chinese hackers target indian vaccine makers sii bharat biotech says security firm
કોરોના વાયરસ /
ડ્રેગનની નવી ચાલ, હવે ભારતીય વેક્સીનને નિશાન બનાવીને કરી રહ્યું છે આવી હરકત...
Team VTV07:57 AM, 02 Mar 21
| Updated: 08:05 AM, 02 Mar 21
ઈન્ટલિજન્સ ફર્મના આધારે ભારતના 2 વેક્સીન નિર્માતાના આઈટી સિસ્ટમને હેક કરવાની કોશિશ ચીન સમર્થિત હેકર્સ ગ્રૂપે કરી છે.
ચીનની નવી ચાલ
ભારતીય વેક્સીનને બનાવ્યું નિશાન
વેક્સીનના ફોર્મ્યૂલા ચોરવાની કરી કોશિશ
કોરોના વેક્સીન બનાવનારી ભારતીય કંપનીઓ ચીની હેકર્સના નિશાન પર છે. ભારતમાં કોરોના વેક્સીનેશનની વચ્ચે ભારતીય વેક્સીન નિર્માતાઓના આઈટી સિસ્ટમને હેકર્સે ટારગેટ બનાવ્યા છે. ભારતીય વેક્સીન નિર્માતાઓના આઈટી સિસ્ટમને હેક કરવાની કોશિશ કરાઈ છે. હેકિંગની આ કોશિશ ચીન સમર્થિત હેકર્સના એક ગ્રૂપે કરી છે.
ઈન્ટેલિજન્સ ફર્મે કહ્યું કે જે બે વેક્સીન નિર્માતાઓના આઈટી સિસ્ટમને હેક કરવાની કોશિશ કરાઈ છે. તેમના વેક્સીન ડોઝના ઉપયોગ દેશના વેક્સીનેશન અભિયાનમાં કરાઈ રહ્યો છે. ઉલ્લેખનીય છે કે તેમનો હેતુ ભારતની કોરોના વેક્સીન સપ્લાયના ચેનને બાધિત કરવાનો હતો.
આ કંપનીઓને બનાવી ટાર્ગેટ
રિપોર્ટના આધારે ચીન સમર્થિત હેકર્સના એક ગ્રૂપે હાલના અઠવાડિયામાં કોરોના વેક્સીન બનાવનારી 2 ભારતીય કંપનીઓના આઈટી સિસ્ટમને નિશાન બનાવ્યા છે. તેમાં ભારત બાયોટેક અને સીરમ ઈન્સ્ટીટ્યૂટ ઓફ ઈન્ડિયા સામેલ છે. હેકર્સે આ કંપનીના આઈટી સિક્યોરિટીમાં ઘૂસ મારવાની કોશિશ કરી છે. ઈન્ટેલિજન્સ રિપોર્ટના આધારે ચીની હેકર્સ એપીટી10, જેને સ્ટોન પાંડાના નામે આળખવામાં આવે છે. તેઓએ ભારતના બાયોટેક અને સીરમ ઈન્સ્ટીટ્યૂટના આઈટી ઈન્ફ્રાસ્ટ્રક્ચર અને સપ્લાઈ ચેનના સોફ્ટવેરી નબળાઈને તપાસી છે.
ઉલ્લેખનીય છે કે ભારત અને ચીન બંને દેશ અલગ અલગ દેશને કોરોના વેક્સીન આપી રહ્યા છે. ભારત દુનિયાભરમાં વેચાનારી દરેક વેક્સીનનું 60 ટકાથી વધુ ઉત્પાદન કરી રહ્યો છે. એવામાં ચીન ભારતની કોરોના વેક્સીન સપ્લાયને બાધિત કરવા ઈચ્છે છે. આ માટે હેકર્સે ભારતીય વેક્સીન નિર્માતાના આઈટી સિસ્ટમને ટાર્ગેટ કર્યા.