Corona vaccine can cause serious side effects ranging from abdominal pain to fever
મહામારી /
કોરોના વેક્સિનના કારણે પેટના દુ:ખાવાથી લઇને તાવ સુધી થઇ શકે છે આ ગંભીર સાઇડ ઇફેક્ટ
Team VTV11:21 AM, 27 Nov 20
| Updated: 11:33 AM, 27 Nov 20
દુનિયાભરમાં કોરોડો લોકો કોરોનાની વેક્સિન માટે કાગડોળે રાહ જોઇ રહ્યાં છે ત્યારે દરેક દેશના વૈજ્ઞાનિકો પ્રયત્ન કરી રહ્યાં છે કે જલ્દીથી જલ્દી કોરોનાની રસી બની જાય. WHOના નિવેદન પ્રમાણે કોવિડ-19ની જંગ માત્ર વેક્સિનથી નહી લડી શકાય, આપણે તકેદારી રાખવી ખૂબ જરૂરી બની જાય છે. એક્સપર્ટે રસીના કેટલાક સાઇડ ઇફેક્ટની આશંકા પણ જતાવી છે.
કોરોના વેક્સિનથી થઇ શકે છે સાઇડ ઇફેક્ટ
રસીના ટ્રાયલ વખતે સામે આવી કેટલીક ઘટના
એક મહિલાએ માઇગ્રેનની કરી હતી ફરિયાદ
કોરોનાની રસીના સાઇડ ઇફેક્ટ
કોઇ પણ રસીથી સાઇડ ઇફેક્ટ થાય તે સામાન્ય વાત છે. ત્યારે કોરોના વેક્સિનને લઇને એક્સપર્ટનું કહેવું છે કે તેની રસી આપવી સામાન્ય નહી હોય. ઘણા લોકોમાં અજીબ પ્રકારના સાઇડ ઇફેક્ટ થવાની શક્યતાઓ રહેશે. કેટલાક સાઇડ ઇફેક્ટ થોડા ઘાતક હોઇ શકે પરંતુ ઘભરાવાની કોઇ જ વાત નથી. તેવી કોઇ પણ વેક્સિનને અપ્રુવ નહી કરવામાં આવે જેના જીવલેણ સાઇડ ઇફેક્ટ હશે.
ટ્રાયલમાં શું થયા સાઇડ ઇફેક્ટ
વેક્સિન ટ્રાયલ દરમિયાન કેટલાક લોકોને તાવ અને માથુ દુખ્યુ હતુ. મિડીયા રિપોર્ટ્સ અનુસાર વેક્સિનની રેસમાં આગળ એવી મૉડર્નાની વેક્સિન લીધા બાદ એક વ્યક્તિને 102 ડિગ્રી તાવ અને સખત ઠંડી લાગવા લાગી હતી. કેટલાક કલાક બાદ આ લક્ષણો પણ જતા રહ્યાં હતા. તે સિવાય પેટને લગતી સમસ્યાઓ પણ થઇ શકે છે.
દુ:ખાવાની થઇ શકે ફરિયાદ
કેટલીક રસીના ટ્રાયલમાં લોકોએ કહ્યું તે તેમને અલગ પ્રકારનો દુખાવો થતો હતો. માનવામાં આવી રહ્યું છે કે, વેક્સિનના ઉપયોગ બાદ માંસપેશિઓમાં દુખાવો થવા લાગે છે અને સોજા પણ આવી શકે છે. તે સિવાય માઇગ્રેન થવાની આશંકા સેવવામાં આવી રહી છે. જ્યાં વેક્સિનનું ઇન્જેક્શન આપવામાં આવશે ત્યાં દુખાવો થવાની સંભાવના વધારે છે.