Team VTV08:13 PM, 26 May 22
| Updated: 08:49 PM, 26 May 22
સગીર પિતરાઇ ભાઈઓને ગેમ બાબતે માથાકૂટ થઈ તો માથામાં પથ્થર મારી દીધો, બેભાન ભાઈ મરી ગયો છે સમજી હાથ-પગ બાંધીને કૂવામાં ફેંકી દીધો
ગેમ રમતા બાળકોના માતા-પિતા સાવધાન
ખેડામાં પિતરાઇ ભાઇએ કરી પિતરાઇ ભાઇની હત્યા
ગેમમાં વિવાદ થતા સગીરે કરી સગીરની હત્યા
જો મા-બાપ પોતાના બાળકો પ્રત્યે ધ્યાન નહી આપે તો આવું તમારા બાળક સાથે પણ થઈ શકે છે. એક સૌથી ચોંકાવનારી ઘટના સામે આવી છે. ખેડામાં મોબાઇલ ગેમ રમતા પિતરાઈ ભાઈએ જ પિતરાઈ ભાઈની હત્યા કરી નાખતા ચકચાર મચી છે.
ગેમ રમતા સમયે થઈ માથાકૂટ
મધ્ય ગુજરાતના ખેડા જિલ્લામાં મોબાઈલ ગેમ રમવાનીની બાબતે પિતરાઈ ભાઈ એ પિતરાઈ ભાઈની હત્યા કરી હોવાની ઘટના બનવા પામી છે ખેડા જિલ્લાના ખેડા તાલુકાના ગોબલજ ગામે ગત તારીખ 22મી મેં ના રોજ 2 પિતરાઈ ભાઈ મોબાઈલ પર ગેમ રમતા હતા તે સમયે બીજા ભાઈનો વારો આવતા એક પિતરાઈ ભાઈ એ મોબાઈલ ફોન આપવાની ના પાડતા બીજા ભાઈને મનદુઃખ થતા એક પિતરાઈ ભાઈ એ બીજા પિતરાઈ ભાઈને માથામાં વજનદાર પથ્થર માર્યો હતો
બેભાન ભાઈ મૃત્યુ પામ્યો છે સમજી કૂવામાં ફેકી દીધો
સગીરને પથ્થર વાગ્યા બાદ તે ઢળી પડ્યો હતો. હુમલો કરનાર પથ્થર સગીરે ભાઈ બેભાન થતા માની લીધું કે તેનું મૃત્યુ થયું છે માટે બેભાન પિતરાઈ ભાઈના હાથ તાર થી બાંધી તેને નજીક ના કુવા માં ફેંકી દીધો હતો જ્યાં બેભાન ભાઈનું કુવામાં મૃત્યુ થયું હતું મૃતકના પરિવારજનો તેની શોધખોળ કરતા તે ભાઈ ના મળતા ખેડા ટાઉન પોલીસ મથકે ફરિયાદ આપી હતી.
ત્રણ દિવસ બાદ સગીર ભાઈએ પોલીસ તપાસમાં કબૂલ્યું
પોલીસની આ શોધખોળ ત્રણ દિવસ સુધી ચાલી હતી. ત્યારબાદ કાયદાના સંઘર્ષમા આવેલ સગીરને સાથે રાખી ઘટના સ્થળે લઈ જવામા આવ્યો.જેમાં ગોબલેજ ગામ માં આવેલ ઓએનજીસીની બાજુમા આવેલ કુવાની નજીક જતા લાશ મળી આવી હતી.. લાશને બહાર કાઢી પીએમ અર્થે ખસેડી હતી. પોલીસે બાબતમાં વધુ તપાસ કરતા એક પિતરાઈ ભાઈ એ બીજા પિતરાઈ ભાઈ ની હત્યા કરી હોવાનો ભેદ ખુલ્યો હતો અત્રે ઉલ્લેખનીય છે કે મરણજનાર સગીર છે અને હત્યા કરનાર પિતરાઈ ભાઈ પણ સગીર છે. પોલીસે સગીર આરોપીની અટકાયત કરી સમગ્ર મામલે આગળની કાર્યવાહી હાથ ધરી છે.