બ્રેકિંગ ન્યુઝ

logo
logo

1983ના 41 વર્ષ જૂના કેસમાં દાઉદ ઇબ્રાહિમ દોષ મુક્ત

logo

22 એપ્રિલથી 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'ના કલાકાર સોઢીનો સંપર્ક કટ

logo

અમેરિકામાં રોડ અકસ્માતમાં આણંદની 3 ગુજરાતી મહિલાઓના મોત, સમાજમાં શોકની લાગણી

logo

લોકસભા ચૂંટણી 2024: બીજા તબક્કાનું મતદાન પૂર્ણ, UPમાં સૌથી ઓછું મતદાન તો ત્રિપુરામાં થયું બમ્પર વોટિંગ

logo

રાજ્યમાં ઉનાળાની ઋતુમાં હવામાન વિભાગની કમોસમી વરસાદની આગાહી, આગામી 24 કલાક માટે સામાન્ય વરસાદની આગાહી, દક્ષિણ, મધ્ય અને ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી

logo

Gujarat BREAKING : સુરત લોકસભા બેઠકના કોંગ્રેસ ઉમેદવાર નિલેશ કુંભાણીને પક્ષમાંથી છ વર્ષ માટે કરાયા સસ્પેન્ડ, ફોર્મ રદ્દ થયા બાદ કોંગ્રેસ દ્વારા કરાઇ કાર્યવાહી

VTV / મુંબઈ / Politics / CM uddhav thackeray facebook live Resignation Hinduttva eknath shinde

મહારાષ્ટ્ર રાજકીય સંકટ / તો એક ઝાટકે CM અને શિવસેનાના પ્રમુખ પદેથી રાજીનામું આપી દઈશ, હું કોઈનાથી ડરતો નથી : ઉદ્ધવ ઠાકરે

Hiren

Last Updated: 06:37 PM, 22 June 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

મહારાષ્ટ્રના રાજકીય સંકટ વચ્ચે મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેએ પ્રથમ પ્રતિક્રિયા આપી છે. તેમણે ફેસબૂક લાઈવના માધ્યમથી લોકોને સંબોધન કર્યું હતું.

  • મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરે સોશિયલ મીડિયા પર કર્યું સંબોધન
  • મુખ્યમંત્રી પદ અને પાર્ટી અધ્યક્ષ પદેથી રાજીનામાં માટે તૈયારઃ ઉદ્ધવ ઠાકરે
  •  શિવસૈનિક CM બને તો મને ખુશી થશે, પરંતુ કોઈ ગદ્દારી ન કરેઃ ઉદ્ધવ ઠાકરે

મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરે સોશિયલ મીડિયા પર સંબોધન કર્યું હતું. જેમાં તેમણે જણાવ્યું હતું કે, શિવસેનાના અમૂક ધારાસભ્યો બળવો કરીને રાજ્ય બહાર ગયા છે. આ ધારાસભ્યોને બળજબરીપૂર્વ આસામના ગુવાહાટી લઇ જવાયા છે. વધુમાં તેમણે કહ્યું કે, જે ધારાસભ્યો મારૂં રાજીનામું ઈચ્છતા હોય, તે મારી સામે આવે. હું બળજબરીપૂર્વક મુખ્યમંત્રી રહેવા માગતો નથી. મેં રાજીનામું લખીને પણ રાખ્યું છે. જો મહાવિકાસ અઘાડી કહેશે, તો હું રાજીનામું આપવા પણ તૈયાર છું. જાણો તેમના સંબોધનની 8 મોટી વાતો...

ઉદ્ધવ ઠાકરેએ શું કહ્યું...

1. હું આજે મારું રાજીનામું તૈયાર રાખું છુંઃ ઉદ્ધવ ઠાકરે
જે ધારાસભ્યો મારુ રાજીનામું ઇચ્છતા હોય તે મારી સામે આવીને મને રાજીનામું આપવાનું કહે. બળજબરીપૂર્વક મને સીએમ પદે બેસવું પસંદ નથી. હું અત્યારે જ CM પદેથી હટવા માટે તૈયાર છું. જો મારી પાર્ટીના લોકો જ મને સીએમ તરીકે જોવા ન માગતા હોય તો શું કરવું જોઈએ. કેટલાક ધારાસભ્યોને બળજબરીપૂર્વક ગુવાહાટી લઈ જવાયા.

2. પાર્ટી અધ્યક્ષ પદેથી રાજીનામું આપવા તૈયારઃ ઉદ્ધવ ઠાકરે
શિવસૈનિકોને લાગે છે કે અધ્યક્ષ તરીકે યોગ્ય નથી તો પદ છોડવા માટે તૈયાર છું. શિવસેનાનો કાર્યકર્તા છું, કોઈ સમસ્યાથી ડરતો નથી.

3. મને સોનિયા ગાંધી અને શરદ પવારે જવાબદારી સોંપી
ઉદ્ધવ ઠાકરેએ કહ્યું કે, શરદ પવારે મુખ્યમંત્રી પદની જવાબદારી મને સંભાળવા કહ્યું હતું, હું અનુભવ વગર પુરી તાકાત સાથે મેદાનમાં ઉતર્યો. કોંગ્રેસ અને NCP કહે કે CM પદ માટે તમે ન જોઈએ તો હું હાલ જ રાજીનામું આપવા માટે તૈયાર છું. મને ક્યારેય સત્તાનો મોહ નથી રહ્યો.

4. શિવસેના ક્યારે હિન્દુત્વથી અલગ નથી રહીઃ ઉદ્ધવ ઠાકરે
ઉદ્ધવ ઠાકરેએ કહ્યું કે, હાલ અનેક સવાલ ચાલી રહ્યા છે કે શિવસેના કોણ ચલાવી રહ્યું છે?  શિવસેનાએ હિન્દુત્વ છોડી દીધુ હોવાની ચર્ચા થઇ રહી છે. લોકો પૂછી રહ્યા છે કે હિન્દત્વ માટે શું શું કર્યું ? શિવસેના ક્યારે હિન્દુત્વથી અલગ નથી થઈ. શિવસેના અને હિન્દુત્વ બંને એક સિક્કાની બે બાજૂ છે, બંને ક્યારેય અલગ થઈ શકે નહીં. બાળાસાહેબના વિચારોને આગળ લઈ જવાનું કામ અમે કરી રહ્યા છીએ. 2014 બાદ નવી શિવસેનાએ જ ચૂંટણી જીતી. આ બાળાસાહેબ ઠાકરેની શિવસેના છે. આદિત્ય અને શિંદે અયોધ્યા સાથે ગયા હતા.

5. શિવસૈનિક CM બને તો મને ખુશી થશે, પરંતુ કોઈ ગદ્દારી ન કરેઃ ઉદ્ધવ ઠાકરે
ઉદ્ધવ ઠાકરેએ કહ્યું કે, જો કોઈ શિવસૈનિક મુખ્યમંત્રી બને છે તો મને ખુશી થશે પરંતુ જો કોઈને કોઈ સમસ્યા હોય તો મને સીધી વાત કરે પરંતુ મારી સાથે કોઈ ગદ્દારી ન કરે. તેમણે કહ્યું કે, હું રાજીનામું આપવા માટે તૈયાર છું પરંતુ મારી કોઈ મજબૂરી નથી, હું કોઈ પર નિર્ભર નથી. 

6. એકનાથ શિંદે અંગે શું કહ્યું?
ઉદ્ધવ ઠાકરેએ કહ્યું કે, જો એકનાથ શિંદે આવીને કહી દે તો હું મુખ્યમંત્રી પદ છોડવા માટે તૈયાર છું. તમામ લોકો(MLA)એ મારુ સમર્થન કર્યું. જો મારા વિરૂદ્ધ એક પણ મત જાય છે તો હું મુખ્યમંત્રી પદ છોડવા તૈયાર છું. આ મારુ નાટક નથી. હું તમારી સાથે આવવા તૈયાર છું. સંખ્યા કોની પાસે કેટલી છે, મને આનાથી મતલબ નથી. જેની પાસે સંખ્યા હોય છે, તે જીતે છે. હું જેને પોતાના માનું છું, તેઓ ગુવાહાડી ગયા છે, આવીને મારી સાથે વાત કરે. સુરત અને ગુવાહાટી જઈને રાજીનામું કેમ માગો છે, સુરતમાં જવાના સ્થાને મારી સાથે વાત કરવાની જરૂર હતી.

7. મને કોઈ સત્તાની લાલચ નથીઃ ઉદ્ધવ ઠાકરે
ઉદ્ધવ ઠાકરેએ કહ્યું કે, મુખ્યમંત્રી પદ બિલકુલ અણધાર્યું મારી પાસે આવ્યું હતું. મને આની કોઈ કલ્પના નહોતી અને મને તેની લાલચ પણ નહોતી. જીવનમાં સત્તા આવે છે અને જતી રહે છે. મને સત્તાની લાલચ નથી. આ લોકશાહી છે જનતા મારો પરિવાર છે. મારે જનતા અંગે વિચારવાનું છે. સત્તાથી મને કોઈ લેવા દેવા નથી.

8. કોરોના સંકટનો સામનો કર્યોઃ ઉદ્ધવ ઠાકરે
ઠાકરેએ શરૂઆતમાં કોરોના મહામારીથી વાત શરૂ કરી હતી. તેમણે કહ્યું કે, કોરોના સંકટના સમયમાં મેં ડર્યા વગર સામનો કર્યો. જોકે, હું કોરોનાની વાત લઇને તમારી સામે નથી આવ્યો.  દેશના ટૉપ 5 મુખ્યમંત્રીઓમાં સામેલ હતો.

સંજય રાઉતે કહ્યું હતું, વિધાનસભા ભંગ થવાની પરિસ્થિતિ 

સંજય રાઉતે ટ્વિટ કરીને કહ્યું કે મહારાષ્ટ્રમાં હાલની પરિસ્થિતિ વિધાનસભા ભંગ કરવા તરફ જઈ રહી છે. હવે આ ટ્વિટ બાદ સંપૂર્ણ શક્યતા છે કે ઉદ્ધવ ઠાકરે રાજીનામું આપીને વિધાનસભા ભંગ કરાવવાનો પ્રસ્તાવ મૂકી શકે છે. 

સુરતથી ગુવાહાટી શિફ્ટ થયા એકનાથ શિંદે, 40 ધારાસભ્યોનું સમર્થન 

નોંધનીય છે કે મંગળવારે સુરતમાં એક હોટેલની અંદર શિવસેનાના નારાજ ધારાસભ્યો સાથે એકનાથ શિંદે પહોંચ્યા હતા જ્યાં એક બાદ એક અનેક બેઠકો કરવામાં આવી અને મુંબઈથી પણ નેતાઓ મુલાકાત માટે આવ્યા. જોકે અડધી રાતે તમામ ધારાસભ્યોને પ્લેનના મારફતે ગુવાહાટી પહોંચાડી દેવામાં આવ્યા છે. આ સાથે જ એકનાથ શિંદેએ જણાવ્યું હતું કે તેમની શિવસેના જ સાચી શિવસેના છે અને તેમની પાસે 40 ધારાસભ્યોનું સમર્થન છે. 

શિવસેના તો અમારી : શિંદનો દાવો

શિવસેના કોની ? ઉદ્ધવની કે શિંદેની...એકનાથ શિંદેએ હાલમાં કરેલા ટ્વિટથી તો એવું જ લાગી રહ્યું છે. લાગે છે કે મનામણા-રીસામણાંનો સમય હવે ખતમ થવાનો છે. શિવસેનાના બળવાખોર નેતા એકનાથ શિંદેના ઘારાસભ્ય ભરત ગોગાવાલેને પાર્ટીના વિધાનમંડળના નવા પ્રતિનિધિ તરીકે નિમ્યા છે. તેમણે ટ્વિટ કરીને આ જાણકારી આપી છે. તેની સાથે જ શિંદેએ કહ્યું કે, ગોગાવાલેને શિવસેનાના પ્રતિનિધિ નિમણૂંક કર્યા બાદ સુનીલ પ્રભુને આજની મીટિંગથી સંબંધિત આદેશ રદ થઈ જાય છે. શિંદેએ ટ્વિટ કરીને કહ્યું કે, શિવસેના ધારાસભ્ય ભરત ગોગાવાલેને શિવસેના વિધાનમંડળના પ્રતિનિધિ નિમણૂંક કરવામાં આવ્યા છે. ત્યારે આવા સમયે ધારાસભ્યોની મીટિંગ બોલાવાનો સુનીલ પ્રભૂનો આદેશ અમાન્ય ઘોષિત થઈ જાય છે. 

આ અગાઉ શિવસેનાએ ચીફ વ્હિપ સુનીલ પ્રભૂએ એક આદેશ જાહેર કર્યો હતો. જેમાં પાર્ટીએ તમામ ધારાસભ્યોને આજે બુધવારે સાંજે થનારી મીટિંગમાં આવવા માટે કહ્યું હતું. આ પત્રમાં જણાવ્યા અનુસાર જો કોઈ ધારાસભ્ય મીટિંગમાં પહોંચતા નથી, તો એવું માનવામાં આવશે કે તેણે પાર્ટી છોડી દીધી છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ