પુરવઠા વિભાગના રાધિકા ગેસ એજન્સી પર દરોડા,રાંધણ ગેસ ચોરીનું મોટું કૌભાંડ ઝડપાયું

By : kavan 06:31 PM, 15 June 2018 | Updated : 06:31 PM, 15 June 2018
વડોદરા: શહેરના ગોત્રી વિસ્તારમાં આવેલી રાધિકા ગેસ એજન્સીમાંથી રાંધણગેસ ચોરીનું મોટુ કૌભાંડ પોલીસે ઝડપી પાડયું છે. આ ગેસની એજન્સીના સંચાલકો દ્વારા સબસીડીવાળા ગેસના બાટલામાંથી ગેસ કાઢી લઈ અન્ય બોટલોમાં ભરી વેચી દેવાના કૌભાંડનો પર્દાફાશ થયો છે. સ્પેશિયલ ઓપરેશન ગ્રૂપ દ્વારા આ ટીમને રંગે હાથ ઝડપી પાડવામાં આવી છે. મહત્વની વાત છે કે, વડોદરાના હજારો ગ્રાહકો દ્વારા ફરિયાદ ઉઠી છે કે, ગેસ એજન્સી દ્વારા ગેસના બાટલામાં પૂરતા પ્રમાણમાં ગેસ આપવામાં આવતો નથી. ફરિયાદના પગલે સ્પેશ્યિલ ઓપરેશન ગ્રૂપ દ્વારા આ ઓપરેશન હાથ ધરીને 600 જેટલી બોટલો જપ્ત કરવામાં આવી અને 7 ગાડીઓ તથા 16 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. પોલીસે ગેસ એજન્સીના સંચાલક રાધિકા રાઠવા અને કવાંટ તાલુકા પંચાયતના કોંગ્રેસના સદસ્ય વિરૂદ્ધ પણ ગુનો દાખલ કર્યો છે. ત્યારે પ્રશ્ન એ ઊભો થાય છે કે, આ કૌભાંડની ગંધ અત્યાર સુધીમાં પુરવઠા વિભાગને કેમ ના આવી. 

આપને જણાવી દઇએ કે,આ ઘટનામાં સંડોવાયેલા પૈકી 5ના કોર્ટે 3 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે. તથા 11 આરોપીને સેન્ટ્રલ જેલ ખાતે મોકલવાનો હુકમ કરવામાં આવેલ છે. તેમજ આ કૌભાંડમાં ગેસ એજન્સીનાં સંચાલકોની પણ તપાસ કરવામાં આવી રહી છે. SOGએ રાધિકા ગેસ એજન્સીના ગોત્રી ખાતે ગોડાઉનમાં રેડ પાડી 12 વાહન, સિલિન્ડર મળી 32.92 લાખ મુદ્દામાલ જપ્ત કર્યો હતો.Recent Story

Popular Story