કોરોના વિસ્ફોટ / આ 3 રાજ્યોએ ઉડાડી સરકારની ઊંઘ, 24 કલાકમાં અહીં આવ્યા લગભગ 10 હજાર નવા કેસ

corona has the highest number of cases in 3 states around 10 thousand new cases in 24 hours

દેશમાં કોરોના વાયરસનું સંક્રમણ ઝડપથી ફેલાઈ રહ્યું છે. કોરોના વાયરસના નવા કેસમાં આજે મોટો ઉછાળો જોવા મળ્યો છે. દેશમાં પહેલીવાર એક જ દિવસમાં 14 હજારથી પણ વધારે નવા કેસ સામે આવ્યા છે. સ્વાસ્થ્ય મંત્રાલયના આંકડા અનુસાર છેલ્લા 24 કલાકમાં કોરોનાના 14516 કેસ આવ્યા છે. તો 375 દર્દીના મોત થયા છે. નવા કેસ આવવાની સાથે દેશમાં કોરોનાના સંક્રમિતોની કુલ સંખ્યા 3 લાખ 95 હજાર 048 પહોંચી છે. ઉલ્લેખનીય છે કે દેશમાં 3 રાજ્યો દિલ્હી, મહારાષ્ટ્ર અને તમિલનાડુમાં 24 કલાકમાં 10000 જેટલા કેસ આવતાં સરકારની ચિંતામાં વધારો થયો છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ