મોદી સરકારની ગિફ્ટ, 40%નાં વધારા સાથે પેન્શન સ્કીમમાં યોગદાન

By : admin 12:33 PM, 07 December 2018 | Updated : 12:33 PM, 07 December 2018
ન્યૂ દિલ્હીઃ નેશનલ પેન્શન સ્કીમમાં ફેરફાર માટે સરકારે મંજૂરી આપી દીધી છે. ગઇ કાલની કેબિનેટની બેઠકમાં આ નિર્ણય લેવામાં આવેલ છે. જો કે ચૂંટણીને ધ્યાને રાખીને આની જાહેરાત નથી કરવામાં આવી. નેશનલ પેન્શન સ્કીમમાં સુવિધાઓ શામેલ કરી લેવામાં આવેલ છે. આ સાથે જ ખેડૂતોની આવક વધારવા માટે નવી એગ્રીકલ્ચર એક્સપોર્ટ પોલિસી અને પીએફસી, આરઇસીનાં અધિગ્રહણ પ્રસ્તાવને મંજૂરી આપી દેવામાં આવેલ છે.

સરકારે કેન્દ્ર અને રાજ્ય સરકારી કર્મચારીઓને માટે ગિફ્ટ ઉપલબ્ધ કરાવી છે. સરકારે ગુરૂવારનાં રોજ નેશનલ પેન્શન સ્કીમ (એનપીએસ)માં પોતાનું યોગદાન વધારીને મૂળ વેતનનાં 14 ટકા કરી દીધું. જો કે તે 10 ટકા છે. જો કે કર્મચારીઓનું ઓછામાં ઓછું યોગદાન 10 ટકા બની રહેશે.

કેબિનેટે એગ્રીકલ્ચર એક્સપોર્ટ પોલિસી 2018ને મંજૂરી આપી દીધી છે કે જે અંતર્ગત એગ્રો એક્સપોર્ટ બે ઘણો કરવાનું લક્ષ્ય રાખવામાં આવેલ છે. આ પોલિસીમાં 2022 સુધી એક્સપોર્ટ 60 બિલિયન ડૉલર કરવાનું લક્ષ્ય રાખવામાં આવ્યું છે. આ સિવાય એગ્રો એક્સપોર્ટ પોલિસને માટે 14,000 કરોડ રૂપિયાની મંજૂરી પણ મળી ગઇ. આ બેઠકમાં ફાઇનાન્શિયલ ઇન્ટેલિજન્સનાં મોડલ કરાર અને બીજા દેશો સાથે સમજૂતી માટે મોડલ કરારને પણ મંજૂરી મળી ગઇ છે.

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં મંત્રિમંડળની બેઠકમાં સરકારી કર્મચારીઓને રિટાયરમેન્ટનાં સમયે કુલ જમા રકમમાંથી 60 ટકા નીકાળવાની મંજૂરી આપવામાં આવી કે જે 40 ટકા છે. સૂત્રોએ કહ્યું કે, આ સાથે જ કર્મચારીઓ પાસે નિશ્ચિત આવક ઉત્પાદનો અથવા શેર ઇક્વિટીમાં રોકાણનો વિકલ્પ હશે.Recent Story

Popular Story