બ્રેકિંગ ન્યુઝ

logo
logo

1983ના 41 વર્ષ જૂના કેસમાં દાઉદ ઇબ્રાહિમ દોષ મુક્ત

logo

22 એપ્રિલથી 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'ના કલાકાર સોઢીનો સંપર્ક કટ

logo

અમેરિકામાં રોડ અકસ્માતમાં આણંદની 3 ગુજરાતી મહિલાઓના મોત, સમાજમાં શોકની લાગણી

logo

લોકસભા ચૂંટણી 2024: બીજા તબક્કાનું મતદાન પૂર્ણ, UPમાં સૌથી ઓછું મતદાન તો ત્રિપુરામાં થયું બમ્પર વોટિંગ

logo

રાજ્યમાં ઉનાળાની ઋતુમાં હવામાન વિભાગની કમોસમી વરસાદની આગાહી, આગામી 24 કલાક માટે સામાન્ય વરસાદની આગાહી, દક્ષિણ, મધ્ય અને ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી

logo

Gujarat BREAKING : સુરત લોકસભા બેઠકના કોંગ્રેસ ઉમેદવાર નિલેશ કુંભાણીને પક્ષમાંથી છ વર્ષ માટે કરાયા સસ્પેન્ડ, ફોર્મ રદ્દ થયા બાદ કોંગ્રેસ દ્વારા કરાઇ કાર્યવાહી

VTV / Politics / congress leader sashi tharoor in malabar

નિવેદન / કોંગ્રેસની જૂથબંધી પર બોલ્યા થરૂર: કોઇથી ડરતો નથી અને ડરીશ પણ નહીં

Vaidehi

Last Updated: 08:01 PM, 22 November 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

તિરૂવનંતપુરમથી કોંગ્રેસના સાંસદ શશિ થરૂરની માલાબાર યાત્રાથી પાર્ટીના કેરળ વિસ્તારમાં મુશ્કેલીઓ સર્જાઇ છે. તેમના પ્રતિદ્વંદીને કોંગ્રેસની અંદર 'થરૂર જૂથ' બની જશે તેવો ડર પેદા થયો છે. શશિ થરૂરે તેમની આ આશંકાઓને દૂર કરતો જવાબ આપ્યો છે.

  • કેરળ કોંગ્રેસમાં આંતરિક વિવાદ 
  • જૂથબંધી પર થરૂરે તોડ્યું મૌન
  • કહ્યું કોઇથી ડરતો નથી અને ડરીશ પણ નહીં

કેરળ: મલપ્પુરમમાં માલાબારની યાત્રા દરમિયાન પાર્ટીની અંદરની આંતરિક ગરબડી અને તેમને મળી રહેલા સમર્થનથી અપ્રભાવિત દેખાતા કોંગ્રેસનાં સાંસદ શશિ થરૂરે મોટું નિવેદન આપ્યું છે. થરૂરે માલાબારની યાત્રા ચાલુ રાખતાં યૂડીએફનાં સહયોગી IUMLનાં વરિષ્ઠ નેતાઓથી મુલાકા કરી અને કહ્યું કે તે કોઇથી ડરતાં નથી અને તેમને કોઇથી ડરવાની જરૂરત પણ નથી. તેમણે કહ્યું કે તેમને કેરળ કોંગ્રેસમાં કોઇ વિવાદો ઊભા કરવામાં રસ નથી. 

પાર્ટીની અંદર 'થરૂર જૂથ'ની છે આશંકા
તિરૂવનંતપુરમથી કોંગ્રેસ સાંસદ શશિ થરૂરની ટિપ્પણી આંતરિક વિવાદોની વચ્ચે અતિ મહત્વની છે. કારણકે કેરળમાં કોંગ્રેસ નેતૃત્વનો એક મોટો વર્ગ થરૂરના સમર્થનમાં છે અને રાજ્યમાં પાર્ટીની અંદર થરૂર જૂથ બનવાની આશંકાઓ વધી રહી છે. જો કે 2016માં તેમના હાથમાંથી સત્તા છીનવાઇ ગઇ હતી. તેવામાં પાર્ટીની અંદર વધુ સમસ્યાઓ બનવાથી મુશ્કેલીઓ વધી શકે છે . તેથી થરૂરે નેતાઓને કહ્યું કે હું ડરતો નથી.

IUML ના નેતાઓએ કરી ટિપ્પણી
ઇન્ડિયન યૂનિયન મુસ્લિમ લીગનાં અન્ય વરિષ્ઠ નેતાઓએ કહ્યું કે શશિ થરૂરની યાત્રામાં કંઇ પણ અસામાન્ય નથી. તેમણે કહ્યું કે જ્યારે પણ તેઓ આ ક્ષેત્રમાંથી પસાર થાય છે ત્યારે થંગલથી મુલાકાત અચૂક કરે છે. શશિ થરૂરે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું કે કોંગ્રેસની અંદર વધુ એક જૂથ બનાવવામાં તેમને કોઇ રસ નથી. કોંગ્રેસ સાંસદે કહ્યું કે જો એક અક્ષર થવું હોય તો તે એક સંયુક્ત કોંગ્રેસ માટે U હોવું જોઇએ જેની પાર્ટીને જરૂરત છે. થરૂરે કહ્યું કે યૂડીએફનાં 2 સાંસદોનું એક સહયોગી દળનાં નેતાઓથી મળવામાં કોઇ મોટી વાત નથી.

થરૂરે દેશની વિભાજનકારી નિતી પર કરી વાત
થરૂરે આગળ કહ્યું કે આવા સમયે કે જ્યારે દેશમાં વિભાજનકારી રાજનિતી સક્રિય છે ત્યારે એવી રાજનિતીની જરૂરત છે કે જે બધાંને સાથે લાવે. તેમણે કહ્યું કે આ પ્રસંશનિય છે તે IUMLએ હાલમાં ચેન્નઇ, બેંગલોર અને મુંબઇમાં ભાઇચારાને વધારો આપવા માટે કાર્યક્રમ આયોજિત કરેલ હતો. 

થરૂર સાથે મુલાકાત બાદ થંગલનું નિવેદન
થરૂરને મળ્યાં બાદ થંગલે કહ્યું કે થરૂરનો તેના પરિવારની સાથે ઘનિષ્ઠ સંબંધ છે. થંગલે આગળ કહ્યું રે તેમણે તમામ મહત્વપૂર્ણ કાર્યક્રમો, અવસરો પર આમંત્રિત કરવામાં આવે છે. તેથી તે જ્યારે અહીં આવે છે ત્યારે અમને મળવા આવે છે.  

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ