બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / Clashes in 5 districts of Bihar: 125 arrested, firing-blast in Nalanda and Sasaram

Bihar Violence / બિહારના 5 જિલ્લાઓમાં હિંસક અથડામણ: 125ની ધરપકડ, નાલંદા અને સાસારામમાં ફાયરિંગ-બ્લાસ્ટ, 1નું મોત, અનેક ઘાયલ

Priyakant

Last Updated: 10:04 AM, 2 April 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

પરિસ્થિતિ કાબૂ બહાર જતી જોઈને પોલીસે સમગ્ર વિસ્તારમાં ફ્લેગ માર્ચ કરી મોડી સાંજે પ્રશાસને શહેરી વિસ્તારોમાં મોટી સંખ્યામાં પોલીસ બંદોબસ્ત ગોઠવી દીધો

  • રામનવમીની શોભાયાત્રા દરમિયાન બિહારના નાલંદામાં હિંસા 
  • બિહારના 5 જિલ્લાઓમાં હિંસક અથડામણ
  • અત્યાર સુધી 25ની ધરપકડ, નાલંદા-સાસારામમાં ફાયરિંગ-બ્લાસ્ટ, 1નું મોત

રામનવમીની શોભાયાત્રા દરમિયાન બિહારના નાલંદામાં શરૂ થયેલી હિંસાને કારણે અફરાતફરીનો માહોલ છે. થોડા કલાકોની શાંતિ બાદ શનિવારે ફરી એકવાર હિંસા ફાટી નીકળી હતી. આ દરમિયાન બંને તરફથી ગોળીબાર થયો જેમાં ઘણા લોકો ઘાયલ થયા અને એક વ્યક્તિનું મોત થયું છે. આ તરફ પરિસ્થિતિ કાબૂ બહાર જતી જોઈને પોલીસે સમગ્ર વિસ્તારમાં ફ્લેગ માર્ચ કરી હતી. જે બાદમાં મોડી સાંજે પ્રશાસને શહેરી વિસ્તારોમાં મોટી સંખ્યામાં પોલીસ બંદોબસ્ત ગોઠવી દીધો છે. બીજી તરફ સાસારામમાં કલમ 144 હજુ પણ લાગુ છે. ત્યાં પણ પોલીસે ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દીધો છે.

બિહારના પાંચ જિલ્લામાં રામ નવમીની શોભાયાત્રા દરમિયાન હિંસક અથડામણ થઈ છે. બિહાર શરીફ અને નાલંદાના સાસારામમાં બે દિવસથી ગોળીબાર અને બોમ્બ ધડાકા ચાલુ છે. નાલંદામાં ગોળી લાગવાથી એકનું મોત થયું છે, જ્યારે બંને જગ્યાએ ઘણા લોકો ઘાયલ થયા છે. બિહાર શરીફ, સાસારામ અને ગયામાં 125થી વધુ લોકોની ધરપકડ કરવામાં આવી છે.

બિહારના નાલંદામાં હિંસાને કારણે એક વ્યક્તિનું મોત થયું હતું. શહેરી વિસ્તારમાં મોટી સંખ્યામાં પોલીસ દળો તૈનાત કરવામાં આવ્યા હતા. ખુદ ડીએમ અને એસપી પણ મોડીરાત સુધી સમગ્ર વિસ્તારમાં પેટ્રોલિંગ કરતા રહ્યા. પોલીસના જણાવ્યા અનુસાર પહાડપુરા, બનૌલિયા, અલીનગર, બસર બીઘા, ખાસગંજ, કોનાસરાઈ અને રેલવે સ્ટેશન નજીકના વિસ્તારોમાં પથ્થરમારો અને અથડામણ થઈ હતી.

યુવકનું મોત
આ તરફ પહાડપુરાના રહેવાસી યુવકનું મોત થયું છે. પોલીસના જણાવ્યા અનુસાર આ જ વિસ્તારમાં અન્ય એક વ્યક્તિને પણ ગોળી વાગી હતી. જ્યારે ખાસગંજમાં પણ ફાયરિંગ દરમિયાન એક વ્યક્તિને ગોળી વાગી હતી. બંનેને સારવાર માટે સદર હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. એ જ રીતે ખાસગંજ વિસ્તારમાં પથ્થરમારામાં ઘણા લોકો ઉપરાંત ઘણા પોલીસકર્મીઓ પણ ઘાયલ થયા હતા.

શું કહ્યું પોલીસે ? 
પોલીસ અધિકારીઓના જણાવ્યા અનુસાર આ સમયગાળા દરમિયાન ઘણી જગ્યાએ આગચંપી પણ થઈ છે. જેમાં બે લોકો ખરાબ રીતે દાઝી ગયા છે. આમાંથી એક યુવકને ખરાબ રીતે ઘાયલ હાલતમાં પટના રિફર કરવામાં આવ્યો હતો. જોકે તેનું પણ રસ્તામાં જ મોત થયું હતું.

પોલીસ સામે ગંભીર આરોપ 
આ તરફ હવે આરોપ છે કે, જ્યારે હંગામો વધી ગયો તો સ્થાનિક લોકોએ પોલીસને ઘણી વખત જાણ કરી. આમ છતાં પોલીસ ઘટનાસ્થળે પહોંચી ન હતી. આવી સ્થિતિમાં કોણાસરાય વિસ્તારના ડઝનેક લોકો પોતે પોલીસ સ્ટેશન પહોંચ્યા અને પોલીસને સુરક્ષા માટે વિનંતી કરી. 

શું કહ્યું એસપીએ ? 
આ તરફ હવે  એસપી અશોક મિશ્રાએ જણાવ્યું કે, સ્થિતિને જોતા સમગ્ર વિસ્તારમાં સઘન નાકાબંધી, કડક પેટ્રોલિંગ સાથે ફ્લેગ માર્ચ કરવામાં આવી રહી છે. પોલીસ સમગ્ર વિસ્તાર પર ચાંપતી નજર રાખી રહી છે. હાલ સમગ્ર જિલ્લામાં સ્થિતિ કાબુમાં છે. આ સાથે ડીએમએ નાલંદાના રહેવાસીઓને અપીલ કરી છે કે, જ્યાં સુધી સ્થિતિ સામાન્ય ન થાય ત્યાં સુધી દરેક પોતાના ઘરમાં જ રહે.

સંકળાયેલા મુદ્દાઓ

Bihar Violence બિહાર નાલંદા ન્યૂઝ બિહારમાં હિંસા રામનવમી જુથ અથડામણ રામનવમીએ બબાલ સાસારામ Bihar Violence
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ