બ્રેકિંગ ન્યુઝ

logo
logo

22 એપ્રિલથી 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'ના કલાકાર સોઢીનો સંપર્ક કટ

logo

અમેરિકામાં રોડ અકસ્માતમાં આણંદની 3 ગુજરાતી મહિલાઓના મોત, સમાજમાં શોકની લાગણી

logo

લોકસભા ચૂંટણી 2024: બીજા તબક્કાનું મતદાન પૂર્ણ, UPમાં સૌથી ઓછું મતદાન તો ત્રિપુરામાં થયું બમ્પર વોટિંગ

logo

રાજ્યમાં ઉનાળાની ઋતુમાં હવામાન વિભાગની કમોસમી વરસાદની આગાહી, આગામી 24 કલાક માટે સામાન્ય વરસાદની આગાહી, દક્ષિણ, મધ્ય અને ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી

logo

Gujarat BREAKING : સુરત લોકસભા બેઠકના કોંગ્રેસ ઉમેદવાર નિલેશ કુંભાણીને પક્ષમાંથી છ વર્ષ માટે કરાયા સસ્પેન્ડ, ફોર્મ રદ્દ થયા બાદ કોંગ્રેસ દ્વારા કરાઇ કાર્યવાહી

logo

AAPના પૂર્વ નેતા અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા હવે કમળ ખિલવશે, આવતીકાલે જોડાશે ભાજપમાં

VTV / બિઝનેસ / coal crisis power plants ministry of power pmo pk mishra prahlad joshi

coal crisis / કોલસાના સંકટને પહોંચી વળવા PMOએ બનાવ્યો પ્લાન, જો રાજ્યોએ આવું કર્યું તો સપ્લાય જ બંધ કરી દેવાશે

Dharmishtha

Last Updated: 12:18 PM, 13 October 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

કેન્દ્રીય વીજળી મંત્રાલયે એક નિર્દેશમાં ગ્રાહકોને કહ્યું છે કે વીજળી આપૂર્તિની જગ્યાએ ઉંચી કિંમતો પર વીજળી વેચનારા રાજ્યોને વીજળીનો સપ્લાય બંધ કરી દેવામાં આવશે.

  • ગ્રાહકોને ઉંચી કિંમતે વીજળી આપતા રાજ્યોનો વીજળીનો સપ્લાય બંધ કરાશે- કેન્દ્ર સરકાર
  • બેઠકમાં કોલસાનું પરિવહન વધારવા માટે ઉપાયો પર પણ ચર્ચા
  • કોલસા મંત્રાલયે કહ્યું કે વીજળી સપ્લાયમાં કોઈ પ્રકારના વિધ્નની વાત ખોટી

ગ્રાહકોને ઉંચી કિંમતે વીજળી આપતા રાજ્યોનો વીજળીનો સપ્લાય બંધ કરાશે- કેન્દ્ર સરકાર

PMOએ વીજળી સંયંત્રોના ઈંધણની કોઈ વિધ્ન વગર પૂર્તિ સુનિશ્ચિત કરવા માટે પ્લાન તૈયાર કર્યો છે. ત્યારે કેન્દ્રીય વીજળી મંત્રાલયે એક નિર્દેશમાં ગ્રાહકોને કહ્યું છે કે વીજળી આપૂર્તિની જગ્યાએ ઉંચી કિંમતો પર વીજળી વેચનારા રાજ્યોને વીજળીનો સપ્લાય બંધ કરી દેવામાં આવશે. મામલા સાથે જોડાયેલા 2 સરકારી અધિકારીઓના હવાલાથી એક ન્યૂઝ પેપરમાં લખવામાં આવ્યું છે કે મંગળવારે પીએમના પ્રધાન સચિવ પીકે મિશ્રાની સાથે થયેલી બેઠકમાં યોજના પર ચર્ચા થઈ. બેઠકમાં કોલસા સચિવ અનિલ કુમાર જૈન વીજળી સચિવ આલોક કુમાર અને રેલવે બોર્ડના ચેરમેન સુનીત શર્માએ ભાગ લીધો. બેઠકમાં કોલ ઈન્ડિયાની ઉપસ્થિતિ પણ રહી છે. જેને કોલસાની આપૂર્તીને વધારીને 2.1 મિલિયન ટન પ્રતિદિન કરવા માટે રોજના 200,000 ટન કોલસા ઉપરાંત સપ્લાય કરવાનો રહેશે.

બેઠકમાં કોલસાનું પરિવહન વધારવા માટે ઉપાયો પર પણ ચર્ચા

સૂત્રોના જણાવ્યાનુંસાર બેઠકમાં વીજળી સચિવ આલોક કુમાર અને એ કે જૈને કોલસા તથા વીજળીની ઉપલબ્ધતા અંગે સંપૂર્ણ જાણકારી આપી. બેઠકમાં કોલસાનું પરિવહન વધારવા માટે ઉપાયો પર પણ ચર્ચા થઈ. સૂત્રોના અનુસાર કોલસા મંત્રાલયને સપ્લાય વધારવાનું કહ્યું છે. જ્યારે રેલવેથી વીજળીઘરો સુધી કોલસાના ઉપયોગને લઈને રેક ઉપલબ્ધ કરાવવાનું કહ્યું છે. દેશમાં કોલસાની અછતથી વિભિન્ન રાજ્યોમાં વીજળીનો કાપ મુકાયો છે. દેશમાં કુલ ઉર્જા ઉત્પાદનમાં કોલસા આધારિત વીજળી સંયંત્રોની ભાગીદારી લગભગ 70 ટકા છે.

કોલસા મંત્રાલયે કહ્યું કે વીજળી સપ્લાયમાં કોઈ પ્રકારના વિધ્નની વાત ખોટી

લગભગ 2 તૃત્યાંશ કોલસા આધારિત વીજળી ઘરોમાં એક અઠવાડિયું અથવા તેનાથી ઓછું ઈંધણ ભંડાર બચ્યો છે. જો કે કોલસા મંત્રાલયે કહ્યું કે વીજળી સપ્લાયમાં કોઈ પ્રકારના વિધ્નની વાત ખોટી છે. રાજ્ય માંગને પુરી કરવા માટે વીજળી એક્સચેન્જથી મોંઘી વીજળી ખરીદવા મજબૂર થઈ રહ્યા છે. કેન્દ્રીય વીજળી મંત્રાલયે સંકટને દૂર કરવા માટે નિર્દેશ જારી કર્યા છે. તેમાં જ્યાં રાજ્યોથી એક્સચેન્જને વીજળી ઉંચા ભાવ પર વેચવા પર મનાઈ કરી છે. ત્યારે સાર્વજનિક વિસ્તારમાં વીજળી ઉત્પાદકોને પૂરતો સપ્લાય નિશ્ચિત કરવા કહ્યું છે.

 સરકાર વીજળી ઉત્પાદકોની કોલસા માંગને પહોંચી વળવાનો સંપૂર્ણ પ્રયાસ કરી રહી છે- જોશી

આ દરમિયાન એક કાર્યક્રમમાં કોલસા મંત્રી પ્રહ્વાદ જોશીએ કહ્યું કે સરકાર વીજળી ઉત્પાદકોની કોલસા માંગને પહોંચી વળવાનો સંપૂર્ણ પ્રયાસ કરી રહી છે. તેમણે કહ્યું કે કોલસા સપ્લાય હજું 19.5 લાખ ટન પ્રતિદિન છે જેને વધારીને 20 લાખ ટન પ્રતિદિન કરવાનો પ્રયાસ કરી રહ્યા છીએ. મંત્રીએ કહ્યું કે કોલસા મંત્રાલયમાં આ ઈંધણની માંગને પૂરી કરવાનો પ્રયાસ કરી રહ્યા છીએ. સોમવારે સપ્લાય 19.5 લાખ ટન રહ્યો છે. આનાથી 16 લાખ ટન કોલસો કોલ ઈન્ડિયાને શેષ સિંગરેલી કોલિયરીજ કંપનીએ મોકલ્યો. કુલ મળીને 19.5 લાખ ટનનો સપ્લાય થયો.

જોશીએ કોલસાના વાણિજ્યક ખનનની ત્રીજા ચરણની હરાજીના પ્રસંગે  આયોજીત કાર્યક્રમમાં કહ્યું કે 2020-21 ઓક્ટોબર અથવા તેની પહેલા અમે 20 લાખ ટનના સપ્લાય પર પહોંચવાનો પ્રયાસ કરશે. આ પણ એક રેકોર્ડ હશે. મંત્રીએ તમામ પક્ષોને કોલસાની પૂરતા સપ્લાયનો ભરોસો આપ્યો છે.


 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ