ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / વિશ્વ / canada has given the permission to the international students to work for 20 hours in week

તમારા કામનું / જે જોઈતું હતું તે મળ્યું: કેનેડા જવાનું વિચારતા લોકો માટે સૌથી મોટા ગુડ ન્યૂઝ

Published By: Jaydeep Shah

Last Updated: 11:22 AM, 8 October 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

કેનેડામાં અભ્યાસ કરતા વિદેશી વિદ્યાર્થીઓ માટે કેનેડા સરકારે નિર્ણય લીધો છે કે આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓ સ્ટડી પરમિટ પર દર અઠવાડિયે 20થી વધુ કલાકો કામ કરી શકશે.

ADVERTISEMENT

  • કેનેડા સરકારે આપી વિદેશી વિદ્યાર્થીઓને અઠવાડિયામા 20 કલાક કામ કરવાની છૂટ 
  • 5 લાખથી વધારે વિદેશી વિદ્યાર્થીઓને થશે લાભ 
  • હાલ કેનેડામાં કામ કરનારા લોકોની તંગી 

કેનેડા સરકારે આપી વિદેશી વિદ્યાર્થીઓને અઠવાડિયામા 20 કલાક કામ કરવાની છૂટ 

કેનેડામાં અભ્યાસ કરતા વિદેશી વિદ્યાર્થીઓ માટે કેનેડા સરકારે એક મહત્વનો નિર્ણય લીધો છે, જેથી  5 લાખથી વધુ સ્ટુડેન્ટ્સને લાભ થશે. કેનેડા સરકારે કહ્યું કે, આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓ સ્ટડી પરમિટ પર દર અઠવાડિયે 20થી વધુ કલાકો કામ કરી શકશે.

કેનેડાના ઇમિગ્રેશન મિનિસ્ટર સીન ફ્રેઝરે આ જાહેરાત કરી હતી. જેમાં જણાવ્યું હતું કે 15 નવેમ્બર 2022થી 31 ડિસેમ્બર 2023 સુધી કેનેડામાં રહેનારા આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓ તેમની સ્ટડી પરમિટ પર ઑફ-કેમ્પસ વર્ક કરી શકશે. તેમને દર અઠવાડીયે 20થી વધુ કામ કરવાની મંજૂરી આપવામાં આવશે. જો કે સ્ટુડન્ટ્સને અભ્યાસના ભોગે વધુ કામ ન કરવાની સલાહ અપાઈ છે.

જે ઇન્ટરનેશનલ સ્ટુડન્સે તારીખ 7 ઓક્ટોબર 2022ના રોજ સ્ટડી પરમિટની અરજી સબમિટ કરી છે. જો ઇમિગ્રેશન, રેફ્યુજીસ અને સિટીઝનશિપ કેનેડા તેમની અરજી મંજૂર કરે તો તેઓ પણ આ પોલિસીનો લાભ મેળવી શકશે.

કેનેડામાં કામ કરનારા લોકોની તંગી 
ઇમિગ્રેશન મિનિસ્ટર સીન ફ્રેઝરના જણાવ્યા અનુસાર, આ નિર્ણયનો ઉદ્દેશ્ય સમગ્ર કેનેડામાં અનુભવાઈ રહેલા લેબર ક્રાઈસિસની અછતને દૂર કરવાનો છે. કેનેડા ઐતિહાસિક શ્રમની તંગી અને બેરોજગારી દર સામે ઝઝૂમી રહ્યું છે. આજે સવારે સ્ટેટિસ્ટિક્સ કેનેડાએ રિપોર્ટ આપ્યો હતો કે સપ્ટેમ્બરમાં કેનેડાનો બેરોજગારીનો દર ઘટીને 5.2 ટકા થયો હતો, જે ઓગસ્ટમાં 5.4 ટકા હતો.

વિદ્યાર્થીઓ દર અઠવાડિયે 20થી વધુ કલાક સુધી કામ કરી શકશે
તાજેતરમાં આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓ કે જેઓ લાયક કેનેડિયન શૈક્ષણિક કાર્યક્રમમાં અભ્યાસ માટે અરજી કરે છે, તો તેઓ અભ્યાસ દરમિયાન દર અઠવાડિયે 20થી વધુ કલાક સુધી કામ કરી શકશે. ઉનાળા અને શિયાળાની રજાઓ જેવા બ્રેક દરમિયાન આ લીમિટ હટાવવામાં આવે છે. આ નીતિ આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓ કેનેડામાં કામ કરવા પર ધ્યાન કેન્દ્રિત કરવાને બદલે તેમના અભ્યાસ પૂરો કરવા પર ધ્યાન કેન્દ્રિત કરે તે સુનિશ્ચિત કરવા માટે છે. જો કામ કરનારા લોકો નહીં મળે તો કેનેડાની ઇકોનોમિને ખરાબ અસર થાય તેમ છે. અત્યારે કેનેડામાં લગભગ 10 લાખ નોકરીની જગ્યા ખાલી પડી છે. 

ભારતીય વિદ્યાર્થીઓને થશે લાભ 
કેનેડામાં ભારતના લગભગ એક લાખ વિદ્યાર્થીઓ છે, જે 2019માં કોરોના પહેલાં 1 લાખ 32 હજાર હતા. ભારતના આ સ્ટુડન્ટ્સ અને વિદેશના જે સ્ટુડન્ટ્સ કેનેડામાં અભ્યાસ કરે છે , તેવા 5 લાખ સ્ટુડન્ટ્સને લાભ થશે. કેનેડા એ આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓ માટે વિશ્વના મુખ્ય ડેસ્ટિનેશન્સ પૈકી એક છે. 2021માં કેનેડા સરકારે 6 લાખ 20 હજારથી વધુ આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓના અભ્યાસની વ્યવસ્થા કરી હતી. આ સંખ્યા છેલ્લા બે દાયકામાં ત્રણ ગણી વધી ગઈ છે. કેનેડાએ ગયા વર્ષે જ લગભગ 4 લાખ 50 હજાર નવી સ્ટડી પરમિટ જાહેર કરી હતી. 
 

સંકળાયેલા મુદ્દાઓ

Gujarati News canada કેનેડા CANADA

Published by

Jaydeep Shah

Covering news that matters—Jr. News Editor & journalist at VTV Gujarati.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ