ન્યૂઝ અપડેટ્સ
VTV / મનોરંજન / મુંબઈ / Corona positive Aishwarya Rai Bachchan and Aradhya admitted at nanavati hospital
ADVERTISEMENT
બોલીવૂડ સુપરસ્ટાર અમિતાભ બચ્ચન થોડા દિવસો પહેલા કોરોના પોઝિટિવ પર આવ્યા હતો. જે બાદ તેના પરિવારજનોનું પણ પરીક્ષણ કરવામાં આવ્યું હતું. જયા બચ્ચન સિવાય પરિવારના તમામ સભ્યો કોરોના પોઝિટિવ હોવાનું જણાયું હતું.
ADVERTISEMENT
બાદમાં અમિતાભ બચ્ચન અને તેમના પુત્ર અભિષેક બચ્ચનને નાણાવટી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. હવે સમાચાર છે કે અમિતાભની પુત્રવધૂ અને અભિનેત્રી ઐશ્વર્યા રાય બચ્ચન અને પૌત્રી આરાધ્યને પણ નાણાવટી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.
ADVERTISEMENT
ઐશ્વર્યા અને આરાધ્યામાં અગાઉ પોઝિટિવા આવ્યા બાદ કોઈ લક્ષણો જણાયા નહોતો. જેના કારણે બંને માતા અને દીકરીને ઘરે હોમ આઈસોલેશનમાં રાખવામાં આવ્યાં હતા. પરંતુ હવે રિપોર્ટ્સ અનુસાર ઐશ્વર્યાને તાવના લક્ષણો જણાયા હતાં. જેના પગલે ડોકટરો તેમના ઘરે ચેકઅપ કરવા આવ્યા હતા. ડોકટરોને સ્પષ્ટ રીતે લક્ષણો જણાતા બાદમાં બંનેને મુંબઈની નાણાંવટી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યાં છે.
અગાઉથી અમિતાભ-અભિષેક હોસ્પિટલમાં દાખલ
ADVERTISEMENT
શનિવારે (11 જુલાઈ)ના રોજ અમિતાભ અને અભિષેકનો કોરોના પોઝિટિવ ટેસ્ટ આવ્યો હતો. ત્યારબાદ તેમના પરિવારના સભ્યો અને સ્ટાફની પણ તપાસ કરવામાં આવી હતી. તેમાં ઐશ્વર્યા અને તેમની દિકરી આરાધ્યામાં મામૂલી લક્ષણ જણાયા હતા. BMCના અધિકારીઓએ ઐશ્વર્યા અને આરાધ્યામાં કોરોના પોઝિટિવના લક્ષણોને લઈ વાત કરી હતી અને પૂછ્યુ હતું કે શું તે કોરોનાના લક્ષણોથી મુશ્કેલી તો નથી? ઐશ્વર્યાએ તેમના તથા આરાધ્યાના લક્ષણોને સામાન્ય ગણાવ્યા હતા અને કહ્યું હતું કે તેને કોઈ મુશ્કેલી નથી.
સંકળાયેલા મુદ્દાઓ