corona Omicron variant Keep eating these 7 super foods
તમારા કામનું /
આ 7 સુપર ફૂડ ખાતા રહેજો : કોરોનામાં બચવા માટે ઉપયોગી, શરદી-ખાંસી પણ નહીં થાય
Team VTV08:51 PM, 24 Dec 21
| Updated: 09:56 PM, 24 Dec 21
કોરોનાનો નવો વૅરિયન્ટ ઓમિક્રોન (Omicron Variant)એ ફરી એક વખત લોકોની ચિંતા વધારી દીધી છે. ઝડપથી વધી રહેલા કેસોને જોતા ઍક્સ્પર્ટ્સ ત્રીજી લહેરની આશંકા જતાવી રહ્યાં છે.
કોરોનાના નવા વેરિયન્ટે વધાર્યું ટૅન્શન
ઈમ્યુન સિસ્ટમ બનાવવી પડશે મજબૂત
આજે જ શરૂ કરી દો આ પ્રયોગ
ઠંડીની સીઝનમાં સર્દી-ખાંસી અને ઓમિક્રોનથી બચવા માટે શરીરને અંદરથી મજબૂત બનાવવું જરૂરી છે. તમારું શરીર આ સંક્રમણથી ત્યારે જ બચી શકે છે જ્યારે તમારી ઈમ્યુનિટી સારી હોય. ઈમ્યુન સિસ્ટમની સિસ્ટમની મજબૂતી સંપૂર્ણ રીતે તમારા ખાવા-પીવા નિર્ભર કરે છે. જો તમારે ઈન્ફેક્શનથી દૂર રહેવું છે તો કેટલીક વસ્તુઓ જલ્દીથી ખાવાનું શરૂ કરી દો.
વિટામીન C ધરાવતી વસ્તુઓ
ઈમ્યુન સિસ્ટમને મજબૂત રાખવામાં વિટામિન C ખૂબ મહત્વનું છે. ખાટા ફળોમાં સારું વિટામિન C મળી રહે છે. આમળા, સંતરા, બેરી જેવા ખાટા ફળોને તમારી ડાયેટમાં નિયમિતરૂપે સામેલ કરો. વિટામિન સી સફેદ રક્ત કોશિકાઓ બનાવવામાં કામ આવે છે જે શરીરને ઈન્ફેક્શનથી લડવામાં મદદ કરે છે.
પાલક
ઠંડીની સીઝનમાં ચારે બાજુ લીલા શાકભાજી મળતા હોય છે. પાલક વિટામિન C ની સાથે સાથે કેટલાય એન્ટીઑક્સિડેન્ટ (Antioxidant) અને બીટા કેરોટીનથી ભરપૂર હોય છે. આ ઈમ્યૂન સિસ્ટમની સંક્રમણથી લડવાની ક્ષમતાને વધારે છે. પાલકને ક્યારેય સંપૂર્ણ રીતે પકવીને ન ખાવો જોઈએ નહીંતર તેના તમામ પોષક તત્વો ખતમ થઈ જાય છે.
લાલ શિમલા મિર્ચ
ખાટા ફળોની તુલનામાં લાલ શિમલા મરચામાં ત્રણ ગણું વિટામીન C હોય છે. જેમાં બીટા કેરોટીન ભરપૂર માત્રામાં હોય છે. જે ઈમ્યુનિટીને બૂસ્ટ કરવાની સાથે સાથે સ્કીન અને આંખોને પણ સ્વસ્થ રાખે છે. લાલ શિમલા મિર્ચમાં હાજર લાઈકોપીન ઘણી ગંભીર બીમારીઓથી બચાવે છે.
દહી
અભ્યાસ મુજબ દરરોજ દહીં ખાવાથી ઈમ્યુન સિસ્ટમ મજબૂત થાય છે. દહી વિટામિન D માટે સારો સ્ત્રોત છે જે ઈમ્યુન સિસ્ટમની ક્ષમતા બનાવી રાખે છે.
બદામ
શરદી-ખાંસી સામે રક્ષણ મેળવવા શરીરમાં વિટામિન E જરૂરી હોય છે. બદામમાં વિટામીન Eની સાથે સાથે મજબૂત એન્ટીઓક્સિડેન્ટ પણ હોય છે. અડધા કપ બદામથી તમને લગભગ 100 ટકા વિટામીન E મળી શકે છે.
હળદર
હળદર એક એવો મસાલો છે જેનો ઉપયોગ લગભગ દરેક ભોજનમાં થાય છે. આમાં એન્ટી ઈન્ફ્લેમેટરી ગુણ હોય છે. અભ્યાસ મુજબ હળદરમાં કરક્યુમિન હોય છે જે ઈમ્યુન બૂસ્ટર છે અને તેમાં એન્ટી વાયરલ ગુણ પણ હોય છે.
પપૈયુ
પપૈયામાં પણ વિટામીન C સારી માત્રામાં મળે છે. પપૈયામાં એન્ટી ઈન્ફ્લેમેટરી ગુણ હોય છે જે ઈમ્યુનિટી વધારે છે. પપૈયું ખાવાથી પાચનતંત્ર પણ સારું રહે છે. પપૈયામાં પોટેશિયમ, મેગ્નેશિમય અને ફોલેટની સારી માત્રા હોય છે જે શરીરને અંદરથી મજબૂત બનાવે છે.