બ્રેકિંગ ન્યુઝ

logo
logo

22 એપ્રિલથી 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'ના કલાકાર સોઢીનો સંપર્ક કટ

logo

અમેરિકામાં રોડ અકસ્માતમાં આણંદની 3 ગુજરાતી મહિલાઓના મોત, સમાજમાં શોકની લાગણી

logo

લોકસભા ચૂંટણી 2024: બીજા તબક્કાનું મતદાન પૂર્ણ, UPમાં સૌથી ઓછું મતદાન તો ત્રિપુરામાં થયું બમ્પર વોટિંગ

logo

રાજ્યમાં ઉનાળાની ઋતુમાં હવામાન વિભાગની કમોસમી વરસાદની આગાહી, આગામી 24 કલાક માટે સામાન્ય વરસાદની આગાહી, દક્ષિણ, મધ્ય અને ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી

logo

Gujarat BREAKING : સુરત લોકસભા બેઠકના કોંગ્રેસ ઉમેદવાર નિલેશ કુંભાણીને પક્ષમાંથી છ વર્ષ માટે કરાયા સસ્પેન્ડ, ફોર્મ રદ્દ થયા બાદ કોંગ્રેસ દ્વારા કરાઇ કાર્યવાહી

logo

AAPના પૂર્વ નેતા અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા હવે કમળ ખિલવશે, આવતીકાલે જોડાશે ભાજપમાં

VTV / chhattisgarh high court set aside the order of the family court said

ચુકાદો / હાઈકોર્ટનો મોટો આદેશ: અવિવાહિત દિકરી પિતાની સંપત્તિ પર કરી શકે દાવો, લગ્ન માટે માગ્યા હતા 25 લાખ રૂપિયા

Pravin

Last Updated: 01:39 PM, 30 March 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ભરણ પોષણ અધિનિયમ અંતર્ગત અવિવાહિત દિકરી પોતાના લગ્નમાં થનારા ખર્ચા માટે અભિભાવકો પર દાવો કરી શકે છે.

  • દિકરીએ પિતા પર ઠોક્યો દાવો
  • ફેમિલી કોર્ટના આદેશને પડકાર આપ્યો
  • છ વર્ષ બાદ યુવતીના પક્ષમાં આવ્યો નિર્ણય

છત્તીસગઢ હાઈકોર્ટે પોતાનો મહત્વપૂર્ણ આદેશમાં કહ્યું છે કે, હિન્દુ દત્તક એન્ડ ભરણ પોષણ અધિનિયમ અંતર્ગત અવિવાહિત દિકરી પોતાના લગ્નમાં થનારા ખર્ચા માટે અભિભાવકો પર દાવો કરી શકે છે. કોર્ટે આ આદેશ બાદ અવિવાહિત પુત્રીને છ વર્ષ બાદ રાહત આપી છે. જસ્ટિસ ગૌતમ ભાદુડી અને જસ્ટિસ સંજય એસ અગ્રવાલની ડિવીઝન બેંચે આ ટિપ્પણી સાથે દુર્ગ ફેમિલી કોર્ટના આદેશને રદ કરી દીધો છે. સાથે જ આ મામલે પુનર્વિચાર કરીને નિર્ણય લેવાનો આદેશ આપ્યો છે. 

દિકરીએ પિતા પર ઠોક્યો દાવો

ભાનૂરામ ભિલાઈ સ્ટિલ પ્લાન્ટમાં કામ કરતા હતા અને હવે તે રિટાયર્ડ થઈ ગયા છે. તેમની દિકરી રાજેશ્વરીએ વર્ષ 2016માં હાઈકોર્ટમાં અરજી કરી હતી. તેમાં કહેવાયું હતું કે, તેના પિતા હવે ટૂંક સમયમાં જ રિટાયર થવાના છે. રિયાયરમેંટ દરમિયાન એમને કુલ 55 લાખ રૂપિયા મળશે. તેણે કોર્ટને 20 લાખ રૂપિયા આપવાની માગ કરી હતી. ત્યારે હાઈકોર્ટે આ અરજીને ચલાવવા યોગ્ય ન લાગતા જાન્યુઆરી 2016માં રદ કરી દીધી હતી. સાથે જ તેને હિન્દુ દત્તક એન્ડ ભરણપોષણ અધિનિયમ 1956ની કલમ અંતર્ગત સંબંધિત ફેમિલી કોર્ટમાં અરજી કરવાની છૂટ આપી હતી. 

ફેમિલી કોર્ટના આદેશને પડકાર આપ્યો

હાઈકોર્ટના આદેશ પર તેણે દુર્ગ ફેમિલી કોર્ટમા અરજી કરી હતી. તેમાં પોતાના લગ્ન માટે 25 લાખ રૂપિયા પિતાને આપવાની માગ કરી હતી. ફેમિલી કોર્ટ 20 જાન્યુઆરી 2016ના રોજ તેની અરજી રદ કરી દીધી હતી. ત્યાર બાદ તેણે ફેમિલી કોર્ટના આદેશને વર્ષ 2016માં પડકાર આપતા અરજી દાખલ કરી હતી.

છ વર્ષ બાદ યુવતીના પક્ષમાં આવ્યો નિર્ણય

યુવકીએ ફેમિલી કોર્ટમાં રજૂ કરેલી અરજીમાં પોતાના લગ્ન પર થનારા ખર્ચ માટે પિતા પાસેથી 25 લાખ રૂપિયાનો દાવો કર્યો હતો. યુવતીએ કોર્ટને જણાવ્યું હતું કે, તેના પિતા રિટાયર થતાં 75 લાખ રૂપિયા મળ્યા છે. તેથી તેને 25 લાખ રૂપિયા અપાવે. છ વર્ષ બાદ હવે યુવતીના પક્ષમાં હાઈકોર્ટે નિર્ણય આપ્યો છે. અને ફેમિલી કોર્ટનો આદેશને ફગાવી દીધો છે. 

બાળકો તથાં વૃદ્ધોની દેખરેખની જવાબદારી

હાઈકોર્ટે કહ્યું કે, હિન્દુ દત્તક એન્ડ ભરણ પોષણ અધિનિયમ 1956ની કલમ 20 અંતર્ગત બાળકો તથા વૃદ્ધોની દેખરેખની જવાબદારી નક્કી કરવામા આવી છે. ત્યારે આવા સમયે અવિવાહિત પુત્રી પોતાના લગ્નના ખર્ચ માટે વાલીની સંપત્તિ પર દાવો કરી શકે છે. 

ભારતીય સમાજમાં લગ્ન દરમિયાન ખર્ચની જરૂરિયાત

હાઈકોર્ટે આદેશમાં કહ્યું કે, ભારતીય સમાજમાં લગ્ન પહેલા અને લગ્ન દરમિયાન ખર્ચની જરૂર પડે છે. યુવતી અવિવાહિત છે અને પોતાના વાલી પર આશ્રિત છે. તેથી કાયદા અનુસાર અવિવાહિત દિકરીનો અધિકાર આપવામાં આવે. હાઈકોર્ટે આદેશમાં કહ્યું છે કે, અધિનિયમ અંતર્ગત અવિવાહિત દિકરી પોતાના લગ્ન માટે વાલી પાસે ખર્ચનો દાવો કરવાનો અધિકાર રાખી શકે છે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ