બ્રેકિંગ ન્યુઝ
VTV / Assembly election 2023 / ગુજરાત / Politics / સુરતના સમાચાર / Congress meeting in Surat canceled after chanting Modi Modi slogans
Last Updated: 11:35 PM, 23 November 2022
ADVERTISEMENT
સુરતના શાંતાનગર ઉડિયા મંદિર પાંડેસરા ખાતે કોંગ્રેસના મજુરા વિધાનસભાના ઉમેદવાર બળવંત જૈનએ મંદિરમાં સભા ગોઠવી હતી. આ દરમિયાન સભામા મોદી મોદીના નારા લાગતા સભા આટોપી લેવાની નોબત આવી હતી. ચૂંટણીનો પ્રચાર આક્રમક બન્યો હતો.
ADVERTISEMENT
કોંગ્રેસની સભામા મોદી... મોદીના... લાગ્યા નારા
રાજ્યમાં વિધાનસભાની ચૂંટણીનો પ્રચાર આક્રમક બન્યો છે. તમામ રાજકીય પક્ષો સરકાર બનાવવા માટે એડીચોટીનું જોર લગાવી રહ્યા છે. ત્યારે સુરતમાં કોંગ્રેસની સભાનું સૂરસૂરિયું થઈ ગયું હોવાનું સામે આવતા રાજકારણ ગરમાયુ હતું. કોંગ્રેસના મજુરા વિધાનસભાના ઉમેદવાર બળવંત જૈનની સભાનું આયોજન કરવામાં આવ્યું હતું. શાંતા નગર ઉડિયા મંદિર પાંડેસરા ખાતે સભાનું આયોજન કરાયું હતું. જે દરમિયાન ભાજપના કાર્યકર્તાઓએ મોદી મોદીના સૂત્રોચ્ચાર કર્યા હતા. આમ, સભામાં મોદીનો ક્રેઝ જોતા કોંગ્રેસના ઉમેદવાર બળવંત જૈનને સભા આટોપવી પડી હતી.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.