cat slaps a dog and video got viral see viral video
વાયરલ /
કૂતરાની આવી હરકતના કારણે બિલાડીએ માર્યો જોરદાર લાફો, Funny VIDEO જોઈ હસી હસીને ગોટો વળી જશો
Team VTV07:20 PM, 01 Jun 22
| Updated: 07:21 PM, 01 Jun 22
એક કૂતરા અને બિલાડીના એક વીડિયોએ ઇન્ટરનેટ પર ધૂમ મચાવી દીધી છે. જે પણ આ વીડિયો જોવે છે તે પોતાનું હસવું નથી રોકી શકતું.
કૂતરાને બિલાડીએ મારી દીધો જોરદાર લાફો
કૂતરાની આ હરકત પર નારાજ થઈ બિલાડી
જુઓ વાયરલ વીડિયો
ઇન્ટરનેટ પર દરરોજ કંઇક ને કંઇક વાયરલ થાય છે. વાયરલ કન્ટેન્ટનું જાણે પુર આવ્યું હોય. લોકોની સાથે પ્રાણીઓ પણ આમાં મહત્વની ભૂમિકા ભજવવા લાગ્યા છે. ક્યારેક કૂતરા તો ક્યારેક બિલાડી લોકોના મનોરંજનનું સાધન બની જાય છે. સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઈન્સ્ટાગ્રામ પર વધુ એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે.
વીડિયોમાં જોવા મળી કૂતરા બિલાડીની લડાઈ
આ વીડિયોમાં કૂતરા અને બિલાડીની લડાઈ જોવા મળી રહી છે. વીડિયોમાં તમે જોઈ શકો છો કે એક કૂતરો બાથરૂમમાં ટબમાં રાખેલા પાણી સાથે રમી રહ્યો છે. કૂતરો પાણીમાં જોરથી લાત મારી રહ્યો છે અને પાણી બહાર ફેંકી રહ્યો છે. જેના કારણે પાણીનો પણ બગાડ થઈ રહ્યો છે. આ જોઈને બિલાડી બાથરૂમમાં પ્રવેશે છે.
બિલાડી ગુસ્સે થઈ જાય છે અને કૂતરાને જોરદાર થપ્પડ મારે છે. કૂતરાને થપ્પડ મારતાની સાથે જ બિલાડી જોરથી બૂમો પાડે છે. આવા સમયે કૂતરો પણ પોતાની ભૂલ સમજાય છે અને બિલાડી સામે નજર ન મીલાઈ શકતો કૂતરો પોતાનું મોંઢુ ઢાંકી લે છે.
કૂતરા બિલાડીની લડાઈ
કૂતરા અને બિલાડી વચ્ચેની આ લડાઈને સોશિયલ મીડિયા પર ઘણો પ્રેમ મળી રહ્યો છે. લોકો પણ વિચારવા લાગ્યા કે કૂતરા અને બિલાડી માણસોની જેમ ક્યારથી વિચારવા લાગ્યા. આ વીડિયો ઇન્ટરનેટ પર ઘણો વાયરલ થઈ રહ્યો છે.
તમને જણાવી દઈએ કે વીડિયો ઈન્સ્ટાગ્રામ પર હસ્કીઝ નામના એકાઉન્ટથી શેર કરવામાં આવ્યો છે. તેને 4 લાખથી વધુ લોકોએ પસંદ પણ કર્યો છે. એક યુઝરે લખ્યું, 'કેટલી અદ્ભુત બિલાડી.' અન્ય યુઝરે લખ્યું, 'તોફાની કૂતરાઓને કાબૂમાં રાખવા માટે ઘરમાં બિલાડી રાખવી જોઈએ.'