બ્રેકિંગ ન્યુઝ

logo
logo

22 એપ્રિલથી 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'ના કલાકાર સોઢીનો સંપર્ક કટ

logo

અમેરિકામાં રોડ અકસ્માતમાં આણંદની 3 ગુજરાતી મહિલાઓના મોત, સમાજમાં શોકની લાગણી

logo

લોકસભા ચૂંટણી 2024: બીજા તબક્કાનું મતદાન પૂર્ણ, UPમાં સૌથી ઓછું મતદાન તો ત્રિપુરામાં થયું બમ્પર વોટિંગ

logo

રાજ્યમાં ઉનાળાની ઋતુમાં હવામાન વિભાગની કમોસમી વરસાદની આગાહી, આગામી 24 કલાક માટે સામાન્ય વરસાદની આગાહી, દક્ષિણ, મધ્ય અને ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી

logo

Gujarat BREAKING : સુરત લોકસભા બેઠકના કોંગ્રેસ ઉમેદવાર નિલેશ કુંભાણીને પક્ષમાંથી છ વર્ષ માટે કરાયા સસ્પેન્ડ, ફોર્મ રદ્દ થયા બાદ કોંગ્રેસ દ્વારા કરાઇ કાર્યવાહી

logo

AAPના પૂર્વ નેતા અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા હવે કમળ ખિલવશે, આવતીકાલે જોડાશે ભાજપમાં

VTV / Corona returns in the country? More than 20 thousand cases of measles were reported in the last 24 hours

ચિંતા / દેશમાં કોરોના રિટર્ન્સ ? ગત 24 કલાકમાં 20 હજારથી વધુ કેસ નોંધાતા હડકંપ, આ રાજ્યમાં સૌથી વધુ કેસ

Priyakant

Last Updated: 09:59 AM, 5 August 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

દેશમાં ફરી એકવાર 20 હજારથી વધુ લોકો કોરોના પોઝિટિવ જાહેર થયાં તો સામે 21 હજારથી વધુ લોકો કોરોનાથી સાજા થયા

  • ભારતમાં કોરોના સંક્રમણ બેકાબૂ, છેલ્લા 24 કલાકમાં 20,551 નવા કેસ
  • આરોગ્ય વિભાગના આંકડા મુજબ દેશમાં 21,595 રિકવરી નોંધાયા 
  • સક્રિય કેસ 1,35,364 અને દૈનિક હકારાત્મકતા દર 5.14%એ પહોંચ્યો 

ભારતમાં સતત કોરોના કેસોમાં વધારો થઈ રહ્યો હોય ચિંતાજનક સ્થિતિ ઊભી થઈ છે. આજે દેશમાં ફરી એકવાર 20 હજારથી વધુ લોકો કોરોના પોઝિટિવ જાહેર થયાં છે. આ સાથે થોડીક રાહતની વાત તો એ છે કે, 21 હજારથી વધુ લોકો કોરોનાથી સાજા થયા છે. આરોગ્ય વિભાગના આંકડા મુજબ દેશમાં હાલમાં 1,35,364 કેસ સક્રિય છે.

ભારતમાં સતત વધી રહ્યો છે કોરોના 

આરોગ્ય વિભાગના સત્તાવાર આંકડા મુજબ છેલ્લા 24 કલાકમાં દેશમાં 20,551 નવા કેસ નોંધાયા છે. આજે સૌથી વધુ કેસ રાજધાની દિલ્હીમાં 2,202 કેસ નોંધાયા છે. આ સાથે આજે 21,595 લોકો કોરોના વાયરસથી સાજા થઈ ગયા છે. આંકડાઓ મુજબ વર્તમાન સક્રિય કેસ 1,35,364 છે અને દૈનિક હકારાત્મકતા દર 5.14% છે.

ભારતમાં કોરોના સાથે-સાથે મંકીપોક્સનો ખતરો પણ વધ્યો 

કોરોના બાદ હવે વિશ્વમાં મંકીપોક્સનો ખતરો વધી રહ્યો છે. તેવામાં ભારતમાં મંકીપોક્સના કેસની સંખ્યા પણ સતત વધી રહી છે. આ બીમારીને લઇને કેન્દ્ર સરકાર પણ ચિંતિત છે. કેન્દ્ર દ્વારા આ રોગને ફેલાતો અટકાવવા માટે રાજ્યને જરૂરી દિશા-નિર્દેશ આપવામાં આવ્યા છે.  સંક્રમણને લઇને ટાસ્કફોર્સની પણ રચના કરવામાં આવી છે. નીતિ આયોગના સભ્ય ડૉ.વી.કે.પોલની અધ્યક્ષતામાં એક સમિતિની રચના કરવામાં આવી છે. આરોગ્ય સચિવ રાજેશ ભૂષણ સહિત અન્ય ઘણા લોકો સમિતિમાં સામેલ છે. દિલ્હી સરકારે મંકીપોક્સને લઈને ત્રણ હોસ્પિટલોને આઈસોલેશન વોર્ડ બનાવવા કહ્યું છે.  

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ