બ્રેકિંગ ન્યુઝ

logo
logo

22 એપ્રિલથી 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'ના કલાકાર સોઢીનો સંપર્ક કટ

logo

અમેરિકામાં રોડ અકસ્માતમાં આણંદની 3 ગુજરાતી મહિલાઓના મોત, સમાજમાં શોકની લાગણી

logo

લોકસભા ચૂંટણી 2024: બીજા તબક્કાનું મતદાન પૂર્ણ, UPમાં સૌથી ઓછું મતદાન તો ત્રિપુરામાં થયું બમ્પર વોટિંગ

logo

રાજ્યમાં ઉનાળાની ઋતુમાં હવામાન વિભાગની કમોસમી વરસાદની આગાહી, આગામી 24 કલાક માટે સામાન્ય વરસાદની આગાહી, દક્ષિણ, મધ્ય અને ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી

logo

Gujarat BREAKING : સુરત લોકસભા બેઠકના કોંગ્રેસ ઉમેદવાર નિલેશ કુંભાણીને પક્ષમાંથી છ વર્ષ માટે કરાયા સસ્પેન્ડ, ફોર્મ રદ્દ થયા બાદ કોંગ્રેસ દ્વારા કરાઇ કાર્યવાહી

logo

AAPના પૂર્વ નેતા અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા હવે કમળ ખિલવશે, આવતીકાલે જોડાશે ભાજપમાં

VTV / Coronavirus Cases Today: India reports 3,33,533 new covid cases, Active caseload currently stands at 21,87,205

BIG NEWS / કાબૂમાં નથી આવી રહ્યો કોરોના: આજે 3.33 લાખ નવા કેસ, પોઝિટીવીટી રેટ ચિંતાજનક સ્તરે

Parth

Last Updated: 09:59 AM, 23 January 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ભારતમાં કોરોના વાયરસની ત્રીજી લહેરની દહેશત વચ્ચે ફરીથી દૈનિક કેસના આંકડામાં ઉછાળો જોવા મળ્યો છે.

  • ભારતમાં કોરોના વાયરસને લઈને ચિંતાજનક સ્થિતિ 
  • સતત વધી રહ્યા છે નવા કેસ 
  • આજે 3.33 લાખ નવા કેસ નોંધાયા 

કોરોના નથી આવી રહ્યો કાબૂમાં 
ભારતમાં કોરોના વાયરસની ખતરનાક ત્રીજી લહેરમાં દરરોજ કોરોના વાયરસના કેસ સતત વધી રહ્યા છે. છેલ્લા 24 કલાકમાં ભારતમાં કોરોના વાયરસના નવા ત્રણ લાખ 33 હજાર કેસ નોંધાય છે જ્યારે 533 દર્દીઓ વાયરસ સામેની લડાઈ હારી ગયા અને જીવ ગુમાવ્યો છે. 

સતત વધી રહ્યા છે કેસ 
ભારતમાં ચિંતાની બાબત છે કે પોઝિટીવીટી રેટ વધીને 17.78 પર પહોંચી ગયો છે અને એક્ટિવ કેસની સંખ્યા 21 લાખ 87 હજારને પાર જતી રહી છે. સ્વાસ્થ્ય મંત્રાલય દ્વારા આપવામાં આવેલ આંકડાઓ અનુસાર 2 લાખ 59 હજાર દર્દીઓ સાજા પણ થયા છે. 

નવા વેરિયન્ટથી ખળભળાટ 
દેશ અને દુનિયામાં કોરોના વાયરસના વધતાં કેસ ફરી એક વાર ચિંતાનો વિષય બન્યા છે, કેટલાક વૈજ્ઞાનિકો માને છે કે હજુ તો ઓમિક્રૉન બાદ અનેક વેરિયન્ટ સામે આવવાના છે ત્યારે ઓમિક્રૉનમાંથી જ ઉત્પન્ન થયેલા વેરિયન્ટને કારણે ટેન્શન વધે તેવા સમાચાર સામે આવી રહ્યા છે. બ્રિટનમાં ઓમિક્રૉનની વંશાવલીનો નવો વેરિયન્ટ ઓમિક્રૉન BA.2 સામે આવ્યો છે જેના કારણે તંત્ર દોડતું થઈ ગયું છે. હાલમાં સ્વાસ્થ્ય તંત્ર દ્વારા નવા વેરિયન્ટની તપાસ અને રિસર્ચ શરૂ કરી દેવામાં આવ્યું છે અને જાણકારી અનુસાર ભારત સહિત આ વેરિયન્ટ દુનિયાના 40 દેશોમાં પહોંચી ગયો છે અને ઓમિક્રૉનની તુલનામાં આ નવા વેરિયન્ટથી સંક્રમણ વધુ તેજીથી ફેલાઈ રહ્યું છે. 

ભારતમાં પહોંચી ચૂક્યો છે ઓમિક્રૉન BA.2 
UKHSA દ્વારા કરવામાં આવેલ શોધમાં સામે આવ્યું છે કે નવો વેરિયન્ટ ભારત, સ્વીડન અને સિંગાપોર સહિત 40 દેશોમાં પહોંચી ગયો છે અને સૌથી વધારે કેસ ડેન્માર્કમાં જ સામે આવી રહ્યા છે. સિરમ ઇન્સ્ટિટ્યૂટ દ્વારા કહેવામાં આવ્યું છે કે ઓમિક્રૉન BA.2 નામક વેરિયન્ટમાં લોકોની ઈમ્યુનિટીને તોડવાની ક્ષમતા વધારે હોઈ શકે છે તેથી તે ખૂબ તેજીથી ફેલાશે. 

સંકળાયેલા મુદ્દાઓ

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ