બ્રેકિંગ ન્યુઝ

logo
logo

1983ના 41 વર્ષ જૂના કેસમાં દાઉદ ઇબ્રાહિમ દોષ મુક્ત

logo

22 એપ્રિલથી 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'ના કલાકાર સોઢીનો સંપર્ક કટ

logo

અમેરિકામાં રોડ અકસ્માતમાં આણંદની 3 ગુજરાતી મહિલાઓના મોત, સમાજમાં શોકની લાગણી

logo

લોકસભા ચૂંટણી 2024: બીજા તબક્કાનું મતદાન પૂર્ણ, UPમાં સૌથી ઓછું મતદાન તો ત્રિપુરામાં થયું બમ્પર વોટિંગ

logo

રાજ્યમાં ઉનાળાની ઋતુમાં હવામાન વિભાગની કમોસમી વરસાદની આગાહી, આગામી 24 કલાક માટે સામાન્ય વરસાદની આગાહી, દક્ષિણ, મધ્ય અને ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી

logo

Gujarat BREAKING : સુરત લોકસભા બેઠકના કોંગ્રેસ ઉમેદવાર નિલેશ કુંભાણીને પક્ષમાંથી છ વર્ષ માટે કરાયા સસ્પેન્ડ, ફોર્મ રદ્દ થયા બાદ કોંગ્રેસ દ્વારા કરાઇ કાર્યવાહી

VTV / ગુજરાત / અમદાવાદ / CM Bhupendra Patel has taken an important decision for the convenience of citizens: 10 percent rebate if you pay tax in advance, more benefits if you pay it online

રાહત / CM ભૂપેન્દ્ર પટેલે નાગરિકોની સુવિધા માટે લીધો મહત્વપૂર્ણ નિર્ણય: એડવાન્સ વેરા ભર્યા તો મળશે 10 ટકા રિબેટ, ઓનલાઈન ભર્યા તો હજુ લાભ

Vishal Khamar

Last Updated: 10:47 PM, 20 January 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

તા.૩૧ માર્ચ-ર૦રર સુધીની કે તે પહેલાંના બાકી તમામ વેરા તા.૩૧ માર્ચ-ર૦ર૩ સુધીમાં ભરપાઇ કરનારા નાગરિકોને નોટિસ ફી-વ્યાજ-પેનલ્ટી અને વોરંટ ફી માંથી ૧૦૦ ટકા માફી અપાશે

  • આઝાદી કા અમૃત મહોત્સવ પ્રોત્સાહક વળતર યોજના"ના ધોરણો વધુ ઉદાર બનાવાયા
  • ૩૦ જૂન-ર૦ર૩ સુધીમાં એડવાન્સ ભરનારા કરદાતાને ૧૦ ટકા રિબેટ મળવાપાત્ર થશે
  • ઓનલાઇન પોર્ટલ મારફતે એડવાન્સ ટેક્ષ ભરનારા કરદાતાને વધારાનું પાંચ ટકા રિબેટ મળશે 

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યના નાગરિકોને નગરપાલિકાઓના તમામ પ્રકારના બાકી વેરા ભરપાઇ કરવા માટે રાહત આપતા બે મહત્વપૂર્ણ નિર્ણય કર્યા છે.  મુખ્યમંત્રીએ રાજ્યની તમામ વર્ગની નગરપાલિકાઓ પૂરતા નાણાં ભંડોળ અને નાણાંકીય વ્યવસ્થાપન દ્વારા આત્મનિર્ભર બને અને નગરોના કરદાતાઓને પણ કર ભરવામાં પ્રોત્સાહન મળે તેવા હેતુથી "આઝાદી કા અમૃત મહોત્સવ પ્રોત્સાહક વળતર યોજના "જાહેર કરેલી છે.  આ સંદર્ભમાં આ વળતર યોજનાના ધોરણો વધુ ઉદાર બનાવવાના જનહિતકારી બે નિર્ણયો મુખ્યમંત્રી  ભૂપેન્દ્ર પટેલે કર્યા છે. 

આઝાદી કા અમૃત મહોત્સવ પ્રોત્સાહક વળતર યોજના અંતર્ગત ૧૦ ટકા રિબેટ મળશે
મુખ્યમંત્રીએ કરેલા આ નિર્ણય અનુસાર, જે કરદાતાઓ તેમની મિલ્કત ઉપરના તા.૩૧મી માર્ચ-ર૦રર સુધીના કે તે પહેલાના માંગણા બિલના તમામ પ્રકારના વેરાની બાકી રકમ તા.૩૧મી માર્ચ-ર૦ર૩ સુધીમાં ભરપાઇ કરે તેમને નોટિસ ફી, વ્યાજ પેન્લટી અને વોરંટ ફી ની રકમ ૧૦૦ ટકા માફ કરી દેવાશે.  ભૂપેન્દ્ર પટેલે એવો પણ નિર્ણય કર્યો છે કે, આગામી નાણાંકીય વર્ષ ર૦ર૩-ર૪ ની વેરાની રકમ તા.૩૦ જૂન-ર૦ર૩ સુધીમાં એડવાન્સ ભરી દે તેવા કરદાતાઓને આ આઝાદી કા અમૃત મહોત્સવ પ્રોત્સાહક વળતર યોજના અંતર્ગત ૧૦ ટકા રિબેટ અપાશે. 

એડવાન્સ પ્રોપર્ટી ટેક્સ ભરશો તો મળશે રિબેટ

ઓનલાઈન એડવાન્સ ટેક્સ ભરપાઈ કરનારને 15 ટકા રિબેટ મળશે 
વેરાની એડવાન્સ રકમ તા.૩૦ જૂન-ર૦ર૩ સુધીમાં મોબાઇલ એપ્લીકેશન કે ઇ-નગર ઓનલાઇન પોર્ટલ દ્વારા ભરપાઇ કરે તેવા કરદાતાઓને વધારાનું પાંચ ટકા વળતર આપવામાં આવશે. ઓનલાઇન એડવાન્સ ટેક્ષ ભરનારા નાગરિકોને કુલ મળીને ૧પ ટકા રિબેટ વર્ષ ર૦ર૩-ર૪ના ભરવાપાત્ર વેરાની રકમ તા.૩૦ જૂન-ર૦ર૩ સુધીમાં એડવાન્સ ચુકવવા ઉપર મળશે.  મુખ્યમંત્રીના આ જનહિતકારી નિર્ણયને પરિણામે રાજ્યના નગરજનોને ટેક્ષ ભરપાઇ કરવાનું તેમજ આગામી વર્ષનો એડવાન્સ ટેક્ષ ભરવાનું પ્રોત્સાહન અને પ્રેરણા મળતા થશે. એટલું જ નહિ, ઓનલાઇન ટેક્ષ ટ્રાન્ઝેકશન્સને પણ પ્રેરક બળ મળશે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ