બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / cold or hot what Kind of water keep kidney healthy

તમારા કામનું / કિડનીને સ્વાસ્થ રાખવા કેવું પાણી પીવુ, ઠંડુ કે ગરમ? જાણો શું કહે છે એક્સપર્ટ

Bijal Vyas

Last Updated: 04:08 PM, 10 March 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ખરાબ લાઇફસ્ટાઇલ અને અનહેલ્દી ખાનપાનની આદતો કિડનીને ખરાબ કરી શકે છે. જો કે રોજીંદા આદતોને પોતાના ડેઇલી રુટીનમાં સામેલ કરવામાં આવે તો કિડનીને સ્વસ્થ્ય રાખી શકાય છે.

  • કિડનીને હેલ્દી રાખવા રોજ 3 લીટર જેટલુ પાણી પીઓ
  • બહારનું ભોજનનું સેવન ના કરો
  • ડોક્ટરની સલાહ વિના પેઇનકિલર ના લેવી

કિડની આપણા શરીરના મહત્વના અંગો માંથી એક છે. કિડની શરીરમાંથી બધી ગંદકીને બહાર કાઢે છે. કિડનીમાં થોડી પણ મુશ્કેલી હોય તો શરીરને પ્રભાવિત કરે છે. ખરાબ લાઇફસ્ટાઇલ અને અનહેલ્દી ખાનપાનની આદતો કિડનીને ખરાબ કરી શકે છે. જો કે રોજીંદી આદતોને પોતાના ડેઇલી રુટીનમાં સામેલ કરવામાં આવે તો કિડનીને સ્વસ્થ્ય રાખી શકાય છે. આજે એવી જ અમુક આદતો વિશે જાણકારી મેળવીએ જેનાથી કિડનીને લાંબા સમય સુધી સ્વસ્થ્ય રાખી શકાય છે. 

ગરમ પાણી પીઓ
કિડનીને હેલ્દી રાખવા માટે રોજ ગરમ પાણી પીઓ. ડોક્ટર પણ આ વાત માન છે કે, કિડનીને સ્વસ્થ્ય રાખવા માટે દિવસ દરમિયાન 10થી 12 ગ્લાસ અથવા આશરે 3 લીટર જેટલુ પાણી પીવુ જોઇએ. જેથી શરીરમાંથી બધી ગંદકી બહાર નીકળી જાય. 

સમયસર ભોજન અને કસરત 
સમય પર ભોજન કરવુ ખૂબ જ જરુરી છે, કારણ કે યોગ્ય સમયે જમવાથી કિડની માટે જરુરી પોષક તત્વોની જરુરીયાત પૂરી થાય છે. આ ઉપરાંત નિયમિત વ્યાયામ(કસરત) કરવાથી શરીર સ્વસ્થ્ય રહે છે અને કિડનીને સ્વાસ્થ્ય બનાવે છે. 

મીઠાની માત્રામાં ઘટાડો
ડોક્ટર કહે છે કે આપણે મીઠાનું સેવન ઓછુ જ રાખવું જોઇએ. દિવસ દરમિયાન 5 ગ્રામથી વધારે મીઠાનું સેવન ના કરવું જોઇએ. 
બહારનું ભોજન ખાવા કરતા ઘરે બનાવેલુ ભોજન જ શ્રેષ્ઠ છે, કારણ કે બહારના ભોજનમાં મરી-મસાલા અને મીઠાનું પ્રમાણ વધારે જ હોય છે જે કિડનીના સ્વાસ્થ્ય માટે હાનિકારક છે. 

ધૂમ્રપાન છોડો
જો તમે ધૂમ્રપાન કરો છો તો આ આદતને તરત જ છોડી દો. આ ઉપરાંત નાની નાની વાત પર પેઇન કિલરની ગોળીઓનું સેવન ના કરો. જો તમારે દવા લેવી પડે તો એક વખત ડોક્ટરને જરુર પછી લો. આ ઉપરાંત કિડનીની બીમારીથી બચવા માટે હેલ્દી લાઇફસ્ટાઇલ ફોલો કરો, વજન કંટ્રોલમાં રાખો.

સંકળાયેલા મુદ્દાઓ

Health kidney healthy કિડની સ્વાસ્થ્ય Health
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ