બ્રેકિંગ ન્યુઝ

logo
logo

22 એપ્રિલથી 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'ના કલાકાર સોઢીનો સંપર્ક કટ

logo

અમેરિકામાં રોડ અકસ્માતમાં આણંદની 3 ગુજરાતી મહિલાઓના મોત, સમાજમાં શોકની લાગણી

logo

લોકસભા ચૂંટણી 2024: બીજા તબક્કાનું મતદાન પૂર્ણ, UPમાં સૌથી ઓછું મતદાન તો ત્રિપુરામાં થયું બમ્પર વોટિંગ

logo

રાજ્યમાં ઉનાળાની ઋતુમાં હવામાન વિભાગની કમોસમી વરસાદની આગાહી, આગામી 24 કલાક માટે સામાન્ય વરસાદની આગાહી, દક્ષિણ, મધ્ય અને ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી

logo

Gujarat BREAKING : સુરત લોકસભા બેઠકના કોંગ્રેસ ઉમેદવાર નિલેશ કુંભાણીને પક્ષમાંથી છ વર્ષ માટે કરાયા સસ્પેન્ડ, ફોર્મ રદ્દ થયા બાદ કોંગ્રેસ દ્વારા કરાઇ કાર્યવાહી

logo

AAPના પૂર્વ નેતા અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા હવે કમળ ખિલવશે, આવતીકાલે જોડાશે ભાજપમાં

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / Corona virus infection has increased in Gujarat, health department alert

સાવધાન / ભાઇ, કોરોના હજુ ગયો નથી સાચવજો! ગુજરાતમાં ફરી નવા 24 કેસની રિએન્ટ્રી, આ શહેરમાં એકનું મોત

Malay

Last Updated: 10:00 AM, 11 March 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

રાજકોટના ગોંડલમાં 7 વર્ષીય બાળકનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. કોરોનાના કેસમાં વધારો થતા આરોગ્ય વિભાગ એલર્ટ થઈ ગયું છે.

 

  • રાજ્યમાં કોરોનાના કેસમાં ફરી ઉછાળો
  • ગોંડલમાં 7 વર્ષીય બાળક કોરોના પોઝિટિવ 
  • રાજકોટમાં 3 દિવસમાં કોરોનાના 11 નવા કેસ
  • કેસમાં વધારો થતા આરોગ્ય વિભાગ એલર્ટ

રાજ્યમાં છેલ્લા કેટલાક દિવસોથી કોરોનાના કેસોમાં વધારો થતો જોઈને આરોગ્ય વિભાગ સાબદું થઈ ગયું છે.  રાજ્યમાં જ્યાં પહેલા બે-પાંચ કેસો આવતા હતા ત્યાં હવે 20થી વધુ કેસો સામે આવવા લાગ્યા છે. શુક્રવારે સાંજ સુધીમાં છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં કોરોનાના 24 નવા કેસ નોંધાયા છે. રાજકોટ શહેર અને જિલ્લામાં કોરોનાના કેસમાં વધારો થયો છે. 

24 cases of corona in Gujarat today, one death

ગોંડલમાં 7 વર્ષીય બાળકનો રિપોર્ટ પોઝિટિવ 
રાજકોટ જિલ્લાના ગોંડલમાં 7 વર્ષીય બાળકનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. જિલ્લામાં છેલ્લા 3 દિવસમાં કોરોનાના 11 નવા કેસ નોંધાતા આરોગ્ય વિભાગ એલર્ટ થઈ ગયું છે. 

સુરતની વૃદ્ધાનું કોરોનાથી મોત
સુરતના કાપોદ્રા વિસ્તારમાં રહેતાં 60 વર્ષીય વૃદ્ધાને કોરોનાના લક્ષણો બાદ 4 માર્ચે સ્મીમેરમાં દાખલ કરાયા હતાં. જ્યાં બુધવારે રિપોર્ટ પોઝિટિવ આવ્યા બાદ ગુરુવારે સવારે મહિલાનું મોત નીપજ્યું હતું. વૃદ્ધ મહિલાને ડાયાબિટીસ, બ્લડ પ્રેશર અને કિડનીની જૂની બીમારી હતી. તેમના પરિવારના 7 સભ્ય અને સંપર્કમાં આવેલા 15 વ્યક્તિના રિપોર્ટ નેગેટિવ આવ્યો હતો. 

ગુજરાતમાં કોરોનાની સ્થિતિ
લોકોએ હોળી-ધુળેટીના તહેવારોમાં મણેલી મજા મોંઘી પડતી હોય તેવું લાગી રહ્યું છે.     છે તો લોકોમાં પણ ડરનો માહોલ જોવા મળી રહ્યો છે. ફરી એકવાર રોજિંદા સંક્રમિત અને મૃતકોની સંખ્યામાં વધારો થયો છે. જેમાં આરોગ્ય તંત્ર દ્વારા સત્તાવાર રીતે જાહેર કરાયેલી માહિતી મુજબ શુક્રવાર સાંજ સુધીમાં 24 કલાકમાં કોરોનાના 24 પોઝિટિવ કેસ નોંધાયા છે. તેમજ કોરાનાથી મોતનો એક કેસ છે.

જુઓ 24 કલાકમાં ક્યાં કેટલા કેસ નોંધાયા 

હાલ રાજ્યમાં કોરોનાના કુલ 151 એક્ટિવ કેસો છે. જેમાં એક દર્દી વેન્ટીલેટર પર હોવાનું જાણવા મળી રહ્યું છે. ઉપરાંત 24 કલાકમાં 966 લોકોએ કોરોના પ્રતિરોધક વેક્સિન લીધી હોવાનું પણ સામે આવ્યું છે

8 દર્દીઓ કોરોનાથી સાજા થયા
રાજ્યમાં કોરોનાથી સાજા થવાનો દર 99.12 ટકા નોંધાયો છે. તેમજ 24 કલાકમાં  8 દર્દીઓ કોરોનાથી સાજા થયા છે. હાલ રાજ્યમાં 151 કોરોનાના એક્ટિવ કેસ છે. તેમજ  સુરત શહેરમાં કોરોનાથી એક દર્દીનું મોત થયું છે. 24 કલાકમાં 8 દર્દી સ્વસ્થ થયા છે.  દેશોમાં વકરી રહેલી કોરોનાની ઉપાધિ સામે ફરીવાર ગુજરાતમાં ડબલ ડિઝીટમાં કોરોનાના પોઝીટીવ કેસ નોંધાવા લાગ્યા છે. પરંતુ હાલની સ્થિતિએ સાવચેતી રાખવી ખૂબ જ અગત્યની છે.


 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ