વડોદરાના હરણી વિસ્તારમાં વણકર પરિવારની 50 દિવસ પૂર્વે ગુમ થયેલી કોલેજિયન બે જોડિયાં બહેનો મળી ન આવતાં પરિવારજનો ચિંતાતુર બન્યો છે.ત્યારે બંને બહેનોનાં સીસીટીવી ફુટેજ સામે આવ્યા છે.
હરણીની ગુમ ટ્વીન્સ બહેનોના CCTV ફૂટેજ આવ્યા સામે
વડોદરાની એક દુકાનમાં અવર જવર કરતા દેખાઈ
બે વખત દુકાનની અંદર બહાર થતા દેખાઈ
હરણીની બે ટ્વિન્સ બહેનો છેલ્લા 51 દિવસથી ગુમ છે. ત્યારે બંને બહેનોનાં સીસીટીવી ફુટેજ સામે આવ્યા છે. ત્યારે બંને બહેનો વડોદરાની એક દુકાનમાં અવર જવર કરતી દેખાઈ રહી છે. તેમજ બે વખત દુકાનની અંદર તેમજ બહાર સીસીટીવીમાં કેદ થવા પામી છે. ત્યારે વડોદરા પોલીસ દ્વારા સંખ્યાબંધ સીસીટીવી ફુટેજ ચકાસ્યા હતા. ત્યારે હરણીમાં રહેતી ચીમન વણકરની બે દિકરીઓ ગત તા.17 મી ફેબ્રુઆરીથી ગુમ છે. તેમજ પરિવાર 51 દિવસથી ગુમ બંને દિકરીઓને શોધવા પિતા અને પરિવાર સતત રઝળપાટ કરે છે.
Vtvના અહેવાલ બાદ વડોદરા ક્રાઈમબ્રાંચ નડિયાદ પહોચી
વડોદરાની 2 યુવતીઓ શંકાસ્પદ રીતે ગુમ થવાનો મામલે VTVના અહેવાલ બાદ પોલીસ દ્વારા ટીમો બનાવીને બંને યુવતિઓને શોધવાની તજવીજ હાથ ધરી છે. દિકરીઓના પિતાએ નડીયાદના કિશન સોલંકી પર આરોપ લગાવ્યા હતા. Vtvના અહેવાલ બાદ વડોદરા ક્રાઈમબ્રાંચ નડિયાદ પહોચી છે. અને મીલ રોડ ઉપર રહેતા આરોપી કિશન સોલંકીની કરી પૂછપરછ હાથ ધરી છે. વડોદરા ક્રાઈમબ્રાંચે એક દિકરી સાથેના સંબંધ મુદ્દે કરી પૂછપરછ. ત્યારે આરોપી કિશન સોલંકી પોતાના પર લાગેલા આરોપો ફગાવી રહ્યો છે.
હું ગુનેગાર હોત તો હું અહી બેફિકર થઈ ફરતો ન હોત : કિશન
ત્યારે આ બાબતે કિશને જણાવ્યું હતું કે, યુવતીઓ ગુમ થયાની ઘટનાના મહિનાઓ પહેલાથી તેનો કોઈ સંપર્ક નથી. તેમજ હું ગુનેગાર હોત તો હું અહી બેફિકર થઈ ફરતો ન હોત. ત્યારે આવતીકાલે વડોદરા ક્રાઈમબ્રાંચની ઓફિસમાં કિશનને હાજર રહેવા ફરમાન કરવામાં આવ્યું છે. આવતીકાલે આરોપી કિશન સોલંકીની વધુ પૂછપરછ હાથ ધરવામાં આવશે. બંને દીકરીઓના પિતાએ આરોપી કિશન પર કર્યા ગંભીર આક્ષેપ કર્યા છે. દિકરીને શારીરિક અને માનસિક ત્રાસ આપીને લગ્ન માટે દબાણ કર્યાનો પણ આક્ષેપ કર્યો છે.
ચીમનભાઇ વણકર
બે જુડવા બહેનો અચાનક ગાયબ થતા પરિવાર ચિંતાતુર
વડોદરાની તો શહેરના હરણી વિસ્તારમાં મોટનાથ રેસીડેન્સીમાં રહેતા વણકર પરિવારની બે જુડવા બહેનો અચાનક ગાયબ થતા પરિવાર ચિંતાતુર જોવા મળ્યો છે આજથી 50 દિવસ પૂર્વે બંને જુડવા બહેનો જેમાંથી એક બહેન એમએસ યુનિવર્સિટીમાં જેને બીજી બહેન એસીડીટી કોલેજ ખાતે અભ્યાસ કરી રહી હતી અને ઘરેથી કોલેજ જવાનું કહી બંને બહેનો સાંજ સુધી પરત નહી ફરતા પરિવારના સભ્યોના જીવ તાળવે ચોટ્યા હતા અને ભારે શોધખોળ બાદ સારિકા અને શીતલ ઘરે પરત નહી ફરતા અંતે મામલો હરણી પોલીસ મથક પહોંચ્યો હતો. જ્યાં પોલીસે બંને દીકરીઓ ગુમ થવાની ઘટના સયાજીક જ પોલીસ મથકની હદમાં બને હોય પરિવારને પોલીસ મથકે ફરિયાદ નોંધાવા જણાવ્યું હતું જેમાં પોલીસે ગુમ થયાની અરજી લીધા બાદ તમામ પાસા ઉપર તપાસ આરંભી હતી. જેમાં પોલીસે એમએસ યુનિવર્સિટીના સીસીટીવી ફૂટેજ પણ ચેક કર્યા હતા જોકે સીસીટીવી ફૂટેજમાં કોલેજમાંથી બહાર નીકળ્યા બાદ ક્યાં જાય છે તેનો કોઈ સગડ નહીં મળતા પોલીસે પિતાના આક્ષેપો મુજબ કિશન સોલંકી નામના યુવકની પણ પોલીસ સ્ટેશનમાં પૂછપરછ આરામથી હતી જેમાં પણ પોલીસને કોઈ આધારભૂત કડી મળી નહીં .
પોલીસે કમિશ્નરે સમગ્ર કેસની તપાસ ક્રાઈમ બ્રાન્ચને સોંપી
જોકે પોલીસે કિશન સોલંકી ની પૂછપરછ કરી હતી જેમાં પણ પરિવારના મોભીને વિશ્વાસ બેસતો નથી અને સતત કિશન સોલંકી એ જ તેનું અપહરણ કર્યું હોય તેવા આક્ષેપો કરી રહ્યો છે. જોકે પોલીસ તપાસમાં હકારાત્મક જવાબ નહીં મળતા અંતે ચીમનભાઈએ મુખ્યમંત્રી ગૃહ મંત્રી પોલીસ મહાન નિર્દેશક અને શેર પોલીસ કમિશનર સહિત તમામને પોતાની આપ વીતી જણાવતી અને ગુમ થયેલ દીકરીને શોધી કાઢવા માટે અરજી કરી હતી. જે અરજીના અનુસંધાનમાં પોલીસ કમિશનર સમશેરસિંઘે સમગ્ર પ્રકરણની તપાસ ક્રાઈમ બ્રાન્ચને સોંપવામાં આવી હતી જોકે પંદર દિવસ વીત્યા છતાં ક્રાઈમ બ્રાન્ચ તરફથી કોઈ પણ સગડ નહીં મળતા આજે પિતા ખૂબ વ્યથિત થયા હતા.
છેલ્લા પંદર દિવસથી ક્રાઇમ બ્રાન્ચ બે જોડિયાં બહેનોની તપાસ કરી રહ્યું છે. ક્રાઇમ બ્રાન્ચે જોડિયાં બહેનોની શોધખોળ માટે કેલિફોર્નિયાથી તેઓના વોટ્સએપ ડેટા મંગાવ્યા હોવાની માહિતી સાપડી છે કારણ કે સારિકા અને શીતલ બંને જુડવા બહેનો જ્યારે પણ મોબાઈલ ઓપન કરે છે ત્યારે વાઇફાઇ થી whatsapp ડેટા યુઝ કરતા હોય તેની માહિતી માત્ર કેરીફોનિયા થી મળી શકે તેમ હોય પોલીસે લેખિતમાં ડેટા મોકલવા જાણ કરી છે. વડોદરા હરણી વિસ્તારમાં રહેતા ચીમન વણકર સરકારી નોકરીમાંથી નિવૃત્ત થયા બાદ બે પુત્રો અને બે જોડિયા 23 વર્ષીય દીકરીઓ સારિકા અને શીતલ સાથે રહેતા હતા. અને દીકરીઓ વહેલી તકે મળી જાય તેની ચિંતામાં દિવસો પસાર કરી રહ્યા છે. સમયાંતરે પહેલાં સયાજીગંજ પોલીસ મથકમાં તપાસ કરતી પોલીસ ટીમને અને હવે ક્રાઇમ બ્રાન્ચના તપાસ અધિકારીને દીકરીના સગડ અંગે પૂછપરછ કરી રહ્યા છે. પરંતુ, તેઓને નિરાશાજનક જવાબ મળી રહ્યો છે. પિતાશ ચીમનભાઈ ને બંને દીકરીઓ ગુમ થતા હાલની વર્તમાન સ્થિતિ જોઇને વધુ ચિંતા થાય છે ભારે હૈયે ચીમનભાઇ વણકરે જણાવ્યું હતું કે, ખરાબ વિચારો મને કોરી ખાય છે.
જુવાન દીકરીઓની ચિંતામાં દિવસો પસાર કરી રહેલા ચીમનભાઇ વણકરે જણાવ્યું કે, ક્રાઇમ બ્રાંચ દ્વારા 50 દિવસથી ગુમ બે જોડિયાં બહેનો સારિકા અને શીતલની ભાળ મેળવવા માટે ટેક્નોલોજીનો પણ ઉપયોગ કરી રહ્યું છે. ક્રાઇમ બ્રાંચ દ્વારા અલગ-અલગ એંગલ દ્વારા ગુમશુદા દીકરીઓની તપાસ કરવામાં આવી રહી છે. જેમાં પોલીસ દ્વારા જોડિયાં સારિકા અને શીતલને તેના પરિવાર તરફથી કોઇ દુઃખ હતું કે નહિં? જ્યારે બંને બહેનો જતી રહી તે દિવસે અથવા તે પૂર્વે તેના પરિવાર દ્વારા કોઇ બાબતે ઠપકો આપવામાં આવ્યો હતો કે કેમ? જેવા વિવિધ એંગલો ઉપર પણ તપાસ શરૂ કરી હોવાનું જાણવા મળ્યું છે.