Clash between Dharmendra Singh Vaghela and Madhu Srivastava's group
અથડામણ /
વડોદરામાં ધર્મેન્દ્રસિંહ વાઘેલા અને મધુ શ્રીવાસ્તવનું જૂથ આવી ગયું આમને-સામને, જુઓ પછી થઇ જોવાજેવી
Team VTV04:56 PM, 09 Dec 22
| Updated: 04:57 PM, 09 Dec 22
વડોદરાના જેસીંગપૂરા ગામમાં ચૂંટણીના વિજય સરઘસમાં ફટાકડા ફોડવા મુદ્દે ધર્મેન્દ્રસિંહ વાઘેલા અને મધુ શ્રીવાસ્તવના જૂથ વચ્ચે અથડામણ સર્જાઈ હતી. આ મામલે બંને જૂથો દ્વારા સામ સામે ફરિયાદ નોંધવામાં આવી છે.
વડોદરાના જેસીંગપૂરા ગામમાં જૂથ અથડામણનો મામલો
ધર્મેન્દ્રસિંહ વાઘેલા અને મધુ શ્રીવાસ્તવના સમર્થકો વચ્ચે થઈ હતી માથાકૂટ
બે જૂથો દ્વારા સામ સામે નોંધાઇ ફરિયાદ
ગુજરાત વિધાનસભાની ચૂંટણીના પરિણામ જાહેર થઈ ચૂક્યા છે. વડોદરા જિલ્લાની 5 બેઠકોમાંથી 4 પર ભાજપે જીત મેળવી છે. વાઘોડિયા બેઠક પર અપક્ષ ઉમેદવાર ધર્મેન્દ્રસિંહ વાઘેલાએ ભાજપ-કોંગ્રેસ-બળવાખોરને ઘર ભેગા કર્યા હતા. વાઘોડિયા બેઠક પર ધર્મેન્દ્રસિંહ વાઘેલાની જીત થતાં તેમના સમર્થકો દ્વારા ઉજવણી કરવામાં આવી હતી. આ દરમિયાન વડોદરાના જેસીંગપૂરા ગામે ધર્મેન્દ્રસિંહ વાઘેલા અને મધુ શ્રીવાસ્તવના સમર્થકો વચ્ચે જૂથ અથડામણ સર્જાઈ હતી.
ધર્મેન્દ્રસિંહ વાઘેલા અને મધુ શ્રીવાસ્તવના સર્મથકો સામ-સામે
વાઘોડિયા બેઠક પર ઉમેદવાર ધર્મેન્દ્રસિંહ વાઘેલાની જીતના સમાચાર મળતા જ તેમના સમર્થકોએ ઉજવણી શરૂ કરી દીધી હતી. આ દરમિયાન વડોદરાના જેસીંગપૂરા ગામ વિજય સરઘસમાં ફટાકડા ફોડવા બાબતે ધર્મેન્દ્રસિંહ વાઘેલા અને મધુ શ્રીવાસ્તવના સર્મથકો સામ-સામે આવી ગયા હતા.
પોલીસે ગોઠવી દીધો ચુસ્ત બંદોબસ્ત
શરૂઆતમાં ઉગ્ર બોલાચાલી બાદ મામલો મારામારી સુધી પહોંચી જતાં પોલીસની ટીમો દોડતી થઈ હતી. પોલીસે તાત્કાલિક જેસીંગપૂરા ગામે ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દીધી હતો. આ મામલે ધર્મેન્દ્રસિંહ વાઘેલા અને મધુ શ્રીવાસ્તવના જૂથો દ્વારા સામ સામે ફરિયાદ નોંધાવવામાં આવી છે. બંને જૂથોમાંથી કુલ 9 લોકો સામે પોલીસ ફરિયાદ નોંધાવવામાં આવી છે.
ધર્મેન્દ્રસિંહ વાઘેલા જીત્યા
આપને જણાવી દઈએ કે, ભાજપે ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવની ટિકિટ કાપીને જિલ્લા ભાજપ પ્રમુખ અશ્વિન પટેલને ટિકિટ આપી હતી. જેના પગલે મધુ શ્રીવાસ્તવે અપક્ષ ઝંપલાવ્યું હતું. કોંગ્રેસમાંથી સત્યજીત ગાયકવાડ ચૂંટણી લડી રહ્યા હતા. જ્યારે ધમેન્દ્રસિંહ વાઘેલા પણ અપક્ષ લડ્યા હતા. જેના પગલે મતો વહેંચાયા હતા જેનો ફાયદો અપક્ષ ઉમેદવારને થયો હતો અને ધમેન્દ્ર સિંહ વાઘેલા 77,905 મતે વિજય થયા હતા. ભાજપના ઉમેદવાર અશ્વિન પટેલને 63899 મતો મળ્યા હતા.