બ્રેકિંગ ન્યુઝ

logo
logo

22 એપ્રિલથી 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'ના કલાકાર સોઢીનો સંપર્ક કટ

logo

અમેરિકામાં રોડ અકસ્માતમાં આણંદની 3 ગુજરાતી મહિલાઓના મોત, સમાજમાં શોકની લાગણી

logo

લોકસભા ચૂંટણી 2024: બીજા તબક્કાનું મતદાન પૂર્ણ, UPમાં સૌથી ઓછું મતદાન તો ત્રિપુરામાં થયું બમ્પર વોટિંગ

logo

રાજ્યમાં ઉનાળાની ઋતુમાં હવામાન વિભાગની કમોસમી વરસાદની આગાહી, આગામી 24 કલાક માટે સામાન્ય વરસાદની આગાહી, દક્ષિણ, મધ્ય અને ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી

logo

Gujarat BREAKING : સુરત લોકસભા બેઠકના કોંગ્રેસ ઉમેદવાર નિલેશ કુંભાણીને પક્ષમાંથી છ વર્ષ માટે કરાયા સસ્પેન્ડ, ફોર્મ રદ્દ થયા બાદ કોંગ્રેસ દ્વારા કરાઇ કાર્યવાહી

logo

AAPના પૂર્વ નેતા અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા હવે કમળ ખિલવશે, આવતીકાલે જોડાશે ભાજપમાં

VTV / બિઝનેસ / car bike insurance premium may hike from april

નવા દર / નવી Car-Bike પર ખિસ્સાં ખાલી કરવા તૈયાર રહેજો, જાણો કેટલું વધી જશે Insurance પ્રીમિયમ

Premal

Last Updated: 01:26 PM, 6 March 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

જો તમે નવી કાર અથવા બાઈક ખરીદવા માંગો છો તો તમારે ઈન્શ્યોરન્સ માટે વધુ રૂપિયા ભરવા પડશે. કેન્દ્રીય માર્ગ અને પરિવહન મંત્રાલયે ઘણા કેટેગરીના વાહનો માટે થર્ડ પાર્ટી મોટર ઈન્શ્યોરન્સ પ્રીમિયમમાં વધારાનો પ્રસ્તાવ આપ્યો છે. વધારવામાં આવેલા દર આગામી મહિને એટલેકે એપ્રિલથી લાગુ થવાનું અનુમાન છે.

  • તમારે કાર અને બાઈક ખરીદવુ હોય તો વધુ રૂપિયા ભરવા પડશે
  • તમારે ઈન્શ્યોરન્સ માટે વધુ રૂપિયા ચૂકવવા પડશે
  • થર્ડ પાર્ટી મોટર ઈન્શ્યોરન્સ પ્રીમિયમમાં વધારાનો પ્રસ્તાવ આપ્યો

દરમાં વધારાનો છે આ પ્રસ્તાવ 

આવી સ્થિતિમાં તમારે 1લી એપ્રિલથી કાર અને ટુ-વ્હીલર વાહનોના વીમા માટે વધારવામાં આવેલુ પ્રીમિયમ આપવુ પડશે. કોરોના મહામારીને કારણે બે વર્ષની મુદ્દત બાદ સંશોધિત ટીપી વીમા પ્રીમિયમ એક એપ્રિલથી લાગુ થશે. ઉલ્લેખનીય છે કે, વાહન દુર્ઘટનામાં થર્ડ પાર્ટીને થયેલા આર્થિક નુકસાનની ભરપાઈ માટે આ ઈન્શ્યોરન્સ લેવો ફરજીયાત હોય છે. ઑફર કરેલા દર પ્રમાણે 1000 સીસીવાળી ખાનગી કાર પર 2019-20ના 2072 રૂપિયાની તુલનામાં 2094 રૂપિયાના દર લાગુ થશે. આ રીતે 1000 સીસીથી 1500 સીસીવાળી ખાનગી કારો પર 3221 રૂપિયાની તુલનામાં 3416 રૂપિયાના દર હશે. જ્યારે 1500 સીસીની ઉપરની કારના માલિકોને 7890 રૂપિયાની જગ્યાએ 7897 રૂપિયાનું પ્રીમિયમ આપવુ પડશે. ટુ-વ્હીલરના કિસ્સામાં 150 સીસીથી 350 સીસી સુધીના વાહનો માટે 1366 રૂપિયા પ્રીમિયમ તરીકે ચૂકવવા પડશે. જ્યારે 350 સીસીથી વધુ વાહનો માટે પ્રીમિયમ 2804 રૂપિયા હશે. 

આ વાહનો માટે ડિસ્કાઉન્ટની દરખાસ્ત 

કેન્દ્રીય માર્ગ અને પરિવહન મંત્રાલયની દરખાસ્ત મુજબ ઈલેક્ટ્રીક ખાનગી કાર, ઈલેક્ટ્રીક ટૂ-વ્હીલર્સ અને હાઇબ્રિડ ઇલેક્ટ્રીક વાહનો માટે ડિસ્કાઉન્ટની દરખાસ્ત પણ છે. ડ્રાફ્ટ નોટિફિકેશન મુજબ ઇલેક્ટ્રીક ખાનગી કાર, ઇલેક્ટ્રીક ટુ-વ્હીલર્સ, ઇલેક્ટ્રીક કોમર્શિયલ વેહીકલ અને ઈલેક્ટ્રીક ખાનગી વાહનો પર 15 ટકાના ડિસ્કાઉન્ટનો પ્રસ્તાવ છે. હાઈબ્રિડ ઈલેક્ટ્રીક કાર માટે નોટિફિકેશનમાં 7.5 ટકાના ડિસ્કાઉન્ટની દરખાસ્ત આપવામાં આવી છે. સુચનામાં કહેવામાં આવ્યું છે કે સુચિત ડિસ્કાઉન્ટ પર્યાવરણને અનુકૂળ વાહનોના ઉપયોગને પ્રોત્સાહિત કરશે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ