બ્રેકિંગ ન્યુઝ
VTV / Politics / Candidates with criminal record will break a sweat with the new rule, the party has to do this on social media
Nirav
Last Updated: 04:02 PM, 17 October 2020
ADVERTISEMENT
આ અંગે ઇલેક્શન કમિશને સ્પષ્ટતા કરી છે કે પાર્ટીએ ખુલાસો કરવો પડશે કે તેણે ગુનાહિત છબીવાળી વ્યક્તિને શા માટે પસંદ કરી ? આ કિસ્સામાં, ફક્ત એમ કહેવું કે આ વ્યક્તિ જીતી શકે તેવો ઉમેદવાર છે તેથી તેને ટિકિટ આપવામાં આવી છે તેમ નહીં ચાલે. ચૂંટણી આયોગે કહ્યું કે પાર્ટીએ કહેવું પડશે કે આ કલંકિત ઉમેદવાર અન્ય સ્વચ્છ ઉમેદવાર કરતા કેવી રીતે સારો છે ?
ADVERTISEMENT
શા માટે નથી મળતી સાફ સુથરી ઇમેજ ધરાવનારને ચૂંટણી ટિકિટ ?
છેવટે એક સ્વચ્છ ઇમેજ વાળા ઉમેદવારને કેમ ટિકિટ મળી શકતી નથી ? ઇલેક્શન કમિશને કહ્યું કે પાર્ટી આ અંગે સ્પષ્ટતા કરશે અને તેને તેના અધિકૃત સોશિયલ મીડિયા એકાઉન્ટ પર પણ મૂકશે. ઇલેક્શન કમિશને આ નિર્દેશ એટલા માટે આપ્યો છે કારણ કે સોશિયલ મીડિયાની પહોંચ અને વ્યાપ દૂર દૂર સુધી છે અને તેના પર રાખવામાં આવેલી માહિતી હંમેશા માટે મોજૂદ રહી શકે છે.
ટીવી અને અખબારો જોવામાં અસમર્થ વ્યક્તિ પણ મોબાઇલ ફોન પર આ માહિતી જોઈ શકશે. નોંધપાત્ર વાત એ છે કે સુપ્રીમ કોર્ટના આદેશ બાદ આ અંગે ચૂંટણી પંચે ગુનાઓનો રેકોર્ડ પ્રકાશિત કરવો જરૂરી બનાવ્યો છે.
નોમિનેશન પેપરમાં કોઈ પણ જગ્યા ખાલી ન રાખશો
આ સાથે જ ઇલેક્શન કમિશને ઉમેદવારોને સ્પષ્ટ સૂચના પણ આપી છે કે, ઉમેદવારી પત્રની કોઈપણ કોલમ ખાલીને કોઈ ઉમેદવાર તેનું નામાંકન દાખલ કરાવવા માટે આવે છે તો તેમનું નામાંકન ત્યાં જ રદ કરી શકાય.
જો કે આ અંગે ચૂંટણી પંચે જણાવ્યું હતું કે ખાનું ખાલી રહેવાની સ્થિતિમાં રીટર્નિંગ ઓફિસર ઉમેદવારને ટૂંકી સૂચના આપશે અને આ સમયગાળા દરમિયાન જો તે કોલમ ભરવામાં નિષ્ફળ જશે તો નોમિનેશન અધિકારીને તેમનું નામાંકન રદ કરવાનો અધિકાર રહેશે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.