બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / coronavirus lockdown central government scheme economics help poor farmers women jan dhan kisan ujjwala narendra modi

સહાય / મોદી સરકારની આ 5 યોજનાઓ કોરોના સંકટમાં કરી રહી છે દેશવાસીઓની મદદ

Bhushita

Last Updated: 11:15 AM, 11 May 2020

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

કોરોનાના સંકટની ઘડીમાં દેશભરમાં લૉકડાઉનની સ્થિતિ છે ત્યારે ઉદ્યોગ અને ધંધા સંપૂર્ણ રીતે ઠપ્પ થયા છે. મજૂરોની સામે આજીવિકાનું સંકટ છે તો ગરીબોને પોતાનું અને પરિવારનું પેટ ભરવા માટે બે ટંકનું ભોજન પણ મળવું મુશ્કેલ છે. આ સમયે કેન્દ્ર સરકારની 5 યોજનાઓ ગરીબો માટે મદદગાર સાબિત થઈ છે. મોદી સરકારની પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ પેકેજના આધારે ગરીબોને ફ્રીમાં અન્નની સાથે મહિલાઓ, વૃદ્ધો અને ખેડૂતોને આર્થિક મદદ પણ આપવામાં આવી રહી છે.

  • મોદી સરકારની 5 યોજનાઓ બની સંકટ સમયની સાંકળ
  • જનધન ખાતાની મદદથી મહિલાઓને મળ્યા રૂપિયા
  • પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ પેકેજથી ગરીબોની થશે મદદ

જનધન ખાતું - 3 મહિને 500 -500 રૂપિયાની મદદ

કોરોના સંક્રમણના સંકટમાં ગરીબોને માટે જનધન બેંક ખાતું મદદરૂપ બન્યું છે. લોકડાઉનમાં ગરીબોને ઘર ચલાવવા માટે આર્થિક મુશ્કેલી ન આવે તે માટે કેન્દ્રની મોદી સરકારે પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ પેકેજના આધારે મહિલાઓના જનધન ખાતામાં 500-500 રૂપિયાની રકમ મોકલવાનું શરૂ કર્યું છે. સરકારે 3 મહિના એપ્રિલ, મે અને જૂન સુધી 20 કરોડ મહિલાઓના સહાય આપવાનું નક્કી કર્યું છે. આ સિવાય રાષ્ટ્રીય સામાજિક સહાયતા કાર્યક્રમના આધારે 2.82 કરોડ વૃદ્ધ નાગરિકો, વિધવાઓ અને દિવ્યાંગ માટે 1405 કરોડ રૂપિયાની સહાયતા કરવામાં આવી છે. 

હાલ સુધીમાં આટલી રકમ મહિલા જનધન ખાતાધારકોને આપવામાં આવી

કેન્દ્રીય મંત્રી નરેન્દ્ર સિંહ તોમરે જણાવ્યું છે કે અમે મહિલાઓના ખાતામાં 10 હજાર 200 કરોડ રૂપિયા મોકલી દીધા છે. 10,025 કરોડ દેશના 20.05 કરોડ મહિલા જન ધન ખાતા ધારકોના ખાતામાં 500 રૂપિયાના પ્રથમ હપ્તા તરીકે મોકલવામાં આવ્યા હતા. આમાંથી લગભગ 8. 72 કરોડ મહિલા જન ધન ખાતાધારકો પણ ખાતામાંથી પાછા ખેંચે છે. તે જ સમયે 5.58 કરોડ મહિલા જન ધન ખાતાધારકોના ખાતામાં કુલ રૂ. 2785 કરોડ મોકલવામાં આવ્યા હતા.

ખાદ્ય સુરક્ષાના આધારે અનાજ

લોકડાઉનમાં ખાદ્ય સુરક્ષા યોજના ગરીબોને માટે મોટો સહારો છે. આ યોજનાના આધારે કેન્દ્ર સરકારે રાશન કાર્ડ ધારકોને 3 મહિનાનું રાશનની સરખામણીએ 2 ગણું રાશન આપવાનો નિર્ણય કર્યો હતો. ફૂડ સિક્યોરિટી એક્ટના આધારે 2 રૂપિયે કિલો ઘઉં અને 3 રૂપિયે કિલો ચોખાના દરેક વ્યક્તિ દીઠ 5 કિલો આપવામાં આવી રહ્યા છે. કોરોનામાં જે વધારે અનાજ આપવામાં આવશે તેને 3 મહિના માટે ફ્રી કરી દેવામાં આવ્યું છે.  પાસવાને કહ્યું કે દેશમાં 81 કરોડ લાભાર્થીઓ છે, ત્યારબાદ તેના પર કુલ 46 હજાર કરોડ રૂપિયા ખર્ચ કરવામાં આવ્યા. ઘઉં-ચોખા ઉપરાંત દાળ આપવામાં આવી રહી છે. ઉલ્લેખનીય છે કે 36 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોએ 67.65 લાખ ટન અનાજ એકત્રિત કર્યું છે.

સંકળાયેલા મુદ્દાઓ

Farmers Government Scheme jan dhan kisan ujjwala lockdown આર્થિક મદદ કોરોના વાયરસ ખેડૂતો ગરીબો મોદી સરકાર લૉકડાઉન coronavirus
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ