બ્રેકિંગ ન્યુઝ

logo
logo

22 એપ્રિલથી 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'ના કલાકાર સોઢીનો સંપર્ક કટ

logo

અમેરિકામાં રોડ અકસ્માતમાં આણંદની 3 ગુજરાતી મહિલાઓના મોત, સમાજમાં શોકની લાગણી

logo

લોકસભા ચૂંટણી 2024: બીજા તબક્કાનું મતદાન પૂર્ણ, UPમાં સૌથી ઓછું મતદાન તો ત્રિપુરામાં થયું બમ્પર વોટિંગ

logo

રાજ્યમાં ઉનાળાની ઋતુમાં હવામાન વિભાગની કમોસમી વરસાદની આગાહી, આગામી 24 કલાક માટે સામાન્ય વરસાદની આગાહી, દક્ષિણ, મધ્ય અને ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી

logo

Gujarat BREAKING : સુરત લોકસભા બેઠકના કોંગ્રેસ ઉમેદવાર નિલેશ કુંભાણીને પક્ષમાંથી છ વર્ષ માટે કરાયા સસ્પેન્ડ, ફોર્મ રદ્દ થયા બાદ કોંગ્રેસ દ્વારા કરાઇ કાર્યવાહી

logo

AAPના પૂર્વ નેતા અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા હવે કમળ ખિલવશે, આવતીકાલે જોડાશે ભાજપમાં

VTV / Corona increased tension 78 percent cases increased in last 7 days number of deaths is increasing

સાચવજો / મહામારીએ ફરી ટેન્શન વધાર્યું! છેલ્લાં 7 દિવસમાં જ કોરોનાના કેસમાં 78 ટકાનો ઉછાળો, 29 લોકો મોતને ભેટ્યાં

Arohi

Last Updated: 09:35 AM, 27 March 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

દેશમાં કોરોના વાયરસના કેસ વધ્યા છે અને ઝડપથી મોતની સંખ્યા પણ વધી રહી છે. ગયા શનિવારે કોરોના વાયરસના 1890 નવા કેસ સામે આવ્યા છે. જે છેલ્લા 210 દિવસમાં સૌથી વધારે છે.

  • દેશમાં વધી રહ્યા છે કોરોનાના કેસ 
  • ઝડપથી વધી રહી છે મોતની સંખ્યા 
  • શનિવારે 1890 નવા કેસ આવ્યા સામે 

દેશમાં કોરોના વાયરસના કેસ અને તેનાથી થતા મોતની સંખ્યા સતત ઝડપથી વધી રહી છે. ગયા શનિવારે કોરોના વાયરસના 1980 નવા કેસ સામે આવ્યા છે. જે ગયા 210 દિવસમાં સૌથી વધારે છે. છેલ્લા સાત દિવસમાં કેસોની તુલના જો તેના પહેલાના 7 દિવસ સાથે કરવામાં આવે તો કોરોના વાયરસના કેસમાં 78 ટકાની વૃદ્ધિ થઈ છે. 

જ્યારે આ સમયે 19થી વધીને 29 મોત થયા છે. શનિવારે સામે આવેલા કોરોના વાયરસના કેસ ગયા વર્ષે 22 ઓક્ટોબર બાદથી દેશમાં સૌથી વધારે હતા. ત્યારે 1988 નવા કેસ નોંધાયા હતા. 

છેલ્લા 7 દિવસોમાં કોરોનાના કેસમાં 78 ટકાનો વધારો 
એક રિપોર્ટ અનુસાર છેલ્લા સાત દિવસોમાં ભારતમાં કોરોના વાયરસના 8,781 નવા કેસ નોંધાયા હતા. જે તેના પછીના સાત દિવસોમાં 4,929થી 78 ટકા વધારે છે. આ ગયા અઠવાડિયામાં નોંધાયેલી 85% વૃદ્ધિના બરાબર છે. 

જણાવી દઈએ કે દેશમાં છેલ્લા છ અઠવાડિયામાં કોવિડ સંક્રમણ વધી રહ્યું છે. દેશમાં દૈનિક કેસ લગભગ આઠ દિવસોમાં બે ગણા થઈ રહ્યા છે. દૈનિક કેસોમાં સાત-દિવસીય સરેરાશ શનિવાર સુધી વધીને 1,254 થઈ ગયા. જ્યારે આઠ દિવસ પહેલા આ સંખ્યા 626 હતી. 

મહારાષ્ટ્રમાં પણ વધ્યા કોરોનાના કેસ 
ત્યાં જ સતત બીજા અઠવાડિયે મહારાષ્ટ્રમાં છેલ્લા સાત દિવસોમાં દેશમાં સૌથી વધારે નવા કેસ નોંધાયા છે. મહારાષ્ટ્રમાં 19થી 25 માર્ચની વચ્ચે 1,956 કેસ નોંધવામાં આવ્યા છે. ત્યાં જ 12 માર્ચથી 19 માર્ચ સુધી 1,165 કેસ હતા. 

જે અત્યારે 68 ટકા વધારે છે. જ્યારે મોટાભાગના રાજ્યોમાં કોવિડ કેસોની સંખ્યામાં વધારે થયો છે. તેમાં હરિયાણા, યુપી, ગુજરાત, હિમાચલ અને ગોવા છે. 

દિલ્હીમાં કોરોનાના 153 નવા કેસ 
દિલ્હીમાં રવિવારે કોરોના વાયરસના 153 નવા કેસ નોંધાયા છે અને તે સમયે સંક્રમણ દર 9.13 ટકા થઈ ગયો છે. સ્વાસ્થ્ય વિભાગ દ્વારા શેર કરેલા આંકડા દ્વારા આ વાતની જાણકારી મળી છે. સ્વાસ્થ્ય વિભાગના આંકડા અનુસાર, દિલ્હીમાં શનિવારે 4.98 ટકાના સંક્રમણ દરની સાથે 139 કેસ નોંધાયા હતા. 

શુક્રવારે 6.66 ટકા સંક્રમણ દરની સાથે 152 કેસ નોંધાયા હતા. જ્યારે ગુરૂવારે 4.95 ટકા સંક્રમણદરની સાથે 117 કેસ નોંધાયા હતા. રાષ્ટ્રીય રાજધોનીમાં છેલ્લા ઓક્ટોબરમાં ત્રણ આંકોમાં કેસ નોંધાયા છે. 

સંકળાયેલા મુદ્દાઓ

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ