નમસ્તે ટ્રમ્પ / ટ્રમ્પની મુલાકાત પહેલા કોંગ્રેસે PM મોદીને પૂછ્યા આ 5 સણસણતા સવાલ

Congress leader Surjewala fires 5 questions to pm modi before trump visit

રવિવારે અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની ભારતની મુલાકાતના એક દિવસ પહેલા કોંગ્રેસે વડા પ્રધાન નરેન્દ્ર મોદીને પૂછ્યું હતું કે શું તેઓ ટ્રમ્પની સામે H1B વિઝાની મુદત વધારશે, GSPનો દરજ્જો ફરી શરૂ કરશે અને તાલિબાનોને લગતા સલામતીના પ્રશ્નો ઉઠાવશે વગેરે જેવા ધારદાર પ્રશ્નો પૂછ્યા હતા. કોંગ્રેસના મુખ્ય પ્રવક્તા રણદીપ સુરજેવાલાએ પૂછ્યું કે વડા પ્રધાન નરેન્દ્ર મોદી 'ઈન્ડિયા ફર્સ્ટ' પર શા માટે મૌન છે જ્યારે રાષ્ટ્રપતિ ટ્રમ્પ હંમેશા 'અમેરિકા ફર્સ્ટ'ની વાત કરી રહ્યા છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ