદેશ છે કે સાત દાયકા પછી અમારી સાથે ન્યાય થયો છે. આજે અમને આઝાદી મળી છે. ગ્રામજનોએ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહને તેમના હક આપવા બદલ ધન્યવાદ.