CM Bhupendra Patel called a meeting regarding Mahajal movement
સરકાર સક્રીય /
આજથી મહાજળ આંદોલન શરૂ થાય તે પહેલા CM ભૂપેન્દ્ર પટેલે ગત રાત્રે તાબડતોબ બોલાવી બેઠક, જાણો શું આપ્યો આદેશ
Team VTV12:09 AM, 26 May 22
| Updated: 12:22 AM, 26 May 22
બનાસકાંઠાના ખેડૂતોની પાણી અંગેની માંગ ન સંતોષતા ખેડૂતો આક્રમક મૂડમાં આવ્યા છે બીજી તરફ સરકાર પણ આ માંગને લઈને સક્રીય બની છે.
ખેડૂતોની પદયાત્રા અગાઉ રાજ્ય સરકાર સક્રિય બની
CM ભુપેન્દ્ર પટેલનો બેઠકમાં તળાવ ભરવા મુદ્દે વિધેયાત્મક અભિગમ
તળાવમાં પાણી ભરવા માટેના ઉપાયો ચકાસવા અધિકારીઓને કર્યા સૂચન
બનાસકાંઠામાં ઉનાળાની વિકટ સ્થિતિ વચ્ચે પાલનપુર તેમજ વડગામ તાલુકાના 125 ગામોંમાં પાણીનું સંકટ ઘેરું બન્યું છે. વર્ષોથી પાણી માટે તરસી રહેલા લાખો ખેડૂતોનું જળ આંદોલનના માર્ગે વળ્યા છે. પાલનપુર અને વડગામથી શરૂ થયેલું આ આંદોલન હવે આખા જિલ્લાના ખેડૂતોનું આંદોલન બની ગયું છે અને સરકારને આપેલું અલ્ટીમેટમ પૂર્ણ થતાં ગુરુવારે 50 હજારથી વધું ખેડૂતો મહારેલી યોજી સરકાર સામે બાયો ચડાવશે. આ મામલે ખેડૂતો દ્વારા આગામી તા. 26ના રોજ જળ આંદોલનને લઈને મહારેલીનું આયોજન કરાયું હતું. જેને પગલે સરકાર સક્રીય બની છે અને કરમાવત તળાવ ભરવા તાત્કાલિક CM ભૂપેન્દ્ર પટેલ દ્વારા બેઠક બોલાવવા આવી હતી.
તળાવમાં પાણી ભરવા માટેના ઉપાયો ચકાસવા અધિકારીઓને સૂચન
પાણીની માંગ સાથે ખેડૂતો લડી લેવાના મૂડમાં છે અને આવતીકાલે વિશાળ પદયાત્રા યોજાશે. દિન પ્રતિદિન પાણીની માંગ ઉગ્ર બનતી હોવાથી સરકાર સફાળી જાગી છે. ખેડૂતોની પદયાત્રા અગાઉ CM ભુપેન્દ્ર પટેલે બેઠક બોલાવી બેઠકમાં તળાવ ભરવા મુદ્દે વિધેયાત્મક અભિગમ અપનાવ્યો છે. બેઠકમાં તળાવમાં પાણી ભરવા માટેના ઉપાયો ચકાસવા અધિકારીઓને સૂચન કર્યા છે અને CM ભુપેન્દ્ર પટેલે તળાવ ભરવાની કાર્યયોજના અને આયોજન અંગે સુચના આપી હતી. જળસંપત્તિ વિભાગ સહિતના વિભાગોને તળાવ ભરવા યોજના બનાવવા મુખ્યમંત્રી સહિતનાઓએ સુચન આપી છે.
બેઠકમાં કોણ રહ્યુ ઉપસ્થિત ?
આ બેઠકમાં પાણી પુરવઠા વિભાગના મંત્રી ઋષિકેશ પટેલ, નર્મદા જળ સંપત્તિ વિભાગના મંત્રી જીતુ ચૌધરી, અન્ન નાગરિક પુરવઠા વિભાગ મંત્રી ગજેન્દ્રસિંહ પરમાર, બનાસકાંઠાના સાંસદ પરબત પટેલ, રાજ્યસભા સાંસદ દિનેશ અનાવાડિયા, ડીસાના ધારાસભ્ય શશીકાંત પંડ્યા, પૂર્વ મંત્રી હરિ ચૌધરી તથા જિલ્લા કિસાન મોરચાના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. મહત્વનું છે કે, થોડા સમય પહેલા જ હજારો ખેડૂતોએ કળશમાં જળ લઈને તળાવમાં બેસી વિરોધ નોંધાવ્યો હતો. ખેડૂતોની આ રેલીમાં પણ હજારો લોકો ઉમટી પડ્યા હતા. અને સરકારમાં રજૂઓતોની સાથે-સાથે અલ્ટીમેટમ પણ આપવામાં આવ્યું હતું. ત્યારબાદ સાંસદો અને નેતાઓ પણ ખાલી તળાવ અને ડેમને જોવાની સાથે સાથે અને ખેડૂતોને મનાવવા પહોંચી ગયા હતા. પરંતુ કોઈ સમાધાન આવ્યું ન હતું.
મહાઆંદોલનને કોનું સમર્થન?
જિલ્લાના 125 ગામડાઓના ખેડૂતોની મહારેલી
નાગવાસણ, જગાણા, ટાકરવાડા ગામના ખેડૂતોનું સમર્થન રાત્રી સભા યોજાઈ
તળાવ-ડેમમાં નર્મદાના પાણી પહોંચશે નહીં ત્યાં સુધી ખેડૂતોની લડતની ચીમકી
'પાણી આપો'ની માંગ સાથે 25 હજાર ખેડૂતો યોજાશે રેલી
ઉનાળાની વિકટ સ્થિતિ વચ્ચે પાલનપુર તેમજ વડગામ તાલુકાના 125 ગામોંમાં પાણીનું સંકટ ઘેરું બન્યું છે. પાણીની માંગ અંગે અનેક વખત રજૂઆત કરાયા બાદ હવે ખેડૂતો આંદોલનના માર્ગે વળ્યા છે. છેલ્લા ૨૫ વર્ષથી કરમાવાદ તળાવ તેમજ મુક્તેશ્વર ડેમમાં પાણી ઠલવાય તે અંગે ખેડૂતો રજુઆતો કરી-કરીને થાકયા છે. પરંતુ પરિણામમાં 'અંતમાં શૂન્ય તણો સરવાળો' ની માફક માંગ સંતોષાય નથી. જેને લઈને પોતાની માંગને બુલંદ કરવા ખેડૂતો દ્વારા આવતીકાલે 26ના રોજ જળ આંદોલનને લઈને મહારેલીનું આયોજન કરવામાં આવ્યું છે. જે રેલીની ખેડૂતો દ્વારા તડામાર તૈયારીઓ પણ પૂર્ણ કરી દેવામાં આવી છે. પાણીની માંગને સરકારના કાન સુધી પહોંચાડવા આશરે ૨૫ હજારથી વધુ ખેડૂતો આ મહારેલીમાં જોડાશે.
10 દિવસ અગાઉ 125 ગામના ખેડૂત આગેવાનોએ કળશ પૂજન કરી જળ આંદોલનની શરૂઆત કરી
જળ આંદોલનના સમર્થન બાદ કરમાવદ તળાવ માટે વિશાલ રેલી યોજાશે
જિલ્લાના અનેક ગામડાઓ આપી રહ્યા છે જળ આંદોલનને સમર્થન
ટેકામાં માર્કેટ યાર્ડના વેપારીઓ પાળશે બંધ કરમાવાદ તળાવ તેમજ મુકેશ્વર ડેમ તળિયાઝાટક છે. આ ડેમમાં પાણી ભરવામાં આવે તો 125 ગામડાંના ખેડૂતોને ફાયદો થઇ શકે તેમ છે. માર્કેટયાર્ડના વેપારીઓનું કહેવું છે કે ખેડૂતોને પાણી નહીં હોય તો કેવી રીતે ખેતી કરી ઉપજ મેળવશે અને કેવી રીતે ગંજ બજાર સુધી આવશે? તો અમારો આ ખેડૂતોને ટેકો છે. ખેડૂતો થકી આ માર્કેટ યાર્ડ ટકેલા છે. ત્યારે સરકાર ખેડૂતોની માંગ પૂરી કરી પાણી આપે જેથી આ વિસ્તારમાં પાણીની સમસ્યા દૂર થાય અને ખેડૂતો ખેતી કરી સમૃદ્ધ બને. તેમ યાર્ડના વેપારીઓએ સૂર પુરાવ્યો હતો. નોંધનીય છે કે, ગુજરાત વિધાનસભાની ચૂંટણી માથે છે ત્યારે ખેડૂતોએ પાણીની માંગ સાથે સરકાર સામે શિંગળા ભરાવતા સરકાર ભીંસમાં મુકાય છે.