બ્રેકિંગ ન્યુઝ
ADVERTISEMENT
આઇએમએસથી ફંડ મળવામાં મોડું થતા પાકિસ્તાનની સમસ્યા વધારે વધી શકે છે. કોરોના વાયરસ સંક્રમણના કારણે પહેલાથી પાકિસ્તાનની અર્થવ્યવસ્થાને ખૂબ નુકસાન પહોંચ્યું છે. આર્થિક સંકટના ડરથી પાકિસ્તાની પીએમ ઇમરાન ખાને દેશમાં લૉકડાઉન કરવાની પણ ના પાડી દીધી હતી.
પાકિસ્તાની મીડિયા રિપોર્ટ અનુસાર આઇએમએફ હાલ 6 અરબ ડૉલરના પેકેજ હેઠળ લોનની મંજૂરી પાકિસ્તાનના અનુરોધ પર વિચાર કરશે નહીં. લોનની ત્રીજા હપ્તાની મંજૂરીને લઇને 6 માર્ચે સમીક્ષા બેઠક થવાની હતી પરંતુ આઇએમએફએ 10 એપ્રિલ સુધી ટાળી દીધી હતી. આઇએમએફથી પાકિસ્તાનને 6 અરબ ડૉલરના પેકેજ હેઠળ ત્રીજા હપ્તામાં 45 કરોડ ડૉલરની લોન મળવાની હતી.
ADVERTISEMENT
ચીન, સાઉદી અરબ અને યૂએઇથી ભારે ભરકમ લોન લીધા બાદ પાકિસ્તાને આઇએમએફનો દરવાજો ખખડાવ્યો હતો. દેવાળુ થવાની કગાર પર પહોંચી ચુકેલા પાકિસ્તાનને આઇએમએસે ગત વર્ષે જુલાઇ મહિનામાં 6 અરબ ડૉલર આપવા પર સહમતિ વ્યક્ત કરી હતી. એ સાથે જ પાકિસ્તાનની સરકાર સામે આર્થિક સુધારો લાગૂ કરવાની પણ શરત રાખી હતી.
આઇએમએફનું કહેવું છે કે હાલ આ કોરોના સંકટને ધ્યાનમાં રાખીને પાકિસ્તાનને 1.4 અરબ ડૉલરની આપાતકાલીન આર્થિક મદદ ઉપલબ્ઘ કરાવવાનો પ્રયત્ન કરી રહ્યું છે.
ADVERTISEMENT
જો કે 25 માર્ચે ઇમરાન ખાનના નાણાંકીય સલાહકાર હાફિઝ શેખે જણાવ્યું હતું કે પાકિસ્તાને આઇએમએફથી કોરોના વાયરસની મહામારીના આર્થિક સંકટથી નિપટવા માટે 1.4 અરબ ડૉલર આપવાનો અનુરોધ કર્યો છે. પ્રેસ કોન્ફ્રેન્સમાં મંત્રીએ એવું પણ જણાવ્યું કે આ મદદ 6 અરબ ડૉલરની લોનથી અલગ હશે. આ ઉપરાંત એમને વિશ્વ બેંક પાસેથી પણ 1 અરબ ડૉલરની આર્થિક મદદ મળવાની વાત કહી હતી.
ઉલ્લેખનીય છે કે કોરોના વાયરસના કારણે પાકિસ્તાનની અર્થવ્યવસ્થાને મોટુ નુકસાન પહોંચ્યું છે. હાલ ભૂખમરા અને બેરોજગારીની સીમા પર છે. પ્રધાનમંત્રી ઇમરાન ખાને લૉકડાઉન ના કરવાના નિર્ણની ટીકા પર કહ્યું હતું કે એ કોરોના વાયરસ પહેલા લોકોને ભૂખમરા અને ગરીબીથી નહીં મરવા દે. પાકિસ્તાની સરકારે કોરોના વાયરસના આર્થિક સંકટ સામે નિપટવા માટે 1.2 ટ્રિલિયન રૂપિયાની આર્થિક યોજના પેશ કરી છે. આ હેઠળ સરકાર આવતા ચાર મહિના માટે બનજીય આવક સહાયતા રકમને વધારીને 3000 રૂપિયા પ્રતિમાસ કરી દેશે. આ ઉપરાંત વેપારીઓની મદદ માટે પણ 100 અરબ રૂપિયા ખર્ચ કરવામાં આવશે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.