બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / chandrayaan 2 vikram lander found on moon surface isro good news

ચંદ્રયાન-2 મિશન / દેશની પ્રાર્થના કામ લાગી, ISROએ વિક્રમ લેન્ડરનું લોકેશન શોધી કાઢતાં ભારતની આશા ફરી જીવંત થઈ

Mehul

Last Updated: 02:16 PM, 8 September 2019

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ભારતની આશા ફરી જીવંત થઈ છે  ઐતિહાસિક ચંદ્રયાન-2 મિશનમાં ISROએ વિક્રમ લેન્ડરનું લોકેશન શોધી કાઢ્યું છે. પરંતુ હજુ સુધી વિક્રમનો સંપર્ક ISRO સેન્ટરથી નથી થઈ રહ્યો. ISROના વડા કે.સિવને કહ્યું કે અમે સંપર્ક કરવાનો પ્રયત્ન કરી રહ્યા છીએ.

કે સિવને જણાવ્યું કે ચંદ્રયાન-2ના ઓર્બિટરમાં આવેલાં ઓપ્ટિકલ હાઈ રિઝોલ્યુશન કેમેરાઓ વિક્રમ લેન્ડરની આજ સવારે તસવીરો લીધી છે. જેમાં તે સુરક્ષિત દેખાઈ રહ્યું છે. જો કે લેન્ડિંગ લોકેશનથી માત્ર 500 મીટર દૂર છે.
 

ISROના વડા કે. સિવને કહ્યું, અમે વિક્રમ લેન્ડરનું લોકેશન શોધી કાઢ્યું છે. ઇસરો (ISRO) ને ચંદ્ર પર વિક્રમ લેન્ડરની સ્થિતિ વિશે જાણકારી મેળવી લીધી છે. ઓર્બિટરે થર્મલ ઇમેજ કેમેરાથી તેની તસવીર લીધી છે. જોકે, તેનાથી પણ કોઇ સંચાર સ્થાપિત થઇ શક્યો નથી.

સમાચાર સૂત્રો અનુસાર વિક્રમ લેન્ડર લેન્ડિંગવાળી નક્કી જગ્યાથી 500 મીટર દૂર પડ્યું છે. ચંદ્રયાન 2ના ઓર્બિટરમાં લાગેલા ઓપ્ટિકલ હાઇ રિજોલ્યૂશન કેમેરા (OHRC) ને વિક્રમ લેન્ડરની તસવીર લીધી છે. હવે ઇસરો વૈજ્ઞાનિક ઓર્બિટર દ્વારા વિક્રમ લેન્ડરને સંદેશ મોકલવાની કોશિશ કરી રહ્યા છે. જેથી તેનું કોમ્યુનિકેશન સિસ્ટમ ઓન કરી શકાય. 

ભવિષ્યમાં વિક્રમ લેન્ડર અને પ્રજ્ઞાન રોવર કેટલુ કામ કરશે તેની જાણકારી તો ડેટા એનાલિસિસ બાદ જ જાણી શકાશે. ઇસરો વૈજ્ઞાનિક હાલ એ જાણકારી મેળવી રહ્યા છે કે ચંદ્રની સપાટીથી 2.1 કિમી ઉંચાઇ પર વિક્રમ પોતાના નક્કી માર્ગથી કેમ ભટકી ગયું.

તેનું એક કારણ એ પણ હોઇ શકે છે કે વિક્રમ લેન્ડરની સાઇડમાં લાગેલા નાના-નાના 4 સ્ટીયરિંગ એન્જિનોમાંથી કોઇ એક કામ ન કર્યું હોય. તેના કારણે વિક્રમ લેન્ડર પોતાના નક્કી માર્ગથી ડેવિએટ થઇ ગયું. અહીં જ તમામ સમસ્યાો શરૂ થઇ. તેથી વૈજ્ઞાનિક આ પોઇન્ટની સ્ટડી કરી રહ્યા છે. 
 

 

સંકળાયેલા મુદ્દાઓ

ISRO K Sivan National News chandrayaan 2 ગુજરાતી ન્યૂઝ Chandrayaan 2
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ