બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / બિઝનેસ / claim that government of india is offering free laptops for all students messageand website link goes viral

સાવધાન / Fact Check: વિદ્યાર્થીઓને ફ્રીમાં લેપટોપ આપી રહી છે સરકાર? એપ્લાય કરતા પહેલા જરૂર વાંચી લેજો

Arohi

Last Updated: 04:03 PM, 5 October 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

વેબસાઈટ લિંકની લાથે એક ટેક્સ મેસેજ આ તેની સાથે વાયરલ થઈ રહ્યો છે જેમાં લખ્યું છે ભારત સરકાર દરેક વિદ્યાર્થીઓને મફત લેપટોપ આપી રહી છે. જાણો તેની હકીકત...

  • વાયરલ થઈ રહ્યો છે આવો મેસેજ 
  • જેમાં ભારત સરકાર મફત લેપટોપ આપવાનો દાવો 
  • જાણો આ લિંક પાછળની સચ્ચાઈ 

લોકોના ફોનમાં એક મેસેજ ખૂબ જ ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. આ મેસેજમાં એક વેબસાઈટ લિંક પણ આપવામાં આવી છે. મેસેજમાં કહેવામાં આવ્યું છે કે સરકાર દેશના દરેક વિદ્યાર્થીઓને ફ્રીમાં લેપટોપ આપી રહી છે. મહત્વની વાતએ છે કે આ ઓફરનો લાભ ઉઠાવવા માટે એક ખાસ પ્રકારના એપ પર રજીસ્ટ્રેશન કરવાની વાત કરવામાં આવી રહી છે. 

પરંતુ સરકારની આવી કોઈ સ્કીમ નથી ચાલી રહી. આ લિંક ફ્રોડ છે અને મેસેજ પણ ફ્રોડ છે. સરકારે એક ટ્વીટ દ્વારા આ વાતને સ્પષ્ટ કરી છે. સરકારે ટ્વીટમાં જણાવ્યું કે મેસેજ અને તેમાં આપવામાં આવેલી લિંક ફ્રોડ છે. તેનાપર ભરોસો ન કરો. સરકારે જણાવ્યું કે આ પ્રકારનું લેપટોપ આપવા જેવી કોઈ પણ યોજના નથી ચલાવવામાં આવી રહી. 

ફોન પર વાયરલ થઈ રહેલા આ મેસેજની તપાસ સરકારી એજન્સી પ્રેસ ઈનફોરમેશન બ્યુરોએ કરી છે. પ્રેસ ઈનફોરમેશન બ્યુરો સરકારના દરેક સમાચારને હેન્ડલ કરે છે. આ બ્યૂરોએ ખબરો પર સચ્ચાઈ અને તેની હકીકત જાણવા માટે પીઆઈબી ફેક્ટ ચેક શરૂ કર્યું છે. ફેક્ટ ચેકમાં જણાવવામાં આવ્યું છે કે કઈ ખબર મેસેજ, વીડિયો અથવા ટેક્સ ક્યાંથી આવ્યું છે અને તેમાં કેટલું સત્ય છે. પીઆઈબી ફેક્ટ ચેકમાં લેપટોપ વાળા મેસેજની તપાસ કરવામાં આવી અને તે મેસેજ ખોટ્ટો છે. સરકારની આવી કોઈ સ્કીમ નથી ચાલી રહી. 

સંકળાયેલા મુદ્દાઓ

Fact Check Viral Massage laptop ફેક્ટ ચેક લેપટોપ વાયરલ મેસેજ Fact Check
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ