બ્રેકિંગ ન્યુઝ
VTV / Coronavirus Vaccine Treatment Drug Update Hetero
Kavan
Last Updated: 04:53 PM, 21 June 2020
ADVERTISEMENT
આ દવા ભારતમાં 'Covifor' નામે વેચવામાં આવશે. એક દિવસ પહેલા, ગ્લેનમાર્ક ફાર્માસ્યુટિકલ્સને કોરોના ઉપચાર માટે ફેવિપીરવીરનું સામાન્ય આવૃત્તિ શરૂ કરવાની મંજૂરી મળી. ગ્લેનમાર્કે આ દવાને ફબીફ્લૂ(FabiFlu) નામથી શરૂ કરી છે.
ગેમચેન્જર સાબિત થઇ શકે છે આ દવા
ADVERTISEMENT
કંપનીના જણાવ્યા પ્રમાણે DGCIએ કોવિડ-19ના સંદિગ્ધ અને કન્ફર્મ દર્દીઓના ઇલાજમાં આ દવાના ઉપયોગની મંજૂરી આપવામાં આવી છે. ગંભીર રીતે બીમાર થયેલા લોકોને આ દવા આપવામાં આવશે. કંપનીએ કહ્યું કે, ભારતમાં કોરોનાના વધતા મામલાને જોતા કોવિફોરને એપ્રુવલ ગેમચેન્જર સાબિત થઇ શકે છે. કારણ કે ક્લિકકલ આઉટકમ પોઝિટિવ રહ્યા છે. Hetero નો દાવો છે કે, દેશભરમાં દર્દીઓને આ દવા તાત્કાલિક ઉપલબ્ધ કરાવવામાં આવે.
દવા 100 એમજીના ઇન્જેક્શનમાં આવશે
Covifor દવા 100 મિલીગ્રામની શીશી (ઇન્જેક્ટેબલ) માં ઉપલબ્ધ હશે. ડોક્ટર અથવા હેલ્થકેર વર્કરની દેખરેખ તે નસમાં લગાવવું પડે છે. કોવિડ -19 ની સારવારના ક્ષેત્રને વિસ્તૃત કરવા માટે કંપનીએ આ દવા માટે યુ.એસ.ના ગિલિયડ સાયન્સિસ ઇન્ક સાથે જોડાણ કર્યું છે. હેટોરો ગ્રુપ ઓફ કંપનીઓના અધ્યક્ષે કહ્યું કે, કંપની ક્ષણની જરૂરિયાત પૂરી કરવા માટે જરૂરી સ્ટોક આપવા તૈયાર છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.