બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / Danger of hurricane named 'Taukte' on Gujarat

હવામાન વિભાગ / ગુજરાત પર 'તૌકતે' નામના વાવાઝોડાનો ખતરો, આ તારીખે દરિયા કિનારે ત્રાટકવાની સંભાવના

Shyam

Last Updated: 07:05 PM, 12 May 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

આગામી 19 અને 20 મેના વાવાઝોડુ ગુજરાતના દરિયા કિનારે ત્રાટકશે. તૌકતે નામનું વાવાઝોડુ ગુજરાતના દરિયા કિનારે ત્રાટકશે

  • ગુજરાત પર વધુ વાવાઝોડાનું સંભવિત ખતરો 
  • સંભવિત વાવાઝોડા મામલે હવામાન વિભાગનું નિવેદન
  • હાલ પરિસ્થિતિ પર નજર રાખી રહ્યા છે: હવામાન વિભાગ

ગુજરાત પર વધુ એક વાવાઝોડાનું સંકટ છે. આગામી તારીખ 19 અને 20 મેના વાવાઝોડુ ગુજરાતના દરિયા કિનારે ત્રાટકશે. તૌકતે નામનું વાવાઝોડુ ગુજરાતના દરિયા કિનારે ત્રાટકશે. 16 મે સુધીમાં વાવાઝોડુ સક્રિય થવાની સંભાવના છે. આ દરમિયાન 35-40 કિમી સુધીની ઝડપે પવન ફૂંકાઇ શકે છે. લો પ્રેશર સર્જાયા બાદ વાવાઝોડાની દિશા નક્કી થશે..

વાવાઝોડા અંગે પ્રદીપસિંહ જાડેજાનું નિવેદન

ગુજરાતમાં સંભવિત વાવાઝોડાને લઈને ગૃહરાજ્યમંત્રી પ્રદીપસિંહ જાડેજાનુ નિવેદન આપ્યું છે. પ્રદીપસિંહે કહ્યું, સંભવિત વાવાઝોડાને લઈ સતર્ક રહેવા તંત્રને સૂચના અપાઈ ચૂકી છે. વાવાઝોડુ સૌરાષ્ટ્ર-કચ્છમાં ત્રાટકવાની સંભાવનાને પગલે તંત્રને અલર્ટ કરાયું છે. સંભવિત વાવાઝોડાને લઈને રાજ્યના મહેસુલ વિભાગ દ્વારા કાર્યવાહી શરૂ કરાઈ છે. સંભવિત વાવાઝોડાને લઈ જિલ્લા કલેક્ટરોને પણ અલર્ટ કરી દેવાયા છે. ગઈકાલે રાજ્યના મુખ્ય સચિવે દ્વારા પણ પ્રી-મોન્સૂન પ્લાન અંગે મિટિંગ યોજાઈ હતી. 16મેના રોજ ગુજરાતના દરિયાકાંઠે વાવાઝોડાની સંભાવના છે.

સંકળાયેલા મુદ્દાઓ

Cost LIne Weather Forcast hurricane તૌકતે દરિયા કિનારો વાવાઝોડું Hurricane
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ