Change in the examination date of computer of senior clerk of Gujarat government
BIG NEWS /
ગુજરાત સરકારની વધુ એક ભરતી પરીક્ષા પાછી ઠેલાઈ,સિનિયર ક્લાર્કની કોમ્પ્યુટરની પરીક્ષા તારીખમાં ફેરફાર, જાણો વિગત
Team VTV03:57 PM, 17 Feb 22
| Updated: 08:40 PM, 17 Feb 22
બિન સચિવાલય પરીક્ષા બાદ વધુ એક પરીક્ષા પાછી ઠેલાઈ છે, CPT સિનિયર ક્લાર્ક (કોમ્પ્યુટર) ની પરીક્ષા એક સપ્તાહ બાદ લેવાશે તેવી જાહેરાત કરવામાં આવી છે
GSSSBની વધુ એક પરીક્ષા પાછી ઠેલાઇ
CPT સિનિયર ક્લાર્કની પરીક્ષા એક સપ્તાહ બાદ લેવાશે
GSSSBના ઇન્ચાર્જ ચેરમેન એ.કે.રાકેશે આપી માહિતી
અસિત વોરાના રાજીનામાં બાદ GSSSBના ઇન્ચાર્જ ચેરમેન એ.કે.રાકેશ જવાબદારી સંભાળી રહ્યા છે. પરીક્ષાઓ સુચારું રૂપે કોઈ ક્ષતિ વગર લેવાય તે માટે પરીક્ષાના આયોજન માટે વધુ સમય લઈ રહ્યા છે ત્યારે બિન સચિવાલય પરીક્ષા બાદ વધુ એક પરીક્ષા પાછી ઠેલાઈ છે. CPT સિનિયર ક્લાર્ક (કોમ્પ્યુટર) ની પરીક્ષા એક સપ્તાહ બાદ લેવાશે તેવી જાહેરાત કરવામાં આવી છે.
1497 જગ્યા માટે પ્રિલીમનરી પરીક્ષા બાદ કોમ્યુટર ટેસ્ટનું આયોજન હતું
ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ આ પ્રિલીમનરી પરીક્ષા બાદ કોમ્યુટર ટેસ્ટનું આયોજન કરે છે. સિનિયર ક્લાર્ક જાહેરાત નંબર 185/201920ની કુલ પોસ્ટ 1497 માટે ભરતી પ્રક્રિયા ચાલુ છે. જે માટે ભરતીમાં લાયક ઉમેદવારો તારીખ 24/02/2022 થી 27/02/2022 સુધી કોમ્યુટર પ્રોફિશિયન્સી ટેસ્ટ CPTનું આયોજન કરવામાં આવ્યું હતું. પણ કોઈ કારણોસર GSSSBના ઇન્ચાર્જ ચેરમેન એ.કે.રાકેશે ટ્વીટ કરી માહિતી આપી છે કે CPT સિનિયર ક્લાર્કની પરીક્ષા એક સપ્તાહ બાદ લેવાશે. વધુ માહિતી માટે gsssb.gujarat.gov.in પર પરીક્ષાના આયોજન વિશે અપડેટ રહેવા માટે જણાવવામાં આવ્યું છે.
GSSSBના ઇન્ચાર્જ ચેરમેન એ.કે.રાકેશે શું કહ્યું?
સિનિયર ક્લાર્ક પરીક્ષા (185) ના ઉમેદવારો માટે CPTની તારીખોમાં ફેરફાર થશે. તે લગભગ એક સપ્તાહ પાછળ ધકેલી દેવામાં આવશે. આજે સાંજ સુધીમાં GSSSB વેબસાઇટ પર વિગતો આપવામાં આવશે.
There would be a change in the dates of CPT for candidates of Senior Clerk examination(185).It would be pushed back by about a week. Details would be given on GSSSB website by today evening.
આ પહેલા બિન સચિવાલયની પરીક્ષા રખાઇ હતી મોકૂફ
13 ફેબ્રુઆરી રવિવારે યોજાનારી બિનસચિવાલય ક્લાર્કની પરીક્ષા મોકૂફની જાહેરાત બાદ સરકાર અને ગૌણ સેવા પસંદગી મંડળ સામે સોશિયલ મીડિયામાં બળાપો ઠાલવવામાં આવી રહ્યો છે.GSSSBના ઇન્ચાર્જ ચેરમેન એ.કે.રાકેશ અને પંકજ કુમાર પરીક્ષાના આયોજન અંગે સમીક્ષા કરવામાં આવી છે તેવી માહિતી ખુદ એ.કે.રાકેશે પ્રેસ કોન્ફરન્સ કરી આપી હતી. મોટી જાહેરાત કરતાં કહ્યું કે હવેની પરીક્ષા નવી SOP મુજબ લેવાશે. પરીક્ષાના સુચારું આયોજન માટે આ ભરતી હાલ પૂરતી મોકૂફ રાખવામાં આવી છે. તેમણે કહ્યું છે કે ભરતી પરીક્ષાનું ટ્રાન્સપોટેશન પ્રિન્ટિગ પ્રેસથી લઈ તમામ સુવિધાઓ પર હાલ સારામાં સારી રીતે કામ ચાલી રહ્યું છે, પારદર્શક પરીક્ષા લેવામાં આવશે જેથી ન્યાય તૈયારી કરતાં ઉમેદવારોને પૂરતો ન્યાય મળશે. આગામી 2 મહિનામાં ભરતી પરીક્ષાનું આયોજન થઈ જેશે તેવી જાણકારી પણ આપવામાં આવી છે.
શું પેપરલીક થવાના ડરથી બિન સચિવાલય પરીક્ષા મોકૂફ રખાઇ?
આ પ્રશ્નના સવાલ પર જવાબ આપતા ઇન્ચાર્જ અધ્યક્ષ એ કે રાકેશે કહ્યું કે હાલમાં પેપર લીક અંગે કોઇ બનાવ ધ્યાને આવ્યો નથી. ચેરમેન બદલાયા એટલે પરીક્ષાની તારીખ બદલવાની જરૂર પડી, અગાઉની પરીક્ષા પધ્ધતિથી હું વાકેફ ન હતો, 2 મહિનાની આસપાસ પરીક્ષા કાર્યવાહી પૂર્ણ કરી લેવાશે તેમજ પરીક્ષામાં પદ્ધતિમાં ફેરફાર કરવાનો હોવાથી આટલો સમય લાગશે