congress reacted on derogatory remark of khattar against sonia gandhi called bjp anti women
ચૂંટણીની છીછરી રાજનીતિ /
હરિયાણાના CM ખટ્ટરે સોનિયા ગાંધીને 'મરી ગયેલી ઉંદરડી' કહ્યા, તો કોંગી નેતા રાઉતે ખટ્ટરને 'ખચ્ચર' કહ્યા
Team VTV05:43 PM, 14 Oct 19
| Updated: 05:46 PM, 14 Oct 19
હરિયાણાના ખરખૌદાની એક રેલીમાં કોંગ્રેસના અંતરિમ અધ્યક્ષ સોનિયા ગાંધીની તુલના 'મરી ગયેલી ઉંદરડી' થી કર્યા બાદ મુખ્યમંત્રી મનોહર લાલ ખટ્ટર પર કોંગ્રેસે પલટવાર કર્યો છે. સોમવારે કોંગ્રેસે ટ્વિટ કરતા 'ખટ્ટર' પર હુમલો બોલ્યો. પાર્ટીએ સીએમના નિવેદનની નિંદા કરતા કહ્યું કે આ 'છીછરી કક્ષાનું' છે અને બીજેપીનું 'મહિલા વિરોધી ચરિત્ર' બતાવે છે.
હરિયાણા સીએમ ખટ્ટર દ્વારા સોનિયા ગાંધીને 'મરી ગયેલી ઉંદરડી' બતાવવા પર કોંગ્રેસનો પલટવાર
કોંગ્રેસે ખટ્ટરને પોતાના નિવેદન પર માફીની માંગ કરી
આ ઉપરાંત કોંગ્રેસે ખટ્ટરને પોતાના નિવેદન પર માફીની માંગ કરી. જ્યારે મહારાષ્ટ્ર કોંગ્રેસના કાર્યકારી અધ્યક્ષ નિતિન રાઉતે ખટ્ટરને 'ખચ્ચર' બતાવી દીધા.
કોંગ્રેસે માફી માંગવા કહ્યું
કોંગ્રેસ પાર્ટી તરફથી કરવામાં આવેલા ટ્વિટમાં કહેવામાં આવ્યું, 'બીજેપીના મુખ્યમંત્રી (મનોહર લાલ ખટ્ટર) દ્વારા (સોનિયા ગાંધી પર) આપવામાં આવેલું નિવેદન ન માત્ર અશોભનીય અને છીછરી કક્ષાનું છે પરંતુ તે બીજેપીના મહિલા વિરોધી ચરિત્રને પણ દર્શાવે છે. અમે મુખ્યમંત્રી મનોહર લાલ ખટ્ટરના નિવેદનની નિંદા કરતા તાત્કાલિક માફીની માંગ કરીએ છીએ. આ ઉપરાંત કોંગ્રેસના વરિષ્ઠ નેતા સંજય નિરૂપમે પણ ખટ્ટરના નિવેદનની નિંદા કરી અને તેમને માફીની માંગ કરી.
રાઉતે ખટ્ટરને બતાવ્યા 'ખચ્ચર'
'ખટ્ટર'ના નિવેદન પર મહારાષ્ટ્ર હરિયાણા કોંગ્રેસના કાર્યકારી અધ્યક્ષ રાઉતે હુમલો બોલ્યો છે. એમણે કહ્યું, 'હરિયાણાના મુખ્યમંત્રી ખટ્ટર નહીં પરંતુ 'ખચ્ચર' છે. જો તેમણે આ પ્રકારનું નિવેદન આપવું છે તો એમણે આવું નિવેદન મોદીજી વિશે આપવું જોઇએ. કેમકે મોદીજી વિશે લોકો સમજી રહ્યા છે કે મોદીજી ખુબજ સારી આર્થિક પ્રગતિ કરશે, દેશનો વિકાસ કરશે. દેશ સંપન્ન થશે, દેશમાં ખુબ જ રોજગાર આવશે. ઉદ્યોગ વધશે. પરંતુ આવું કંઇ ન થયું. તો ખોદ્યો પહાડ નીકળ્યો ઉંદર તો મોદીજી માટે પરફેક્ટ બેસે છે. તેથી ખચ્ચર સાહબને મારું કહેવું છે કે તમે મોદીજી માટે આપો આ નિવેદન, અમે સ્વાગત કરીશું આપનું.'
#WATCH Nitin Raut, Working President, Maharashtra Congress on Haryana Chief Minister ML Khattar's comment on Congress Interim President Sonia Gandhi: Haryana CM isn't Khattar but a 'khacchar'. pic.twitter.com/ys1AZNx5aY
નિરુપમે કહ્યું, 'ખટ્ટરજી હરિયાણાના મુખ્યમંત્રી છે. એક મુખ્યમંત્રી આટલા નીચી કક્ષાએ જાય તે જોઇને ઘૃણા થાય છે.' એમણે આગળ કહ્યું કે, 'કોંગ્રેસ અધ્યક્ષ સોનિયાજી માટે તેમની ભાષા આપત્તિજનક છે. તે સન્માનિત મહિલા છે. તેમનાથી વરિષ્ઠ છે અને મુખ્ય વિપક્ષી દળના પ્રમુખ છે. જો તેમણે (ખટ્ટર) સંસ્કારી છે તો તેમણે માફી માંગવી જોઇએ.'
નોંધનીય છે કે, હરિયાણાના સીએમ ખટ્ટરે કહ્યું હતું કે લોકસભા ચૂંટણી હાર્યા બાદ રાહુલ ગાંધીએ કોંગ્રેસ અધ્યક્ષ પદેથી રાજીનામુ આપી દીધુ હતું અને એમ કહેવું શરૂ કરી દીધું હતું કે પાર્ટીને ગાંધી પરિવારથી બહારનો કોઇ અધ્યક્ષ જોઇએ. ખટ્ટરે કહ્યું, 'પરિવારવાદથી દૂર હટવું સારી વાત છે પરંતુ એમણે ત્રણ મહીનામાં નવા અધ્યક્ષની શોધમાં દેશભરમાં ફરતા રહ્યા. ત્રણ મહીના બાદ કોણ અધ્યક્ષ બન્યુ? સોનિયા ગાંધી. ખોદ્યો પહાડ નીકળી ઉંદરડી, એ પણ મૃત.' ખટ્ટરના આ નિવેદન બાદ કોંગ્રેસ તેમના પર હુમલા બોલી દીધો છે.