બ્રેકિંગ ન્યુઝ
Last Updated: 11:43 AM, 6 October 2020
ADVERTISEMENT
કેન્દ્રીય મંત્રી પ્રકાશ જાવેડકર 50 ટકા દર્શકો સાથે સિનેમા હોલ ખોલવાની મંજૂરી આપી છે. આ માટે સુચના પ્રસારણ મંત્રીએ ગાઈડલાઈન બહાર પાડી છે. દેશમાં 6 મહિના બાદ સિનેમા હોલ ખુલશે. અનલોક 5માં વધુ એક જાહેર સ્થળ ખુલશે. 15 ઓક્ટોબરથી સિનેમા હોલ ખુલશે. સિનેમા હોલ-મલ્ટિપ્લેક્સને લઇ SOP જાહેર કરવામાં આવી છે. જેનું ચુસ્ત પણે પાલન કરવાનું રહેશે.
ADVERTISEMENT
સિનેમા ઘરો અને ફિલ્મ જોવા જઈ રહેલા લોકોને આ શરતોએ છુટછાટ આપવામાં આવી છે. જેમાં 50% બેઠક વ્યવસ્થા સાથે સિનેમા હોલ ખુલશે. સિનેમા હોલ-મલ્ટિપ્લેક્સમાં માસ્ક ફરજીયાત પહેરવાનું રહેશે.
ફિલ્મ જોવા આવનાર તથા સ્ટાફના પ્રવેશ સમયે થર્મલ સ્ક્રીનિંગની વ્યવસ્થા કરવાની રહેશે. ખાવા માટે માત્ર પેક ફૂડની જ વ્યવસ્થાને પરવાનગી આપવામાં આવી છે. સીટોની વચ્ચે સામાજિક અંતર જાળવવું પડશે.
गृह मंत्रालय के निर्णय के अनुसार सिनेमा हॉल, मल्टीप्लेक्स 15 अक्टूबर से खुलेंगे। स्वास्थ्य मंत्रालय की सलाह से सूचना और प्रसारण मंत्रालय ने एक मानक संचालन प्रकिया (SOP) घोषित की है और 50% लोगों की अनुमति होगी: केंद्रीय सूचना एवं प्रसारण मंत्री प्रकाश जावड़ेकर pic.twitter.com/bS1UPsZkFp
— ANI_HindiNews (@AHindinews) October 6, 2020
સિનેમા હોલની ટિકિટોના એડવાન્સ બુકિંગ પર ભાર મુકવામાં આવ્યો છે. તેમજ જગ્યાને કોરોના ફ્રી રાખવા તથા કોરોનાને ફેલાતો અટકાવવા માટે સિનેમા હોલ,મલ્ટીપ્લેક્સમાં નિયમિત સાફ સફાઇ કરવી પડશે. એટલું જ નહીં ઇન્ટરવલ દરમિયાન લિમિટેડ દર્શકો જ બહાર નીકળી શકશે. કોરોના માટેની જાગૃતિ માટે 1 મિનિટની ફિલ્મ બતાવવામાં આવશે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
બિઝનેસ / ભારતીય શેરબજારની સુસ્ત શરૂઆત, સેન્સેક્સ-નિફ્ટી આટલા અંકે ખૂલ્યા
Priyankka Triveddi
બિઝનેસ / દાવ લગાવી દેજો! 100 રૂપિયાને પાર જશે આ કંપનીના શેર, એક્સપર્ટનું બાય રેટિંગ
Pravin Joshi
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.