COVID-19 scare in senior Indian cricket team as players test positive
મહામારી /
BIG NEWS : અમદાવાદ વનડે પહેલા ટીમ ઈન્ડીયાને મોટો ઝટકો, ધવન-અય્યર સહિત 8 ખેલાડી કોરોના પોઝિટીવ
Team VTV09:32 PM, 02 Feb 22
| Updated: 09:56 PM, 02 Feb 22
અમદાવાદ વનડે પહેલા ટીમ ઈન્ડીયાને મોટો ઝટકો લાગ્યો છે. શિખર ધવન, શ્રેયસ અય્યર, ઋતુરાજ ગાયકવાડ સહિત 8 ખેલાડીઓ કોરોના પોઝિટીવ નીકળતા હડકંપ મચ્યો છે.
અમદાવાદ વનડે પહેલા ટીમ ઈન્ડીયાને મોટો ઝટકો
ટીમ ઈન્ડીયાના 8 ખેલાડીઓ કોરોના પોઝિટીવ
શિખર ધવન, શ્રેયસ અય્યર, ઋતુરાજ ગાયકવાડ થયા કોરોના સંક્રમિત
6 ફેબ્રુઆરીથી વેસ્ટ ઈન્ડીઝ સામે શરુ થશે 3 સીરિઝની વનડે
હાલ ટીમ ઈન્ડીયા અમદાવાદમાં
અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં 6ઠ્ઠી ફેબ્રુઆરીથી વેસ્ટઈન્ડીઝ સામેની 3 વનડે પહેલા ટીમ ઈન્ડીયા માટે માઠા સમાચાર આવ્યાં છે. શિખર ધવન, શ્રેયસ અય્યર, ઋતુરાજ ગાયકવાડ સહિત 8 ખેલાડીઓ કોરોના પોઝિટીવ નીકળ્યાં છે. કોરોના પોઝિટીવ થનાર તમામ ખેલાડીઓ અને આખી ટીમને ક્વોરન્ટાઈન કરી દેવાઈ છે. હાલમાં 3 ખેલાડીઓના નામ સામે આવ્યાં છે જ્યારે બાકીના પાંચ ખેલાડીઓ માટે બીસીસીઆઈના સત્તાવાર નિવેદનની રાહ જોવાઈ રહી છે.
BCCIના કોષાધ્યક્ષ અરુણ ધૂમલે કરી પુષ્ટિ
BCCIના કોષાધ્યક્ષ અરુણ ધૂમલે ભારતીય ટીમમાં કોરોના કેસની પુષ્ટિ કરી દીધી છે. ધૂમલે જણાવ્યું કે કેટલાક ખેલાડી અને સપોર્ટ સ્ટાફના સભ્યો કોરોના પોઝિટીવ નીકળ્યા છે. BCCIની આ કેસ પર નજર છે.
It has been brought to the notice that some players and some support staff have tested positive for #COVID19...BCCI is watching the situation: Arun Kumar Dhumal, BCCI Treasurer to ANI
ભારત અને વેસ્ટ ઈન્ડીઝ સીરિઝનું શિડ્યુઅલ બદલાય તેવી સંભાવના
મીડિયા રિપોર્ટ અનુસાર ભારત અને વેસ્ટ ઈન્ડીઝ વચ્ચેની સીરિઝનું શિડ્યુઅલ પણ બદલાય તેવી સંભાવના છે. બીસીસીઆઈની મેડિકલ ટીમ આ કેસ પર ચાંપતી નજર રાખી રહી છે. કોરોના પોઝિટીવ થતા આ ખેલાડીઓને સીરિઝમાંથી બહાર રાખવામાં આવે તેવી સંભાવના છે. બીસીસીઆઈ ટૂંક સમયમાં નવા ખેલાડીની જાહેરાત કરી શકે છે. મીડિયા રિપોર્ટ અનુસાર RT-PCR ટેસ્ટમાં ટીમ ઈન્ડીયાના તમામ ખેલાડીઓ નેગેટિવ આવ્યાં હતા પરંતુ બુધવારે થયેલા ટેસ્ટમાં શિખર ધવન, ઋતુરાજ ગાયકવાડ અને શ્રેયર અય્યર કોવિડ પોઝિટીવ નીકળ્યાં હતા.
કયા 8 ખેલાડીઓ કોરોના પોઝિટીવ થયા
શિખર ધવન
શ્રેયસ અય્યર
ઋતુરાજ ગાયકવાડ
બાકીના પાંચના નામ જાહેર કરાયા નથી
ભારતીય ક્રિકેટ ટીમ સાથે ત્રણ એક દિવસીય મેચ અને ત્રણ T-20 સીરીઝ માટે પ્રવાસી વેસ્ટ ઇન્ડીઝ ટીમ આજે સાંજે અમદાવાદ આવી પહોચી છે. અમદાવાદમાં વન ડે સીરીઝ અને કોલકાતામાં T20 સિરીઝમાં રમાશે. 3 વન ડે અને 3 ટી-20 સીરીઝ રમવા પહોચેલી વેસ્ટ ઇન્ડીઝ ટીમના તમામ ખેલાડીઓને ત્રણ દિવસના ક્વોરન્ટીન રહેવુ પડશે. અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડીયમમાં એક નવો ઈતિહાસ રચાશે. આ મેચ સાથે જ ભારતીય ક્રિકેટ ટીમ 1000મી વન ડે રમનારી વર્લ્ડની પહેલી ટીમ બનશે.આ ઐતિહાસિક મેચનું સાક્ષી અમદાવાદ અને નરેન્દ્ર મોદી સ્ટેડીયમ બનશે. ત્રણ એક દિવસીય મેચની આ શ્રુંખલા 6 ઠ્ઠી ફેબ્રુઆરીથી શરુ થશે. જો કે.પૂર્વ નિર્ધારિત રીતે મોદી સ્ટેડીયમમાં એક પણ દર્શકને પ્રવેશ નહિ મળી શકે. તો કોલકાતામાં આયોજિત T20 સિરીઝમાં 75% દર્શકોને પ્રવેશ મળશે. આ T20 સીરીઝ 16 ફેબ્રુઆરીથી કોલકાતામાં રમાશે.
વન ડે- શેડ્યુલ
પહેલી વનડે - 6 ફેબ્રુઆરી, અમદાવાદ
બીજી વનડે- 9 ફેબ્રુઆરી, અમદાવાદ
ત્રીજી વનડે- 11 ફેબ્રુઆરી, અમદાવાદ