બ્રેકિંગ ન્યુઝ
VTV / crpf vip security bulletproof car
Divyesh
Last Updated: 08:57 AM, 20 November 2019
ADVERTISEMENT
સૂત્રોને મળતી જાણકારી મુજબ CRPF જલ્દી જ લેવલ-4ની બુલેટ પ્રુફ ગાડીઓ ખરીદવા જઇ રહી છે, જેના માટે પ્રક્રિયા શરૂ થઇ ચુકી છે. CRPF હાલમાં 58 લોકોને વીઆઇપી સુરક્ષા આપી રહી છે, જેમાં હાલમાં જ SPG માંથી આવેલા 5 પ્રોટેક્ટી સામેલ છે. આ માટે CRPFની 4 બટાલિયન દેશભરમાં 30 મહત્વપૂર્ણ જગ્યાઓ પર સેન્ટર બનાવની તૈનાત કરવામાં આવ્યાં છે. CRPF ની એક બટાલિયનમાં સાત કંપનીઓ સામેલ હોય છે જેમાં અંદાજે 7000 જવાન હોય છે.
SPG ના ટેક્નિકલ ગેજેટ્સનો ઉપયોગ કરશે CRPF
ADVERTISEMENT
સૂત્રોને મળતી જાણકારી મુજબ CRPF અત્યારે જે SPG ની ગાડીઓનો ઉપયોગ ગાંધી પરિવાર માટે કરી રહી છે, તેની સાથે-સાથે ઘરની સુરક્ષામાં જે ટેકનિકલ ગેજેટ્સ લાગેલા છે, તેનો પણ ઉપયોગ CRPF કરશે. એક મળતી જાણકારી મુજબ CRPF સીસીટીવી કેમેરાની સાથે-સાથે ઘરમાં લાગેલા આધુનિક ટેક્નિકલ ગેજેટ્સનો પણ ઉપયોગ કરશે.
SPG અને NCG માંથી આવેલા જવાનો કરી રહ્યાં છે સુરક્ષા
આ સાથે CRPF માં હાજર 39માંથી 40 ટકા જવાન જે વીઆઇપી સુરક્ષામાં લાગેલા છે, તેઓ SPG માંથી જ પાછા આવેલા છે. આ એ જવાનો છે જે SPG માં પોતાની ડેપુટેશનનો કાર્યકાળ પુરો કરીને CRPF માં આવ્યાં હોય. તે સિવાય 35 ટકા કમાન્ડો એવા છે જે NSG માં પોતાની વીઆઇપી સુરક્ષાનો કાર્યકાળ પુરો કરી CRPF ના મૂળ કેડરમાં પરત આવ્યાં. હવે VIP સુરક્ષામાં લાગેલા છે.
વિદેશ નહી જાય CRPF
ગાંધી પરિવારને Z + સુરક્ષા CRPF તરફથી આપવામાં આવી રહી છે. CRPF નો વિદેશ જવાનો કોઇ મેન્ડેટ નથી. SPG માં વિદેશ જઇને પણ સુરક્ષા કરવાનો મેન્ડેટ હતો. બીજા શબ્દોમાં કહી શકાય કે રાહુલ ગાંધી, પ્રિયંકા ગાંધી વાડ્રા અને સોનિયા ગાંધીની સાથે CRPF હવે વિદેશ જશે નહીં. CRPF માત્ર એરપોર્ટ સુધી વીઆઇપીને સુરક્ષા આપશે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.