congress to call meet for state ministers working presidents and spokespersons
રાજનીતિ /
આતંરિક કલેહ વચ્ચે જાગી કોંગ્રેસ,હાર્દિક પટેલના રાજીનામાં બાદ સોનિયા ગાંધીએ લીધો મોટો નિર્ણય
Team VTV11:06 PM, 19 May 22
| Updated: 10:21 AM, 20 May 22
વિધાનસભાની 2022ની ચૂંટણી નજીક આવી રહી છે. ત્યારે તમામ પક્ષોએ પોત પોતાની તૈયારીઓ શરૂ કરી દિધી છે. ત્યારે કોંગ્રેસએ પણ આતંરિક કલેહ વચ્ચે પોતાની તૈયારીઓ શરૂ કરી છે.
નારાજ નેતાઓને મનાવશે કોંગ્રેસ
શિબિરમાં ન આવેલા નેતાઓને આપ્યું નિમંત્રણ
સોનિયા અને રાહુલ ગાંધી પણ બેઠકમાં જોડાશે
હાર્દિક પટેલના રાજીનામાં બાદ કોંગ્રેસે બેઠક બોલાવી છે. બેઠકમાં કાર્યકારી પ્રદેશ અધ્યક્ષ અને પાર્ટી પ્રવક્તાઓને બોલાવામાં આવ્યાં છે. બેઠકમાં કોંગ્રેસ શાસિત રાજ્યોના મંત્રીઓને પણ આમંત્રણ આપવામાં આવ્યું છે. ચિંતન શિબિરમાં આમંત્રણ ન મળનાર નેતાઓ પણ ઉપસ્થિત રહેશે. ચિંતન શિબિરના આમંત્રણ ન મળવાથી કેટલાક નેતાઓ નારાજ હતા. આ બેઠકમાં જુનના પ્રથમ સપ્તાહમાં યોજાઇ શકે છે. આ બેઠકમાં સોનિયા ગાંધી અને રાહુલ ગાંધીની આગેવાનીમાં યોજાશે.
આ બેઠકમાં લગભગ 120 નેતાઓ ભાગ લેશે
કોંગ્રેસે તે નેતાઓની બેઠક બોલાવવાનો નિર્ણય લીધો છે જે ઉદયપુર ચિંતન શિબિરમાં હાજર નહોતા રહ્યા. સૂત્રોએ જણાવ્યું કે, જે લોકોને આ બેઠકમાં બોલાવવામાં આવ્યા તેમાં રાજ્ય સરકારોના મંત્રી, કાર્યકારી પ્રદેશ અધ્યક્ષ અને પાર્ટી પ્રવક્તા સામેલ છે. આ એક દિવસીય બેઠક જૂનમાં થઇ શકે છે. આ બેઠકમાં સોનિયા અને રાહુલ ગાંધી પણ ભાગ લેશે. આ બેઠક ચિંતન શિબિર રીતે હશે જેમાં એકતરફી સંવાદ નહીં હોય. આ બેઠકમાં અંદાજિત 120 નેતા ભાગ લેશે.
ચિંતન શિબિરના આમંત્રણ ન મળવાથી કેટલાક નેતાઓ હતા નારાજ
કારણ કે કેટલાક નેતાઓને ચિંતન શિબિરમાં સામેલ થવાનું આમંત્રણ નહોતનું મળ્યું એટલા માટે પાર્ટીમાં નારાજગી વધી રહી હતી જેને લઇને પાર્ટીને આ નિર્ણય લેવો પડ્યો. ચિંતન શિબિરમાં આમંત્રણ ન મળનાર નેતાઓ ઉપસ્થિત રહેશે. સનદ રહેલા સોનિયા ગાંધીએ ચિંતન શિબિરમાં પોતાના ઉદ્ધાટન ભાષણમાં કહેવામાં આવ્યું હતું કે જે કાર્યકર્તા અહીં નથી તે પણ પાર્ટી માટે તેમના મહત્વપૂર્ણ છે જેટલા અહીં હાજર છે.
સોનિયા ગાંધીએ આ અંગે જાણો શું કહ્યું...
સોનિયા ગાંધીએ કહ્યું હતું કે, હું આ વાતથી સારી રીતે પરિચિત છું કે અમારા કેટલાક સહયોગી બેઠકમાં હાજર રહેવા માંગતા હતા પરંતુ કેટલાક કારણોથી અમે અહીં ભાગીદારી મર્યાદિત કરવી પડી હતી. મને વિશ્વાસ છે કે આ વાતને સમજીશું. પાર્ટીના કેટલાક સહયોગીઓનું અહીં ન હોવું કોઈ પણ પ્રકારથી અમારા સંગઠનમાં તેમની ભૂમિકાને ઓછી કરવાનું છે.
કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધીએ ચિંતન શિબિરના સમાપન સત્રમાં જાહેરાત કરી હતી કે પાર્ટી 2 ઓક્ટોબરથી ભારત જોડો પદયાત્રા શરૂ કરશે. આ પદયાત્રા કન્યાકુમારીથી કાશ્મીર સુધી જશે. તેમાં પાર્ટીના તમામ નેતા ભાગ લેશે. આ આયોજન સામાજિક સદભાવના બંધનોને મજબૂત કરવા માટે કરવામાં આવી રહ્યું છે. એટલું નહીં આંતરિક સુધારાઓ માટે એક ટાક્સ ફોર્સ પણ ગઠન કરવામાં આવશે. દિન-પ્રતિદિનના કામકાજમાં કોંગ્રેસ અધ્યક્ષને સલાહ આપવા માટે એક સલાહકાર બોડીની રચના કરવામાં આવશે.