બ્રેકિંગ ન્યુઝ
Bhushita
Last Updated: 01:51 PM, 21 March 2020
ADVERTISEMENT
ITR ફાઇલિંગ
ADVERTISEMENT
આઇટીઆરમાં કોઈ વિસંગતતા છે તો સંશોધિત રિટર્ન ફાઇલ કરવાની અંતિમ તારીખ પણ 31મી માર્ચ જ છે. આઇટીઆર ફાઇલ કર્યા વગર નવા નાણાકીય વર્ષમાં પ્રવેશને કારણે અનેક સમસ્યા આવી શકે છે. આ માટે સમયમર્યાદામાં વિલંબિત કે સંશોધિક રિર્ટન ફાઇલ કરવું યોગ્ય છે.
પાન કાર્ડને આધાર સાથે લિંક કરવું
જો તમે હજુ સુધી તમારા પાન કાર્ડને આધાર સાથે લિંક નથી કર્યું તો હવે 10 દિવસમાં તમારે આ કામ કરી લેવાની જરૂર છે. જો તમે આ બંને કાર્ડને લિંક નહીં કરો તો તમમને 10 હજાર રૂપિયાનો દંડ થઈ શકે છે. સરકારે પાન અને આધારને લિંક કરવાની તારીખ અનેક વખત વધારી છે પણ હવે તમને આમાંથી છૂટ મળી શકશે નહીં.
પીએમ આવાસ યોજના
પ્રધાનમંત્રી આવાસ યોજના PMYની ક્રેડિટ સબસિડીનો લાભ પણ તમને 31 માર્ચ સુધી જ મળી શકશે. કોરોના વાયરસના કારણે બેંકમાં ન જઈ શકતા ગ્રાહકો હાલમાં આ લાભથી વંચિત રહ્યા છે. જો તમે પણ આ યોજનાના લાભાર્થી છો તો છેલ્લી તારીખ પહેલાં તમારો લાભ મેળવી લો તે જરૂરી છે.
બિલેટેડ ટેક્સ રિટર્ન ફાઇલિંગ
31 માર્ચ મોડું રિટર્ન ફાઇલ કરવાની અંતિમ તારીખ છે. મોડેથી ઇન્કમટેક્સ રિટર્ન ફાઇલ કરવા પર પેનલ્ટી લાગે છે. નાણાકીય વર્ષ 2018-19 (આકારણી વર્ષ 2019-20) માટે ટેક્સ રિટર્ન ફાઇલ કરવાની અંતિમ તારીખ 31મી જુલાઈ, 2019 હતી. જેમાં એક મહિનાની છૂટ આપવામાં આવી હતી. એટલે કે જો તમારી આવક પાંચ લાખ રૂપિયાથી ઓછો હોય તો મોડેથી રિટર્ન ફાઇલ કરવા પર 1000 રૂપિયા દંડ હતો. જો તમારી આવક પાંચ લાખથી વધારે હોય અને 31મી માર્ચ સુધી રિટર્ન ફાઇલ કરો છો તો તમને 10,000 રૂપિયા સુધી પેનલ્ટી લાગી શકે છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.