Chardham Yatra Helicopter service kedarnath and hemkund
યાત્રા /
ચારધામ યાત્રા માટે 15 મેના રોજથી શરૂ થશે હેલિકોપ્ટર સેવા!
Team VTV11:20 AM, 13 May 19
| Updated: 11:28 AM, 13 May 19
હિન્દુઓની પવિત્ર ચારધામની યાત્રા શરૂ થઈ ચૂકી છે. પણ હજુ સુધી હેલિકોપ્ટરની સેવા શરૂ થઈ નથી. ત્યારે યાત્રાળુઓની સુવિધા માટે આ હેલિકોપ્ટરને સેવા આગામી 15મેથી શરૂ થઈ શકે છે. કેદારનાથ હેમકુંડ સાહિબ માટે આ હેલિકોપ્ટરની સેવા શરૂ થઈ શકે છે.
વાત એવી છે કે, સુરક્ષાને લઈને DGCAની એક ટીમ મુલાકાત કરવાની હતી. પરંતુ DGCAના અધિકારીઓ ચૂંટણી ફરજમાં વ્યવસ્ત હોવાથી મુલાકાત થઈ શકી નથી.
જે બાદ હવે DGCAની ટીમ આગામી 13 મેના રોજ સુરક્ષાને લઈને મુલાકાત લેશે અને નિરીક્ષણ કરશે. જેથી એવી આશા છે કે આગામી 15મે ના રોજથી યાત્રાળુઓ માટે હેલિકોપ્ટરની સેવા શરૂ થઈ શકે છે.
જોકે કેદારનાથ ધામ અને હેમકુંડ સાહિબ માટે હેલીકોપ્ટર સેવા ગત વખતની સરખામણીએ આ વર્ષે સસ્તી થઇ છે.