બ્રેકિંગ ન્યુઝ

logo
logo

1983ના 41 વર્ષ જૂના કેસમાં દાઉદ ઇબ્રાહિમ દોષ મુક્ત

logo

22 એપ્રિલથી 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'ના કલાકાર સોઢીનો સંપર્ક કટ

logo

અમેરિકામાં રોડ અકસ્માતમાં આણંદની 3 ગુજરાતી મહિલાઓના મોત, સમાજમાં શોકની લાગણી

logo

લોકસભા ચૂંટણી 2024: બીજા તબક્કાનું મતદાન પૂર્ણ, UPમાં સૌથી ઓછું મતદાન તો ત્રિપુરામાં થયું બમ્પર વોટિંગ

logo

રાજ્યમાં ઉનાળાની ઋતુમાં હવામાન વિભાગની કમોસમી વરસાદની આગાહી, આગામી 24 કલાક માટે સામાન્ય વરસાદની આગાહી, દક્ષિણ, મધ્ય અને ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી

logo

Gujarat BREAKING : સુરત લોકસભા બેઠકના કોંગ્રેસ ઉમેદવાર નિલેશ કુંભાણીને પક્ષમાંથી છ વર્ષ માટે કરાયા સસ્પેન્ડ, ફોર્મ રદ્દ થયા બાદ કોંગ્રેસ દ્વારા કરાઇ કાર્યવાહી

VTV / અજબ ગજબ / cycle man video viral do stunt with cycle in stair and cane line

OMG / "ખતરો કે ખિલાડી" યુવકના સાઇકલ પર કરતબ જોઇને તમે પણ રહી જશો દંગ

MayurN

Last Updated: 08:45 PM, 15 July 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

સોશિયલ મીડિયા પર જ્યારે પણ કોઇ પ્રોફેશનલ સ્ટંટમેનનો વીડિયો સામે આવે છે ત્યારે તેને જોઇને લોકો આશ્ચર્યમાં પડી જાય છે. ત્યારે આવા જ એક સ્ટંટમેનનો વીડિયો સામે આવ્યો છે.

  • યુવકનો સાયકલ સ્ટંટનો વિડીયો વાયરલ 
  • લોકો જોઇને રહી ગયા દંગ અને કહ્યું ખતરો કે ખિલાડી 
  • સ્ટંટ કરવા એટલા સરળ નથી હોતા

સોશ્યલ મિડિયા પર તમને ઘણા સ્ટંટના વિડિયો જોયા હશે. આમ જોવા જઈએ તો આજના યુવાનો ગમે તે હદ સુધી ફેમસ થવા જાય છે. ઘણી વખત લોકો પોતાના જીવને પણ જોખમમાં મુકી  દે છે. જો કે સ્ટંટ કરવા એટલા સરળ નથી હોતા. આ માટે, તમારે ઘણી તાલીમની જરૂર છે. એટલે જ જ્યારે કોઈ પ્રશિક્ષિત સ્ટંટમેન સ્ટંટ કરે છે ત્યારે દુનિયા તેની પર નજર રાખતી રહી જાય છે. આ દિવસોમાં પણ આવા જ એક સ્ટંટમેનનો વીડિયો સામે આવ્યો છે. જેમાં આ વ્યક્તિએ પોતાની સાઇકલને ખૂબ જ સુંદરતા સાથે સંતુલિત કરી છે.

ઘરની અંદર સીડી પર ચલાવે છે સાયકલ
વીડિયોમાં તમે જોઈ શકો છો કે, એક વ્યક્તિ ઘરની અંદર મસ્તી સાથે ઘરની અંદર સાઈકલ ચલાવતો જોવા મળી રહ્યો છે. તે પોતાની સાઇકલથી આવા અદ્ભુત પરાક્રમો કરે છે. જેને જોઈને તમે પણ એક જ વાત કહેશો - આ ખરેખર ખતરો કે ખેલાડી છે. જુઓ આ વીડીયો.

 

ગજબ બેલેન્સિંગ સ્કિલ
વાયરલ થઈ રહેલા વીડિયોમાં તમે જોઈ શકો છો કે એક વ્યક્તિ મસ્તી સાથે ઘરની અંદર સાઈકલ ચલાવતી વખતે પોતાનું પરાક્રમ બતાવી રહ્યો છે. સૌથી પહેલા તો તે ઘરની સીડી પર પોતાની સાઇકલને ઊંધી બેલેન્સ કરે છે. ત્યાર બાદ તે સાઇકલ દ્વારા ડ્રોઇંગરૂમમાં આવે છે અને પછી તે સાઇકલને સોફા પર લઇ જાય છે અને પછી રેડ બુલની બોટલોથી બનેલી પાતળી સી લાઇન પર પોતાની બેલેન્સિંગ સ્કિલ બતાવે છે. એ પછી તે ચાના વાસણોની ઉપર સ્ટંટ કરે છે, પછી વોશિંગ મશીન પર સરકી જાય છે અને ઘરની બહાર લાકડાના બોક્સ ઉપરથી કૂદીને ટ્રેમ્પોલિન અને પછી ત્યાંના સ્ટંટ બતાવે છે.

લોકોએ આપી પ્રતિક્રિયાઓ 
42 સેકન્ડના આ વીડિયોને મોરીસા શ્વાર્ટઝ (ડો.રિસ્સી) નામના યુઝરે ટ્વિટર પર શેર કર્યો છે. ત્યારે એક યુઝરે લખ્યું, "આ સ્ટંટ કરવા માટે વ્યક્તિએ વર્ષો સુધી સખત મહેનત કરી હશે. આ સાથે જ અન્ય એક યુઝરે લખ્યું કે, "જો વ્યક્તિ અહીં સહેજ પણ ભૂલ કરે છે, તો આ ઈજા ભયંકર લાગી શકતી હતી." જ્યારે અન્ય એક યુઝરે તેને એક મહાન પ્રતિભા ગણાવી છે. આ સિવાય પણ ઘણા અન્ય યૂઝર્સે આ વીડિયો પર કમેન્ટ કરીને પોતાની પ્રતિક્રિયા શેર કરી છે.
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ